ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો શું છે મામલો?

Home » Latest Update » ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો શું છે મામલો?
ભારત-સામે-મેચ-પહેલા-જ-નામિબિયાના-કેપ્ટને-મૂક્યો-ભેદભાવનો-આરોપ,-જાણો-શું-છે-મામલો?

ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો શું છે મામલો?

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News

Google News

ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો શું છે મામલો? 1 - image

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને નામિબિયા વચ્ચે ગુરુવારે રમાનારી મેચ પહેલા વિવાદ સામે આવ્યો છે. નામિબિયાની ટીમના કેપ્ટન ગે રહાર્ડ ઇરાસ્મસએ પ્રેક્ટિસ સેશનના સમય ફાળવણી અંગે આયોજકો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેપ્ટનનો આરોપ છે કે, ભારત જેવી મોટી ટીમ સામેની મહત્વની મેચ પહેલા નામિબિયાને એક પણ વાર ‘નાઈટ ટ્રેનિંગ’ કરવાનો મોકો આપવામાં આવ્યો નથી.

શું છે સમગ્ર વિવાદ?

નામિબિયાએ મંગળવારે તેની પ્રથમ લીગ મેચ નીધરલેન્ડ સામે સવારે 11 વાગ્યે રમી હતી. હવે ગુરુવાર, 12 ફેબ્રુઆરીએ તેઓ ભારત સામે સાંજે 7 વાગ્યાથી ફ્લડ લાઈટ્સમાં રમવાના છે. ઇરાસ્મસના જણાવ્યા અનુસાર, ભારત સામેની મેચની તૈયારી માટે તેમને માત્ર બપોરે 2 થી 5 વાગ્યાનો ટ્રેનિંગ સ્લોટ અપાયો હતો. જ્યારે ભારતને સાંજે 6 થી 9 વાગ્યાનો ‘પ્રાઈમ સ્લોટ’ આપવામાં આવ્યો હતો.

કેનેડાને મળી તક, નામિબિયાને કેમ નહીં?

ઇરાસ્મસે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, “બુધવારે સાંજે જ્યારે ભારત પ્રેક્ટિસ કરી રહ્યું હતું, ત્યારે કેનેડાની ટીમ પણ ત્યાં હાજર હતી. નવાઈની વાત એ છે કે, કેનેડાની મેચ શુક્રવારે બપોરે 3 વાગ્યે છે, તેમ છતાં તેમને રાત્રે ફ્લડ લાઈટ્સમાં પ્રેક્ટિસ કરવાની તક મળી. બીજી તરફ અમારે રાત્રે મેચ રમવાની છે પણ અમને લાઈટ્સ હેઠળ પ્રેક્ટિસ કરવા ન દીધી.”

કેપ્ટન ઇરાસ્મસનું તીખું નિવેદન

મેચની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાત કરતા કેપ્ટને કહ્યું કે, “મને નથી ખબર કે આવું કેમ કરવામાં આવ્યું. ભારતને રાત્રિના બે પ્રેક્ટિસ સેશન મળ્યા અને કેનેડા પણ લાઈટ્સ હેઠળ પ્રેક્ટિસ કરી રહ્યું છે. તમે જે સમજવું હોય તે સમજો, પણ અમે મેદાન પર જઈને અમારા ‘નામિબિયન અંદાજ’માં પૂરી તાકાતથી લડીશું.”

નામિબિયન છાવણીમાં ભારે રોષ

કેપ્ટને વધુમાં ઉમેર્યું કે, “નામિબિયામાં અમારી પાસે ફ્લડ લાઈટ્સ વાળા સ્ટેડિયમ નથી. જે ખેલાડીઓ IPL અથવા અન્ય લીગમાં નથી રમ્યા, તેમના માટે સીધા જ લાઈટ્સ નીચે રમવું પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછું એક સેશન તો મળવું જોઈતું હતું.” આમ, ભારત સામેની આ એકમાત્ર ‘ડે-નાઈટ’ મેચ પહેલા પ્રેક્ટિસ ન મળતા નામિબિયન છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.