VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર પર હાર્દિક પંડ્યા મેદાનમાં જ ભડક્યો, સૂર્યાએ પણ ક્લાસ લીધા

Home » Latest Update » VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર પર હાર્દિક પંડ્યા મેદાનમાં જ ભડક્યો, સૂર્યાએ પણ ક્લાસ લીધા
video:-ટીમ-ઈન્ડિયાના-સ્ટાર-બોલર-પર-હાર્દિક-પંડ્યા-મેદાનમાં-જ-ભડક્યો,-સૂર્યાએ-પણ-ક્લાસ-લીધા

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News

Google News

VIDEO: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર પર હાર્દિક પંડ્યા મેદાનમાં જ ભડક્યો, સૂર્યાએ પણ ક્લાસ લીધા 1 - image

IND vs PAK Match News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ જંગમાં ભલે ટીમ ઈન્ડિયાએ મેદાન મારી લીધું હોય, પરંતુ મેદાન પર એક એવો કિસ્સો બન્યો જેણે વિજયના ઉત્સાહ વચ્ચે ગરમાવો લાવી દીધો હતો. પાકિસ્તાન સામેની 61 રનની શાનદાર જીત છતાં, કુલદીપ યાદવની એક ભૂલ પર હાર્દિક પંડ્યા અને કેપ્ટન સૂર્યા લાલઘૂમ જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયા સુપર 8માં 

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાનને હરાવીને સુપર-8માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ શાનદાર જીત વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સ્પિનર કુલદીપ યાદવ પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે.

શું હતો આખો મામલો?

મેચની 18મી ઓવર દરમિયાન આ આખી ઘટના બની હતી. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની બેટ્સમેન શાહીન આફ્રિદીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં ઘણો ઊંચો ગયો અને બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા કુલદીપ યાદવ પાસે કેચ પકડવાની સરળ તક હતી. કુલદીપ બોલની નીચે સેટ પણ થઈ ગયો હતો, પરંતુ અંતિમ ક્ષણે તેની એકાગ્રતા ભંગ થઈ અને બોલ હાથમાંથી છટકીને બાઉન્ડ્રીની બહાર જઈ પડ્યો. કેચ તો છૂટ્યો જ, પણ સાથે પાકિસ્તાનને છ રન પણ મળ્યા.

કેપ્ટન અને બોલરનો પિત્તો ગયો

આ પહેલાના જ બોલ પર વિકેટ કીપર ઈશાન કિશન પણ કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. સતત બે જીવનદાન મળતા હાર્દિક પંડ્યાનો પિત્તો ગયો હતો. મેચ પૂરી થયા બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે હાર્દિક અત્યંત આક્રમક અંદાજમાં કુલદીપને કંઈક કહી રહ્યો હતો. કેપ્ટન સૂર્યા પણ આ ફિલ્ડિંગથી ખુશ નહોતો અને તેણે પણ કુલદીપના ક્લાસ લીધા હતા. આ દરમિયાન યુવા ખેલાડી તિલક વર્મા ચિંતિત દેખાયો હતો, જ્યારે રિંકુ સિંહ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

જોકે, હાર્દિક પંડ્યાએ ત્યારબાદ તરત જ પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને તે જ ઓવરના છેલ્લા બોલ પર ઉસ્માન તારિકની વિકેટ લઈને ભારતની જીત પર મહોર મારી દીધી હતી. કુલદીપ યાદવે બોલિંગમાં તો શાનદાર પ્રદર્શન કરી 3 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ ઝડપી હતી, પરંતુ તેની ખરાબ ફિલ્ડિંગે સીનિયર ખેલાડીઓને નારાજ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.