VIDEO: શુભમન ગિલે બોલિવૂડ સોન્ગ પર કર્યો ડાન્સ, મિત્રના લગ્નમાં ક્રિકેટરનો અલગ અંદાજ

Home » Latest Update » VIDEO: શુભમન ગિલે બોલિવૂડ સોન્ગ પર કર્યો ડાન્સ, મિત્રના લગ્નમાં ક્રિકેટરનો અલગ અંદાજ
video:-શુભમન-ગિલે-બોલિવૂડ-સોન્ગ-પર-કર્યો-ડાન્સ,-મિત્રના-લગ્નમાં-ક્રિકેટરનો-અલગ-અંદાજ

Shubman Gill Dance Video: ટીમ ઈન્ડિયાના સ્ટાર શુભમન ગિલ T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે કઝિનના લગ્નમાં ડાન્સ કરતો જોવા મળ્યો છે. શુભમન ગિલને ભારતની T20 ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે તે ગ્લોબલ ટુર્નામેન્ટનો હિસ્સો નથી. તે પંજાબમાં પોતાના પરિવાર સાથે કઝિન વરનૂર બરાડના લગ્નના રિસેપ્શનમાં સામેલ થયો હતો. શુભમન ગિલ સેલિબ્રેશન દરમિયાન પોતાના ડાન્સ મૂવ્સ દેખાડતો જોવા મળ્યો હતો.

કઝિનના લગ્નમાં ક્રિકેટરનો અલગ અંદાજ

સ્ટાર ક્રિકેટરે પરંપરાગત પોશાક પહેર્યો હતો, જેમાં તેણે મરૂન કુર્તો પહેર્યો હતો. તે બોલિવૂડના કેટલાક હિટ સંગીત પર ઠુમકા લગાવતો જોવા મળ્યો હતો અને સેરેમનીમાં હાજર તમામ લોકો સાથે મસ્તી કરતો નજર આવ્યો. વીડિયોમાં તે દુલ્હન સાથે પણ ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. મેદાનની બહારના ફંક્શન દરમિયાન ગિલ અલગ જ અંદાજમાં જોવા મળ્યો, જ્યાં તેણે પોતાના ડાન્સ મૂવ્સથી સેલિબ્રેશનને વધુ શાનદાર બનાવી દીધું.  

આ પણ વાંચો: ભારત સામે હાર બાદ PCB અધ્યક્ષ મોહસિન નકવીનો પિત્તો ગયો, ટીમને આપી દીધી વોર્નિંગ

હવે મેદાન પર ક્યારે દેખાશે ગિલ?

હવે મેદાન પર શુભમન ગિલ IPL 2026માં જોવા મળશે, જે T20 વર્લ્ડ કપ 2026 ખતમ થયા બાદ તરત જ શરૂ થશે. તે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે અને IPL 2026ના ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીએ તેને રિટેન કર્યો હતો. તે આગામી IPL સીઝનમાં સારું પ્રદર્શન કરીને T20 ઈન્ટરનેશનલ ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે કટિબદ્ધ રહેશે. ગિલે IPL 2025ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 15 મેચોમાં 50.00ની એવરેજ અને 155.87ના સ્ટ્રાઈક રેટથી 650 રન બનાવ્યા હતા, જેમાં છ અડધી સદી સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.