Updated: Feb 18th, 2026
GS TEAM

Abhishek Sharma 5 Ducks In 7 Matches Record : ભારતીય ટીમના બેટર અભિષેક શર્માએ નેધરલેન્ડ સામે સારુ પ્રદર્શન રહ્યું ન હતું. T20 ઈન્ટરનેશલનમાં વર્લ્ડ નંબર 1 અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં અત્યારસુધી ખાતુ ખોલ્યું નથી. અમેરિકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે પણ અભિષેક શર્મા સુપર ફ્લોપ શૉ રમીને પેવેલિયન પરત ફર્યો છે. જેમાં છેલ્લી 7 મેચમાં અભિષેક શર્મા 5 વખત ઝીરો પર આઉટ થયો છે.
વર્લ્ડ નંબર 1 અભિષેક શર્માનો સુપર ફ્લોપ શો
અભિષેકે T20 વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન તરીકે આશિષ નેહરાના રેકોર્ડની બરાબરી કરી છે. બંને ખેલાડીઓ ત્રણ-ત્રણ વખત કોઈ રન બનાવ્યા વિના આઉટ થયા છે. આ બે બેટર ઉપરાંત શૂન્યમાં સૌથી વધુ આઉટ થનારા ભારતીય બેટરની યાદીમાં શિવમ દુબે, ગૌતમ ગંભીર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને અક્ષર પટેલનો પણ સમાવેશ થાય છે.
ગત 7 મેચોમાં 5 વખત ઝીરો પર થયો આઉટ
ઓપનર અભિષેક શર્મા ખરાબ પ્રદર્શનના હોવા છતાં ICC મેન્સ T20 રેન્કિંગમાં ટોપ પર છે. અભિષેક શર્માએ છેલ્લા 18 મહિનામાં પોતાના આ ફોર્મેટનો ખતરનાક ખેલાડી સાબિત કર્યો છે. પરંતુ ઘરેલુ મેદાન પર રમાઈ રહેલી ICC મેચમાં સારુ પ્રદર્શન બતાવવામાં અક્ષમ રહ્યો છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવ્યું સામે
અભિષેક શર્માને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થનારા ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. શર્મા 2026માં પાંચ વખત ઝરો પર આઉટ થયો છે. જો તે વધુ એક વખત આઉટ થશે, તો તે પાકિસ્તાનના ઓપનર સાઈમ આયુબના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ઝીરો પર આઉટ થવાના રેકોર્ડની બરાબરી કરશે.

Leave a Reply