રોહિત-વિરાટને મોટો ફટકો : BCCIના ગ્રેડ-A કોન્ટ્રાક્ટમાંથી ડિમોશન, A+ ગ્રેડ નાબૂદ, જુઓ લિસ્ટ

Home » Latest Update » રોહિત-વિરાટને મોટો ફટકો : BCCIના ગ્રેડ-A કોન્ટ્રાક્ટમાંથી ડિમોશન, A+ ગ્રેડ નાબૂદ, જુઓ લિસ્ટ
રોહિત-વિરાટને-મોટો-ફટકો-:-bcciના-ગ્રેડ-a-કોન્ટ્રાક્ટમાંથી-ડિમોશન,-a+-ગ્રેડ-નાબૂદ,-જુઓ-લિસ્ટ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News

Google News

રોહિત-વિરાટને મોટો ફટકો : BCCIના ગ્રેડ-A કોન્ટ્રાક્ટમાંથી ડિમોશન, A+ ગ્રેડ નાબૂદ, જુઓ લિસ્ટ 1 - image

BCCI Central Contract 2025-26 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 2025-2026 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આમાં ભારતની પૂર્વ સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીને મોટો ફટકો લાગ્યો છે. બંનેને ગ્રેડ-Aમાંથી ગ્રેડ-Bમાં સામેલ કરાયા છે. BCCIએ પુરુષોના ગ્રેડ-Aમાં ત્રણ ખેલાડીઓ, ગ્રેડ-Bમાં 11 અને ગ્રેડ-Cમાં 16 ખેલાડીઓને સામેલ કર્યા છે. જ્યારે મહિલા ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો તેમાં ગ્રેડ-Aમાં ચાર ખેલાડીઓ, ગ્રેડ-Bમાં ચાર અને ગ્રેડ-Cમાં 13 ખેલાડીઓને સામેલ કરાઈ છે.

રોહિત અને કોહલી ગ્રેડ-Bમાં

BCCIના પુરુષ ટીમના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ગ્રેડ-એમાં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, બોર્ડે રોહિત અને કોહલીને ગ્રેડબીમાં સામેલ કર્યા છે. જ્યારે મહિલા ટીમના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને સામેલ કરવામાં આવી છે. આમ BCCIના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 30 પુરુષ ખેલાડી અને 21 મહિલા ખેલાડીઓને સામેલ કરાયા છે.

ટેસ્ટ અને T20માંથી સંન્યાસ લઈ ચુક્યા છે રોહિત અને કોહલી 

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરેલી છે. વર્તમાન સમયમાં બંને ખેલાડી માત્ર વન-ડે ફોર્મેટમાં જ સક્રિય છે. આ જ કારણે તેમને તાજેતરમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ભારતનો બહિષ્કાર કરી પાકિસ્તાન ફસાયું, વધુ એક દેશે કડક શબ્દોમાં આપી સલાહ

પુરુષ ટીમના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કુલ 30 ખેલાડી સામેલ

  • ગ્રેડ A – શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા.
  • ગ્રેડ B – વોશિંગ્ટન સુંદર, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જાયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર.
  • ગ્રેડ C – અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ અને ઋતુરાજ ગાયકવાડ.

મહિલા ટીમના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં કુલ 21 ખેલાડી સામેલ

  • ગ્રેડ A – હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા
  • ગ્રેડ B – રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ અને સ્નેહ રાણા
  • ગ્રેડ C – રાધા યાદવ, અમનજોત કૌર, પ્રતિકા રાવલ, ક્રાંતિ ગૌડ, ઉમા છેત્રી, અરુંધતી રેડ્ડી, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, કાશ્વી ગૌતમ, જી. કમલિની, વૈષ્ણવી શર્મા અને તેજલ હસબનીસ

આ પણ વાંચો : અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખતરો

Leave a Reply

Your email address will not be published.