T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી પાક્કી! ઑસ્ટ્રેલિયા બહાર થયા બાદ જાણો સમીકરણ

Home » Latest Update » T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી પાક્કી! ઑસ્ટ્રેલિયા બહાર થયા બાદ જાણો સમીકરણ
t20-વર્લ્ડ-કપની-સેમિફાઈનલમાં-ભારતની-એન્ટ્રી-પાક્કી!-ઑસ્ટ્રેલિયા-બહાર-થયા-બાદ-જાણો-સમીકરણ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી પાક્કી! ઑસ્ટ્રેલિયા બહાર થયા બાદ જાણો સમીકરણ 1 - image

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડતા ઑસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો હતો. શ્રીલંકાના કેન્ડી સ્ટેડિયમમાં સતત ભારે વરસાદ પડવાના કારણે ઝિમ્બાબ્વે-આયર્લેન્ડની મેચ ટોસ વગર જ રદ થઈ ગઈ હતી, જેના કારણે ઝિમ્બાબ્વે સીધી જ સુપર-8માં પહોંચી ગઈ છે અને આયર્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. કુદરતનો કરિશ્મા અને આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે વરસાદને કારણે વહેંચાયેલા પોઈન્ટે T20 વર્લ્ડ કપ 2026ના સમીકરણોને સંપૂર્ણપણે ઉલટ-પુલટ કરી દીધા છે. પલ્લેકેલેના મેદાન પર પડેલા વરસાદે જ્યાં ઝિમ્બાબ્વેને જશ્નની તક આપી, તો બીજી તરફ 2021 વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ સાથે, ટીમ ઈન્ડિયાની રાહ હવે સ્પષ્ટ દેખાઇ રહી છે. 

વરસાદના કારણે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ

આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચને નોકઆઉટ મેચની જેમ જોવામાં આવી રહી હતી. વરસાદને કારણે મેચ રદ થયા બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો. આ એક પોઈન્ટથી ઝિમ્બાબ્વેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા, જે ઓસ્ટ્રેલિયાની પહોંચની બહાર છે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘાતક અંદાજની વિપરીત પ્રદર્શન કર્યું, હવે તે સત્તાવાર રીતે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ક્રિકેટ નિષ્ણાતો માટે આ એક મોટો ઝટકો છે કે કાંગારુની ટીમ અંતિમ ચારમાં પણ સ્થાન મેળવી ન શકી. 

T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી લગભગ પાક્કી

ગ્રૂપ-A માં પોતાનો દબદબો જાળવી રાખ્યા બાદ હવે ભારતીય ટીમ સુપર-8 ના આગામી રાઉન્ડ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે. ગ્રૂપના સમીકરણ હવે ભારતના પક્ષમાં ઝૂકતા દેખાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમ બહાર થવાથી સૂર્યકુમાર યાદવની ‘બ્લુ આર્મી’ પરથી એક મોટું માનસિક દબાણ દૂર થઈ ગયું છે. વર્તમાન ફોર્મને જોતાં ભારતનું સેમિફાઈનલમાં પહોંચવું હવે માત્ર ઔપચારિકતા લાગી રહી છે. ત્રીજી ટીમ દક્ષિણ આફ્રિકા છે જે ભારતને થોડી ટક્કર આપવાની સ્થિતિમાં છે. બંને ટીમો 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ટકરાશે.

વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વે: ભારત માટે સરળ પડકાર?

સુપર-8 મેચોમાં ભારત 1 માર્ચે વેસ્ટ ઈન્ડીઝ અને તે પહેલા 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે ટકરાશે. જોકે, વેસ્ટ ઈન્ડીઝ T20 ફોર્મેટમાં ખતરનાક હોય છે, પરંતુ ભારતીય સ્પિનરોનું વર્તમાન ફોર્મ તેમના પાવર-હિટર્સ પર ભારે પડી શકે છે. બીજી તરફ ઝિમ્બાબ્વેએ સુપર-8 માં સ્થાન મેળવીને બધાને ચોંકાવી દીધા છે, પરંતુ ભારતીય બેટિંગની ઊંડાઈ અને સચોટ બોલિંગ આક્રમણ સામે ઝિમ્બાબ્વેને હરાવવું ભારત માટે વધુ મુશ્કેલ ન હોવું જોઈએ.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ સુપર-8માં એન્ટ્રી મારી, ઓસ્ટ્રેલિયા બહાર

ભારતીય ચાહકો માટે આ જશ્નનો સમય છે, કારણ કે, ટીમ ઈન્ડિયા જે લયમાં છે તેને જોતા વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વેનો પડકાર પાર કરવો સરળ લાગી રહ્યું છે. વરસાદે ભલે ઓસ્ટ્રેલિયાનું દિલ તોડ્યું હોય, પરંતુ તેણે કરોડો ભારતીયોની આશાને નવી ઉડાન આપી છે. હવે એ જોવા જેવું રહેશે કે શું ટીમ ઈન્ડિયા આ તકનો ફાયદો ઉઠાવીને સતત બીજી વખત ICC ટ્રોફી જીતી શકશે ક નહીં.

Leave a Reply

Your email address will not be published.