ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં ખરાખરીનો જંગ

Home » Latest Update » ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં ખરાખરીનો જંગ
ટી20-વર્લ્ડકપ:-સુપર-8માં-આ-3-ટીમો-સામે-રમશે-ટીમ-ઈન્ડિયા,-પહેલી-મેચમાં-ખરાખરીનો-જંગ

T20 World Cup 2026: નવી દિલ્હીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગ્રૂપ-એમાં ટોચનું સ્થાન મેળવી સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. સુપર-8 સ્ટેજમાં ભારતનો સામનો ત્રણ મજબૂત ટીમો સામે થવાનો છે, જેના માટેનું સંપૂર્ણ શેડ્યૂલ અને ટીમોના આંકડાકીય રેકોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. ભારતનો પ્રથમ અને સૌથી પડકારજનક મુકાબલો 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે યોજાશે. આફ્રિકાની ટીમ હાલ પ્રચંડ ફોર્મમાં છે. જો કે બંને વચ્ચે રમાયેલા 35 મેચોમાંથી ભારતે 21માં જીત મેળવી હોવાથી આંકડાકીય રીતે ભારતનું પલડું ભારે છે.

ભારત vs ઝિમ્બાબ્વે: ચેન્નાઈમાં જંગ

ભારતનો બીજો મુકાબલો 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઝિમ્બાબ્વેએ આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને હરાવી હોવાથી ભારત તેમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 13 ટી20 મેચ રમાઈ છે, જેમાંથી ભારત 10 અને ઝિમ્બાબ્વે 3 મેચ જીત્યું છે. 

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાયો, 67 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પહેલીવાર ફાઈનલમાં

ભારત vs વેસ્ટ ઈન્ડીઝ: સુપર-8નો ફાઈનલ જંગ

ત્યારબાદ સુપર-8ના અંતિમ મુકાબલામાં ભારતનો સામનો બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઈન્ડીઝ સામે થશે. વેસ્ટ ઈન્ડીઝે આ વખતે બેટિંગ અને બોલિંગ બંનેમાં દમદાર દેખાવ કર્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેના 30 મેચના ઇતિહાસમાં ભારતે 19 અને વેસ્ટ ઈન્ડીઝે 10 મેચોમાં જીત હાંસલ કરી છે.

ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં ખરાખરીનો જંગ 2 - image

Leave a Reply

Your email address will not be published.