USA ટીમના સ્પિનરે સૂર્યકુમારની તુલના ધોની સાથે કરી, વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતને અપાવી જીત

Home » Latest Update » USA ટીમના સ્પિનરે સૂર્યકુમારની તુલના ધોની સાથે કરી, વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતને અપાવી જીત
usa-ટીમના-સ્પિનરે-સૂર્યકુમારની-તુલના-ધોની-સાથે-કરી,-વર્લ્ડ-કપની-પહેલી-મેચમાં-ભારતને-અપાવી-જીત

India vs USA T20 WC: દબાણની સ્થિતિમાં પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનું શાંતચિત્ત આત્મવિશ્વાસ અમેરિકાના સ્પિનર હરમિત સિંહને મહાન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવે છે. અમેરિકા સામે T20 વિશ્વ કપની પહેલી મેચમાં ભારતને સંકટમાંથી નીકાળનાર સૂર્યકુમારે 49 બોલમાં 84 રન કર્યા અને ભારતને જીત અપાવી. 

સૂર્યકુમારની ધોની સાથે તુલના

સૂર્યકુમારના કરિયર વિશે વાત કરતાં હરમિતે કહ્યું કે, “સૂર્યકુમારને સફળતા મોડેથી મળી. મને લાગે છે કે હવે સૂર્યકુમારમાં એ રીત કેળવાઈ છે જે એમએસ ધોનીના કરિયરના છેલ્લા તબક્કામાં હતી. એક સ્ટ્રોક ખેલાડી તરીકે તેનામા સ્થિરતા હતી અને તેણે સમજદાર ઇનિંગ્સ રમીને ફિનિશરની ભૂમિકા નીભાવી. વિરાટ જેવા ક્રિકેટરોમાં આ પ્રકારની પરિપક્વતા હોય છે. તેણે પરિપક્વ ઇનિંગ્સ રમી, અને તે અનુભવ સાથે આવે છે. સૂર્યકુમાર તેને સોંપવામાં આવેલી જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે.”

આ પણ વાંચો: England Vs Nepal: રસાકસી ભર્યા મુકાબલામાં ઇંગ્લેન્ડે નેપાળને 4 રનથી હરાવ્યું, ઉલટફેર થતા થતા રહી ગયો

ભારતીય મૂળના કેલાડી હરમિતે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી. તેમણે કહ્યું કે, “મારા માટે ભારતમાં વિશ્વ કપ રમવો એ ભાવુક પળ હતી, પરંતુ આ મારા એકલાની કહાણી નથી. સમગ્ર ટીમની કહાણી છે. તમામ અલગ અલગ સ્થળ, પૃષ્ઠભૂમિ અને સંસ્કૃતિઓ માંથી આવ્યા છે. ક્રિકેટે આપણને બધાને જોડ્યા છે.”

Leave a Reply

Your email address will not be published.