કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન

Home » Latest Update » કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન
કોણ-છે-આ-6-ફૂટ-8-ઈંચ-ઊંચો-ક્રિકેટર?-જેની-સામે-ઑસ્ટ્રેલિયાના-ધુરંધર-પણ-પછડાયા,-rcb-સાથે-છે-ખાસ-કનેક્શન

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News

Google News

કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન 1 - image

Muzarabani Shines in T20 WC 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં 13 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જેમાં ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારબાનીએ જોરદાર બોલિંગ કરીને કંગારૂ ટીમને હરાવીને જીત મેળવી હતી. આ મેચમાં 6 ફૂટ 8 ઈંચ ઊંચા ક્રિકેટર મુઝારબાનીએ ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ હંફાવી નાખ્યા અને મેચ ઝિમ્બાબ્વેના પક્ષમાં ફેરવી દીધી હતી. ચાલો જાણીએ મુઝારબાનીના ક્રિકેટ કરિયર વિશે.

જમણાં હાથના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારબાનીએ 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી, જે આ ફોર્મેટમાં તેનું સૌથી સારુ પ્રદર્શન રહ્યું હતું. મુઝારબાનીએ જોશ ઈંગલિશ, ટિમ ડેવિડ, મેથ્યૂ રેનશૉ અને એડમ ઝામ્પાની વિકેટ લીધી. આ શારદાર પ્રદર્શન માટે મુઝારબાનીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. મુઝારબાની ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલરમાંથી એક છે. આમ, ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં મુઝારબાનીએ ઝિમ્બાબ્વે માટે જોરદાર પ્રદર્શન કર્યુ છે.

કોણ છે આ 6 ફૂટ 8 ઈંચ ઊંચો ક્રિકેટર? જેની સામે ઑસ્ટ્રેલિયાના ધુરંધર પણ પછડાયા, RCB સાથે છે ખાસ કનેક્શન 2 - image

મુઝારબાનીનું કરિયર

બ્લેસિંગ મુઝારબાની પણ IPL(ઇન્ડિયન પ્રીમિયર લીગ) ફ્રેન્ચાઇઝીઓની નજરમાં છે. ગયા સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(RCB) મુઝારબાનીને લુંગી એનગિડીના સ્થાને ₹75 લાખમાં કરારબદ્ધ કર્યો હતો. જોકે, ત્યારે મુઝારબાની બેન્ચ પર રહ્યો હતો.

આ પણ વાંચો: ZIM vs AUS : T20 વર્લ્ડ કપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું

મુઝારબાનીએ દુનિયાભરની T20 લિગ્સમાં ભાગ લઈને બહોળો અનુભવ કેળવ્યો છે. ફ્રેંચાઈઝી ક્રિકેટમાં મુઝારબાનીના શાનદાર પ્રદર્શનના કારણે તેને ગ્લોબલ સ્તરે ઓળખ મળી હતી અને આજ અનુભવ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે કામ આવ્યો હતો. મુઝારબાનીએ ઈન્ટરનેશલન ડેબ્યુ ડિસેમ્બર, 2017માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કર્યો હતો.

મુઝારબાનીનું શાનદાર પ્રદર્શન 

મુઝારબાનીએ અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વે માટે 18 ટેસ્ટ, 57 ODI અને 85 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં ટેસ્ટ ક્રિકેટમાં મુઝારબાનીએ 26.20ની સરેરાશથી 67 વિકેટ લીધી છે. જ્યારે નવડે ઈન્ટરનેશનલમાં 33.35ની એવરેજથી 70 વિકેટ લીધી છે. T20Iમાં મુઝારબાનીએ 21.08ની સરેરાશ અને 7.10ની ઈકોનોમી રેટથી 100 વિકેટ પોતાના નામે કરી છે.

ઑસ્ટ્રેલિયા-ઝિમ્બાબ્વે મેચ

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-બીની મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ હારીને પહેલા બેટિંગ કરી હતી. જેમાં 20 ઓવરમાં 2 વિકેટ પર 169 રન કર્યા હતા. જેમાં બ્રાયન બેનેટે 64 રન કર્યા હતા. આની સામે ઑસ્ટ્રેલિયાની ટીમનું શરૂઆતમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જેમાં જોશ ઈંગલિસ, કેમરન ગ્રીન, ટિમ ડેવિડ અને કેપ્ટન ટ્રેવિસ હેડ જલ્દી આઉટ થયા હતા. આ પછી ગ્લેન મેક્સવેલ અને મેથ્યૂ રેનશૉએ ભાગીદારીમાં 77 રન કર્યા, પરંતુ રયાન બર્લે મેક્સવેલને આઉટ કરીને મેચ પલટાવી હતી.

આ પણ વાંચો: વિરાટ’ ના ફેન્સ પર કેપ્ટન સૂર્યા કેમ ગુસ્સે થયો? હાર્દિકને મેદાનમાં ગળે ભેટી પડ્યો હતો

ત્યારબાદ માર્કસ સ્ટોઈનિસ, ડ્વારશુઈસ અને એડમ ઝામ્પા ઓછા રને આઉટ થયા હતા. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી વખત છે, જ્યારે ઝિમ્બાબ્વેએ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બ્લેસિંગ મુઝારબાનીના નેતૃત્વમાં ઝિમ્બાબ્વેએ સાબિત કર્યું છે કે, તેઓ હવે કોઈપણ મોટી ટીમને પણ પડકાર આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published.