રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાયો, 67 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પહેલીવાર ફાઈનલમાં

Home » Latest Update » રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચાયો, 67 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પહેલીવાર ફાઈનલમાં
રણજી-ટ્રોફીમાં-ઈતિહાસ-રચાયો,-67-વર્ષ-પછી-જમ્મુ-કાશ્મીર-પહેલીવાર-ફાઈનલમાં

Jammu & Kashmir reach Ranji Trophy Final : ભારતીય ઘરેલુ ક્રિકેટમાં જમ્મુ-કાશ્મીરે ઈતિહાસ રચીને સૌને ચોંકાવી દીધા છે. 1959-60માં પ્રથમવાર રણજી ટ્રોફી રમનાર આ ટીમે 67વર્ષના લાંબા સમય બાદ પ્રથમવાર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઈનલમાં બે વખતની ચેમ્પિયન બંગાળને 6 વિકેટે હરાવીને જમ્મુ-કાશ્મીરે ક્રિકેટ જગતમાં નવો અધ્યાય લખ્યો છે.

આકિબ નબીની ઘાતક બોલિંગ

આ મેચના અસલી હીરો ઝડપી બોલર આકિબ નબી રહ્યા હતા. તેમણે આખી મેચમાં કુલ 9 વિકેટ ઝડપીને બંગાળની કમર તોડી નાખી હતી. બીજી ઈનિંગમાં બંગાળની ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે જમ્મુ-કાશ્મીરને જીતવા માટે 126 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો.

ચોથા દિવસે સંયમિત બેટિંગ

126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચોથા દિવસે જમ્મુ-કાશ્મીરે થોડી વિકેટો વહેલી ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ વંશજ શર્મા (43*) અને અબ્દુલ સમદ (30*) એ મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 55 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. અબ્દુલ સમદે આક્રમક અંદાજમાં મેચ પૂરી કરી હતી અને જમ્મુ-કાશ્મીરે 34.4 ઓવરમાં 126/4 રન બનાવીને ઐતિહાસિક જીત મેળવી હતી.

ટૂંકો સ્કોર:

બંગાળ: 328 અને 99

જમ્મુ-કાશ્મીર: 302 અને 126/4

આ જીત જમ્મુ-કાશ્મીર માટે માત્ર એક મેચ નથી, પરંતુ વર્ષોની મહેનત અને ધીરજનું પરિણામ છે. 2013-14 સીઝનમાં નોકઆઉટમાં પહોંચ્યા બાદ આ વખતે ટીમે ફાઈનલ સુધી પહોંચીને પોતાની તાકાત સાબિત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.