T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવ્યું સામે

Home » Latest Update » T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવ્યું સામે
t20-વર્લ્ડ-કપ-2026ની-સુપર-8માં-પાકિસ્તાનની-એન્ટ્રી,-ટીમ-ઈન્ડિયાનું-શેડ્યૂલ-આવ્યું-સામે

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવ્યું સામે 1 - image

T20 World Cup 2026: કોલંબોમાં સિહંલીજ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં પાકિસ્તાને નામીબિયાને 102 રનથી હરાવી સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. પાકિસ્તાને પહેલા બેટિંગનો નિર્ણય કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 199 રન બનાવ્યા હતા. જેનો સામનો કરવા ઉતરેલી ટીમ નામીબિયાની પારી 17.3 ઓવરમાં 97 રન પર સમેટાઇ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને અણનમ 100 રન જડ્યા હતા તો બોલિંગમાં ઉસ્માન તારિકે 4 અને શાદાબ ખાને 3 વિકેટ ચટકાવી હતી.

પાકિસ્તાન માટે કરો યા મરોનો મુકાબલો હતો

ટી20 વર્લ્ડ કપમાં સુપર 8 મુકાબલામાં બે ગ્રુપ હોય છે બંને ગ્રુપમાં ચાર ચાર ટીમો હોય છે. ભારતે પાકિસ્તાનને હરાવી પહેલાથી સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. પાકિસ્તાન માટે આજનો નામીબિયા સામેનો મુકાબલો કરો યા મારો જેવી સ્થિતિનો હતો જેમાં પાકિસ્તાને નામીબિયાને હરાવતા હવે તે પણ સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.

ટી20 વર્લ્ડ કપ સુપર 8 ગ્રુપ 1

-ભારત

-ઝિમ્બાબ્વે

-વેસ્ટ ઇન્ડીઝ

-દક્ષિણ આફ્રિકા

ટી20 વર્લ્ડ કપ સુપર 8 ગ્રુપ 2

-ઇંગ્લેન્ડ

-ન્યૂઝીલેન્ડ

-પાકિસ્તાન

-શ્રીલંકા

T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવ્યું સામે 2 - image

સુપર 8માં ભારતનો પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  છે. ભારત 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં બીજો મુકાબલો ઝિમ્બાબ્વે તો 1 માર્ચે કોલકાતામાં ત્રીજો મુકાબલો વેસ્ટ ઇન્ડીઝ સામે રમશે. શનિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર 8 રાઉન્ડની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. 

આ પણ વાંચો: IND vs NED Live: સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો અભિષેક શર્મા, આર્યને કર્યો બોલ્ડ, ભારતની પહેલી વિકેટ પડી

સુપર 8 બાદ ટુર્નામેન્ટનો નોક આઉટ એટલે કે સેમિ ફાઈનલ મુકાબલો થશે. જેમાં ચાર ટીમો (બંને ગ્રુપમાં 2-2 જે ટોચમાં હશે તે) એન્ટ્રી કરશે. ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ 4 અને 5 માર્ચના રોજ યોજાશે. અને 8 માર્ચે ફાઈનલ રમાશે. ફાઈનલ મુકાબલો ક્યાં રમાશે તેનો નિર્ણય પાકિસ્તાની ટીમ પર નિર્ભર રહેશે. કારણ કે જો પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચશે તો મેચ કોલંબોમાં રમાશે નહીંતર અમદાવાદમાં ફાઈનલ યોજાશે. સેમિફાઈનલ અને ફાઈનલ બંને મેચો માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.