T20 વર્લ્ડ કપમાં ઉલટફેર, નાની ટીમોનો મોટો ધડાકો! વર્લ્ડ ચેમ્પિયન્સની ચિંતા વધી

Home » Latest Update » T20 વર્લ્ડ કપમાં ઉલટફેર, નાની ટીમોનો મોટો ધડાકો! વર્લ્ડ ચેમ્પિયન્સની ચિંતા વધી
t20-વર્લ્ડ-કપમાં-ઉલટફેર,-નાની-ટીમોનો-મોટો-ધડાકો!-વર્લ્ડ-ચેમ્પિયન્સની-ચિંતા-વધી

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડ કપમાં ઉલટફેર, નાની ટીમોનો મોટો ધડાકો! વર્લ્ડ ચેમ્પિયન્સની ચિંતા વધી 1 - image

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026ની મેચોએ ટૂર્નામેન્ટની દિશા અને ધારણા બંને બદલી નાખી છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી નેપાળ vs ઈંગ્લેન્ડની મેચે એ સ્પષ્ટ કરી દીધું કે, વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમ નબળી નથી. 

T20 વર્લ્ડ કપમાં ઉલટફેર

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેપાળે છેલ્લા બોલ સુધી મેચને ખેંચી. અંતિમ બોલ પર છ રનની જરૂર હતી. બોલ સેમ કુરનના હાથમાં હતો,  જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ કરણ કેસી ઊભો હતો.

નાની ટીમોનો મોટો ધડાકો

સેમ કુરનના સટીક યોર્કર પર નેપાળ મોટો શોટ રમવામાં નિષ્ફળ ગયું અને ઈંગ્લેન્ડે ચાર રનથી મેચ જીતી લીધી. સ્કોરબોર્ડ પર ભલે ઈંગ્લેન્ડ વિજેતા રહ્યું પરંતુ મેદાન અને ક્રિકેટ જગતમાં ચર્ચા નેપાળના પ્રદર્શનની થઈ રહી છે. નેપાળે આખી મેચમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરો જોફ્રા આર્ચર, લ્યૂક વુડ અને સ્પિનર ​​આદિલ રશીદ સામે બેખોફ બેટિંગ કરી.

આ પ્રદર્શન બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ‘મીનો’ અને ‘એસોસિયેટ’ ટીમોની અવધારણા પર સવાલ ઉઠવા લાગ્યા છે. નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે પણ કહ્યું છે કે હવે આ ટેગ્સ હટાવવાનો સમય આવી ગયો છે.

T20 વર્લ્ડ કપ 2026માં 10 એસોસિયેટ ટીમો ભાગ લઈ રહી છે અને નેપાળ, USA અને નેધરલેન્ડ જેવી ટીમોએ મોટા દેશોને મોટો પડકાર ફેંક્યો છે. નેપાળ ઈંગ્લેન્ડ સામે, USA ભારત સામે અને નેધરલેન્ડ પાકિસ્તાન સામે ખૂબ જ ઓછા રને હાર્યું છે. આ મેચોમાં હારનું અંતર પ્રતિભાનો અભાવ નહીં, પરંતુ મહત્વપૂર્ણ ક્ષણોમાં છોડાયેલા કેચ અને મોટા ખેલાડીઓનું અસાધારણ પ્રદર્શન રહ્યું છે.

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, ગ્રુપ સ્ટેજ ઔપચારિક હશે અને મોટા દેશો સરળતાથી આગળ વધી જશે. પરંતુ શરૂઆતની મેચોએ આ વિચારસરણીને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી દીધી છે. 

આ પણ વાંચો: મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ

નેપાળ vs ઈંગ્લેન્ડની મેચ કોઈ નોકઆઉટ મેચથી ઓછી નહોતી. બીજી તરફ અમેરિકાએ ભારતને જીત માટે સખત મહેનત કરવા માટે મજબૂર કર્યું અને નેધરલેન્ડે તો પાકિસ્તાનને લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર જ કરી દીધુ હતું. 

T20 ફોર્મેટની અસર

ક્રિકેટ એક્સપર્ટસનું માનવું છે કે, T20 ફોર્મેટ આ અંતર ઘટાડવામાં સૌથી મોટું પરિબળ છે. 20 ઓવરની રમતમાં એક બેટ્સમેન અથવા બોલર આખી મેચ પલટી શકે છે. ફ્રેન્ચાઈઝી લીગની અસર પણ સ્પષ્ટપણે દેખાય રહી છે. એસોસિયેટ દેશોના ખેલાડીઓ હવે IPL, બિગ બેશ લીગ અને અન્ય લીગમાં નિયમિતપણે રમે છે, જેના કારણે તેઓ મોટા મંચ પર દબાણનો સામનો કરવા ટેવાયેલા છે.

આગળ શું?

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆતની મેચોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, આ ટુર્નામેન્ટમાં હવે મોટી ટીમોનો દબદબો નહીં રહેશે. હવે સવાલ એ નથી કે એસોસિએટ ટીમો મુકાબલો કરી શકશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે, પ્રથમ એસોસિએટ ટીમ ક્યારે કોઈ મોટી ટુર્નામેન્ટનો ખિતાબ જીતશે.

Leave a Reply

Your email address will not be published.