પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ શિવમ દુબેનો ધડાકો! કેપ્ટન અને કોચે બનાવ્યો હતો ‘સ્પેશિયલ પ્લાન’!

Home » Latest Update » પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ શિવમ દુબેનો ધડાકો! કેપ્ટન અને કોચે બનાવ્યો હતો ‘સ્પેશિયલ પ્લાન’!
પ્લેયર-ઓફ-ધ-મેચ-બન્યા-બાદ-શિવમ-દુબેનો-ધડાકો!-કેપ્ટન-અને-કોચે-બનાવ્યો-હતો-‘સ્પેશિયલ-પ્લાન’!

પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ શિવમ દુબેનો ધડાકો! કેપ્ટન અને કોચે બનાવ્યો હતો ‘સ્પેશિયલ પ્લાન’!

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News

Google News

પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ શિવમ દુબેનો ધડાકો! કેપ્ટન અને કોચે બનાવ્યો હતો 'સ્પેશિયલ પ્લાન'! 1 - image

T20 World Cup : નેધરલેન્ડ્સ સામે ટી20 વર્લ્ડ કપ 2026ના 36મા મુકાબલામાં 17 રને વિજય મેળવ્યો છે. બેટિંગમાં 66 રન અને બોલિંગમાં 2 વિકેટ ઝડપનાર શિવમ દુબેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ દુબેએ ખુલાસો કર્યો કે કેપ્ટન અને કોચે તેને મિડલ ઓવરોમાં આવતાની સાથે જ સ્ટ્રાઈક રેટ ઊંચો રાખવાની સૂચના આપી હતી. ભારતે શિવમ દુબેની અડધી સદીની મદદથી 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી.

પિચ અને દબાણ પર શિવમ દુબેનું નિવેદન

‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા બાદ શિવમ દુબેએ કહ્યું, “વિકેટ થોડી મુશ્કેલ હતી, પરંતુ આ એવી સ્થિતિ છે જેમાં મને બેટિંગ કરવી ગમે છે અને હું તેનો આનંદ માણી રહ્યો હતો. ક્યારેક દબાણ પણ હતું, ખાસ કરીને ઓફ-સ્પિનરે મને સારી બોલિંગ કરી. ચાર ડોટ બોલ ગયા અને તે ઓવર બોલરના પક્ષમાં રહી, પરંતુ મને ખબર હતી કે હું પાછળથી તેની ભરપાઈ કરી લઈશ.”

બોલ સ્કીડ થઇ રહ્યો હતો

દુબેએ વધુમાં ઉમેર્યું, “બોલ સ્કીડ થઈ રહ્યો હતો અને નીચો પણ રહી રહ્યો હતો. તે સમયે મારા માટે એ સમજવું જરૂરી હતું કે, હું હિટ કરી શકું છું, પરંતુ મેચની સ્થિતિ કંઈક અલગ માંગતી હતી, તેથી તે મુજબ રમવું પડ્યું. મને સિક્સર મારવી ગમે છે, પરંતુ જ્યારે બોલર સારો હોય ત્યારે પરિસ્થિતિ મુજબ બાઉન્ડ્રી મારવા માટે તૈયાર રહેવું પડે છે.”

બોલરોની રણનીતિ સામે ખાસ તૈયારી

દુબેએ પોતાની રણનીતિ વિશે જણાવ્યું કે, “મેં પહેલેથી જ એવી તૈયારી કરી હતી કારણ કે મને ખબર છે કે બોલરો મને બ્લોક કરવાનો પ્રયાસ કરશે. તેઓ યોર્કર કે લેન્થ બોલ નહીં નાખે, પરંતુ શોર્ટ અને સ્લોઅર બોલ નાખશે. તેથી હું તેની જ રાહ જોઈ રહ્યો હતો.”

બોલિંગમાં સુધારો

દુબેએ આ મેચમાં 3 ઓવરમાં 35 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. પોતાની બોલિંગ વિશે તેણે કહ્યું “હું મારી બોલિંગ પર ઘણી મહેનત કરી રહ્યો છું અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. આ ટી20 ગેમ છે, ક્યારેક તમે રન ફટકારશો તો ક્યારેક રન આપવા પણ પડશે, પરંતુ સાથે વિકેટ પણ મળશે.”

Leave a Reply

Your email address will not be published.