Updated: Feb 13th, 2026
GS TEAM

T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાશે. જોકે, ટુર્નામેન્ટની શરૂઆતમાં કેટલીક ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં અમુક ટીમોને તેમના દિગ્ગજ ખેલાડીઓ ગુમાવવા પડ્યા છે. આ લિસ્ટમાં વધુ બે દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવ્યા છે. આ બંને અનુભવી ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. જેમાં એક ટીમને તો કેપ્ટન બદલવાની ફરજ પડી છે.
ઝિમ્બાબ્વેને મોટો ઝટકો
ઝિમ્બાબ્વે માટે ખરાબ સામાચાર છે. જેમાં 40 વર્ષથી વિકેટકીપર-બેટર રહેલા બ્રેંડન ટેલર હેમસ્ટ્રિંગ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટુર્નામેન્ટની બાકીની મેચમાંથી બહાર રહેશે. કોલંબોમાં ઑસ્ટ્રેલિયા સામેની મેચની પહેલા ટોસના સમયે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રજાએ આ જાણકારી આપી હતી. ઓમાન સામેની પહેલી મેચમાં ટેલરને ઈજા પહોંચી હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ જીત હાસલ કરી હતી. જેમાં ટેલરે 30 બોલમાં 31 રન કર્યા હતા અને વિકેટકિપિંગ કરતી વખતે તેણે ત્રણ કેચ પણ કર્યા હતા.
ટેલરની જગ્યાએ હવે બેન કરનને ટીમમાં સામેલ કરાયો છે. કરન એક ટોપ ઓર્ડર બેટર છે. ટેસ્ટ અને વનડેમાં કરને સદી ફટકારી છે, પરંતુ T20 ઈન્ટરનેશનલમાં તેની આ પહેલી મેચ હશે. તેની એન્ટ્રીથી ઝિમ્બાબ્વેની બેટિંગમાં થોડી મજબૂતી આવવાની અપેક્ષા છે.
આ ટીમને કેપ્ટન બદલવાની ફરજ પડી
બીજી તરફ, આયરલેન્ડની ટીમના કેપ્ટન અને અનુભવી ઓપનર પોલ સ્ટર્લિંગ ઘૂંટણમાં ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહેશે. ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ ભરતી વખતે પોલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી બેટિંગ કરતી વખતે સિંગલ રન લેવાની કોશિશમાં ઈજા વધુ ગંભીર બની હતી. જેમાં સ્કેનથી લિગામેન્ટને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ છે.
આ પણ વાંચો: કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન
સ્ટર્લિંગની જગ્યાએ યુવા બેટર સેમ ટોપિંગને ટીમમાં સામેલ કરાયો છે. ટોપિંગ ડાબા હાથનો ઓપનર છે અને ગયા વર્ષે તેણે આયરલેન્ડ A માટે અફઘાનિસ્તાન A સામે ચાર ODI રમી હતી. સ્ટર્લિંગ બહાર છે, ત્યારે હવે કેપ્ટનશીપ બીજા ખેલાડીને સોંપવામાં આવશે.

Leave a Reply