કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન

Home » Latest Update » કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
કેનેડાના-19-વર્ષના-ખેલાડીએ-65-બોલમાં-110-રન-ફટકારી-બનાવ્યો-રેકોર્ડ!-યુવરાજ-સિંહ-સાથે-છે-ખાસ-કનેક્શન

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News

Google News

કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન 1 - image

Yuvraj Samra Century T20 World Cup Canada vs New Zealand: કેનેડાના યુવરાજ સમરાએ ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026માં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. માત્ર 19 વર્ષીય યુવરાજ સામરાએ ન્યુઝીલેન્ડના ઘાતક બોલરોની બાળકોની જેમ ધુલાઈ કરી અને 65 બોલમાં 110 રન બનાવ્યા. ડાબા હાથના આ ઓપનિંગ બેટ્સમેનએ માત્ર 58 બોલમાં પોતાની સદી પૂરી કરી. 17મી ઓવરના છેલ્લા બોલ પર જેમિસન સામે બાઉન્ડ્રી ફટકારીને પોતાના કરિયરનો મોટો મુકામ હાંસલ કર્યો.

સદી ફટકારતાની સાથે જ બનાવ્યા આ રેકોર્ડ

હવે યુવરાજ સમરા T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે, તેણે 19 વર્ષ અને 141 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં હવે તે કોઈપણ એસોસિયેટ પ્લેયરનો T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર પણ બની ચૂક્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મેચ પહેલા યુવરાજ સમરાએ ક્યારેય અડધી સદી પણ નહોતી ફટકારી. તેણે પોતાની પહેલી અડધી સદીને રેકોર્ડબ્રેક સદીમાં રૂપાંતરિત કરી દીધી.

સિક્સર કિંગ યુવરાજ સિંહના નામ પરથી રાખ્યું નામ

યુવરાજ સમરાનું નામ ભારતીય દિગ્ગજ બેટ્સમેન અને સિક્સર કિંગ યુવરાજ સિંહના નામ પર રાખવામાં આવ્યું છે. બલજીત સિંહ સામરા યુવરાજ સિંહના એટલા મોટા ચાહક હતા કે તેમણે પોતાના પુત્રનું નામ આ દિગ્ગજ ક્રિકેટરના નામ પરથી રાખી દીધું. યુવરાજ સામરા યુવરાજ સિંહને બે વાર મળી પણ ચૂક્યો છે. પહેલી વાર 2019માં જ્યારે યુવરાજ સિંહ ટોરોન્ટો નેશનલ્સ માટે રમી રહ્યો હતો, અને બીજી વાર 2025માં સુપર 60 ટુર્નામેન્ટ દરમિયાન.

આ પણ વાંચો: 90 વર્ષીય દિગ્ગજ ફિલ્મ રાઈટર સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

આ ત્યારે થયું જ્યારે બલજીત પંજાબથી કેનેડા જતા રહ્યા. તેમના પુત્ર યુવરાજ સિંહ સમરાનો જન્મ ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં થયો. આ શહેરમાં ભારતીય મૂળના નિવાસીઓની મોટી સંખ્યા છે. બલજીતે પોતાના પુત્ર યુવરાજને ખૂબ જ નાની ઉંમરમાં જ ક્રિકેટ ટ્રેનિંગ અપાવવાનું શરૂ કરી દીધુ હતું. યુવરાજ સમરાને ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (TDCA) અને બ્રેમ્પટન એન્ડ ઈટોબિકોક ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ લીગ (BEDCL)માં રમ્યા બાદ ફેબ્રુઆરી 2025માં ઝિમ્બાબ્વે સામેની લિસ્ટ-A મેચમાં કેનેડા માટે ડેબ્યૂ કર્યું હતું. એક મહિના બાદ તેને નેધરલેન્ડ્સ સામેની વનડે સીરિઝમાં કેનેડા માટે પસંદ કરવામાં આવ્યો અને ત્યારથી તેમણે પાછળ વળીને નથી જોયું. 

રનની ભૂખ સમરાને બનાવે છે ‘યુવરાજ’

એક જૂના ઈન્ટરવ્યુમાં યુવરાજ સમરાએ પોતાની બેટિંગ અંગે વાત કરતા કહ્યું હતું કે, ‘મારા માટે સૌથી ખાસ બાબત એ છે જ્યારે બોલ બેટની વચ્ચે ટકરાઈ છે. બોલનો બેટ મિડિલ કરવાનો અવાજ મને સંતોષકારક લાગે છે, જેને હું દિવસભર સાંભળી શકુ છું.’ આમ યુવરાજ સમરાની અંદર રન બનાવવાની જે ભૂખ છે તે તેને ‘યુવરાજ સિંહ’ બનાવે છે. 

Leave a Reply

Your email address will not be published.