T20 વર્લ્ડકપ ચાલુ જ થતાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! આ 4 ખેલાડીઓની ફિટનેસે વધાર્યું ટેન્શન

Home » Latest Update » T20 વર્લ્ડકપ ચાલુ જ થતાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! આ 4 ખેલાડીઓની ફિટનેસે વધાર્યું ટેન્શન
t20-વર્લ્ડકપ-ચાલુ-જ-થતાં-જ-ટીમ-ઈન્ડિયાને-મોટો-ઝટકો!-આ-4-ખેલાડીઓની-ફિટનેસે-વધાર્યું-ટેન્શન

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News

Google News

Harshit Rana

4 Indian Players Injury Concerns: ભારત T20 વર્લ્ડકપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. જેમાં ભારતીય ટીમ ગત 7 ફેબ્રુઆરી, 2026ના રોજ મુંબઈમાં અમેરિકા સામે 29 રનથી જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવની ટીમ ગુરુવારે (12 ફેબ્રુઆરી) દિલ્હીમાં નામિબિયાની ટીમ સામે ટકરાશે. ઘણા ખેલાડીઓની ફિટનેસે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું છે.

ઘૂંટણમાં ઈજાના કારણે હર્ષિત રાણા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર 

T20 વર્લ્ડકપ ચાલુ જ થતાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે! 4 ખેલાડીઓની ફિટનેસની ચિંતાઓને કારણે ચાલુ ટુર્નામેન્ટમાં ભારતને અસર પડી છે. જેમાં 4 ફેબ્રુઆરીના રોજ નવી મુંબઈમાં સાઉથ આફ્રિકા સામે ભારતની વોર્મ-અપ મેચ રમતી વખતે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઈજાને કારણે હર્ષિત માત્ર એક ઓવર બોલિંગ કરી હતી.

ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ હર્ષિતને ઈજાના કારણે T20 વર્લ્ડકપ 2026માંથી બહાર રખાયો હતો. હર્ષિત પહેલી વખત વર્લ્ડકપ રમાવાનો હતો, પરંતુ ઈજાગ્રસ્ત હોવાના કારણે તેનું સપનુ અધૂરુ રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હર્ષિત લિમિટેડ ઓવરમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. 

હર્ષિતની જગ્યાએ મોહમ્મદ સિરાજ રમશે

તમને જણાવી દઈએ કે, હર્ષિત રાણાની જગ્યાએ T20 વર્લ્ડકપ 2026માં મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયો છે. સિરાજ છેલ્લે જુલાઈ 2024માં શ્રીલંકા સામે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. સિરાજે 2026 ના T20 વર્લ્ડ કપના પહેલા ગ્રુપ A મેચમાં ભારત માટે રમ્યો હતો, જેમાં ત્રણ વિકેટ લીધી હતી અને અમેરિકા સામે ભારતની 29 રનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિરાજ શરૂઆતમાં T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતો, પરંતુ હર્ષિત ઈજાગ્રસ્ત થતાં તેને બાદમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવે હર્ષિતને ફોન કર્યો, ત્યારે તેને લાગ્યું કે સૂર્યા તેની સાથે મજાક કરી રહ્યો છે.

જસપ્રીત બુમરાહ બિમાર

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં અમેરિકા સામે રમાયેલી T20 વર્લ્ડકપ 2026ની ગ્રુપ A મેચમાં ખૂબ તાવને કારણે રમી શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ અને સિરાજે બોલિંગ કરી હતી. 

નામિબિયાની વોશિંગ્ટન સુંદરની પસંદગી થયા તેવી સંભાવના

વોશિંગ્ટન સુંદર 11 ફેબ્રુઆરીના રોજ ન્યૂઝીલેન્ડ સામે પહેલી વનડે મેચમાં ઈજાગ્રસ્ત થવાના કારણે અમેરિકા સામેની મેચમાં ઉપલબ્ધ રહ્યો ન હતો. જોકે, તે દિલ્હીની ટીમમાં સામેલ થયો છે અને નામિબિયા સામેની મેચમાં તેની પસંદગી થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમનો નવો વિવાદ! બોલર ઉસ્માન તારિક પર લાગ્યા ગંભીર આરોપ, જાણો શું છે મામલો

નામિબિયા સામે ભારતની મેચમાં વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન અભિષેક શર્માની ભાગીદારી શંકાસ્પદ છે. અભિષેકને પેટમાં ગંભીર ચેપ અને તાવ સાથે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, પરંતુ હવે તેને રજા આપવામાં આવી છે. આમ છતાં, નામિબિયા સામે તેની ભાગીદારી અનિશ્ચિત છે. 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા સામે ભારતના ગ્રુપ A મેચમાં અભિષેક શર્માનું સ્થાન સંજુ સેમસન લેવાશે. સંજુ હાલમાં ભારતીય ટીમમાં છે અને આ તેની છેલ્લી તક હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.