T20 વર્લ્ડ કપ પહેલા ICC રેન્કિંગ જાહેર, ટીમ ઈન્ડિયા નંબર 1, ઈશાન કિશને લગાવી મોટી છલાંગ

Home » Latest Update » T20 વર્લ્ડ કપ પહેલા ICC રેન્કિંગ જાહેર, ટીમ ઈન્ડિયા નંબર 1, ઈશાન કિશને લગાવી મોટી છલાંગ
t20-વર્લ્ડ-કપ-પહેલા-icc-રેન્કિંગ-જાહેર,-ટીમ-ઈન્ડિયા-નંબર-1,-ઈશાન-કિશને-લગાવી-મોટી-છલાંગ

ICC T20I Ranking : ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICC દ્વારા છેલ્લી વખત T20 રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટમાં ભાગ લેનારી ટીમો વચ્ચેની છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ 3 ફેબ્રુઆરીએ રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા પણ ICC T20 રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ટોપ-5 માંથી બહાર છે.

વર્લ્ડ કપ પહેલા રેન્કિંગ જાહેર

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 ઇન્ટરનેશનલ સિરીઝ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે યજમાન શ્રીલંકાને 3-0 થી હરાવ્યું હતું. જોકે, આ મોટી જીત છતાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંગ્લેન્ડ હજુ પણ ત્રીજા નંબરે છે, જ્યારે શ્રીલંકા આઠમા સ્થાને છે. બીજી તરફ, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે 3-0 થી સિરીઝ હારવા છતાં પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

બાંગ્લાદેશ એકમાત્ર એવો દેશ જે ટોપ-5માં પણ રમશે નહી

નોંધનીય છે કે બાંગ્લાદેશ એકમાત્ર એવો દેશ છે જે ટોપ-10 માં હોવા છતાં આ વખતે T20 વર્લ્ડ કપ રમી રહ્યો નથી. બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કરતા ICCએ તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું, જેના કારણે 14મા સ્થાને રહેલી સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં તક મળી છે. ટોપ-20 રેન્કિંગની 19 ટીમો આ વર્લ્ડ કપ રમી રહી છે, જ્યારે 27મા ક્રમની ટીમ ઇટાલી પણ આ વખતે ટુર્નામેન્ટનો હિસ્સો છે.

ICC T20I રેન્કિંગ T20 World Cup 2026 પહેલાની સ્થિતિ

રેન્ક ટીમ રેટિંગ પોઇન્ટ 2026 T20 World Cup રમશે?
1 ભારત 273 Yes
2 ઓસ્ટ્રેલિયા 261 Yes
3 ઇંગ્લેન્ડ 259 Yes
4 ન્યૂઝીલેન્ડ 251 Yes
5 સાઉથ આફ્રિકા 241 Yes
6 પાકિસ્તાન 238 Yes
7 વેસ્ટ ઇન્ડિઝ 234 Yes
8 શ્રીલંકા 227 Yes
9 બાંગ્લાદેશ 223 No
10 અફઘાનિસ્તાન 222 Yes
11 આયરલેંડ 201 Yes
12 ઝિમ્બાબ્વે 200 Yes
13 નેધરલેન્ડ 182 Yes
14 સ્કૉટલેન્ડ 182 Yes
15 નામીબિયા 181 Yes
16 નેપાલ 176 Yes
17 યુએઇ 176 Yes
18 યુએસએ 175 Yes
19 કેનેડા 154 Yes
20 ઓમાન 152 Yes
21 યુગાંડા 142 No
22 પાપુઆ ન્યૂ ગીની 136 No
23 કુવૈત 130 No
24 હોન્ગકોંગ 127 No
25 મલેશિયા 125 No
26 બહરીન 119 No
27 ઇટાલી 119 Yes
28 જર્સી 117 No
29 કતાર 114 No
30 સ્પેન 113 No

Leave a Reply

Your email address will not be published.