પાકિસ્તાનનો ‘યુ-ટર્ન’: ભારત સામે રમવા માટે ICC સામે 3 મોટી શરતો મૂકી હોવાનો રિપોર્ટમાં દાવો

Home » Latest Update » પાકિસ્તાનનો ‘યુ-ટર્ન’: ભારત સામે રમવા માટે ICC સામે 3 મોટી શરતો મૂકી હોવાનો રિપોર્ટમાં દાવો
પાકિસ્તાનનો-‘યુ-ટર્ન’:-ભારત-સામે-રમવા-માટે-icc-સામે-3-મોટી-શરતો-મૂકી-હોવાનો-રિપોર્ટમાં-દાવો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News

Google News

પાકિસ્તાનનો 'યુ-ટર્ન': ભારત સામે રમવા માટે ICC સામે 3 મોટી શરતો મૂકી હોવાનો રિપોર્ટમાં દાવો 1 - image

Ind vs Pak Controversy and ICC Meeting : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને ચાલી રહેલી મડાગાંઠમાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે શરતો મૂકીને સોદાબાજી શરૂ કરી છે.

લાહોરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: મીટિંગમાં શું થયું?

રવિવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ICCના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા, PCB ચીફ મોહસિન નકવી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને બચાવવાનો હતો. જોકે, આ મીટિંગમાં કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી, પણ પાકિસ્તાને તેનો પક્ષ નરમ પાડીને શરતોનું લિસ્ટ પકડાવી દીધું છે.

PCBની એ 3 શરતો જેણે ICCને વિચારતા કરી દીધા

રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને ભારત સામે મેચ રમવા માટે ICC સામે ત્રણ મુખ્ય માંગણીઓ રાખી છે:

BCB માટે વળતર: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને થયેલા નુકસાનનું વળતર અપાવવું.

પાર્ટિસિપેશન ફી: ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની ફી (Participation Fee) માં વધારો અથવા વિશેષ ભથ્થું.

યજમાનીના અધિકાર: ભવિષ્યમાં આયોજિત થનારી ICC ટ્રોફી કે ઈવેન્ટ્સના યજમાનીના અધિકારોની ખાતરી આપવી.

જોકે એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે પાકિસ્તાને ICC સમક્ષ આવી પણ ત્રણ ડિમાન્ડ મૂકી છે જે નીચે મુજબ છે. 

1 – પાકિસ્તાનને વર્લ્ડ બોડી કરતાં વધું રેવન્યૂ જોઇએ છે. 

2 – ભારત સથે દ્વિપક્ષીય ક્રિકેટ રિલેશન ફરી શરૂ કરવામાં આવે.

3 – ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હેન્ડશેક કરે. 

બહિષ્કારથી યુ-ટર્ન તરફ પાકિસ્તાન

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં નહીં રમે. પરંતુ એક્સપર્ટ્સ પહેલેથી જ માનતા હતા કે આર્થિક ભીંસમાં ફસાયેલું પાકિસ્તાન આટલું મોટું નુકસાન વેઠી શકે તેમ નથી. હવે પાકિસ્તાન ‘કન્ડિશનલ’ સહમતી દર્શાવી રહ્યું છે, જે એ વાતનો સંકેત છે કે 15 ફેબ્રુઆરીએ કોલંબોના મેદાનમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને જોવા મળી શકે છે.

વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમોના ફોર્મની વાત કરીએ તો, પાકિસ્તાન માંડ-માંડ નેધરલેન્ડ્સ સામે જીત્યું છે, જ્યારે ભારતને પણ અમેરિકા સામે જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.