વિરાટ-સૂર્યાનો રેકોર્ડ તોડ્યો ઝિમ્બાબ્વેના ‘સિકંદરે’, T20Iમાં સૌથી વધુ POTM જીતવાથી એક કદમ દૂર

Home » Latest Update » વિરાટ-સૂર્યાનો રેકોર્ડ તોડ્યો ઝિમ્બાબ્વેના ‘સિકંદરે’, T20Iમાં સૌથી વધુ POTM જીતવાથી એક કદમ દૂર
વિરાટ-સૂર્યાનો-રેકોર્ડ-તોડ્યો-ઝિમ્બાબ્વેના-‘સિકંદરે’,-t20iમાં-સૌથી-વધુ-potm-જીતવાથી-એક-કદમ-દૂર

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News

Google News

વિરાટ-સૂર્યાનો રેકોર્ડ તોડ્યો ઝિમ્બાબ્વેના 'સિકંદરે', T20Iમાં સૌથી વધુ POTM જીતવાથી એક કદમ દૂર 1 - image

Sikandar Raza Creates History in T20I: ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ વધુ એક વખત સાબિત કરી દીધું છે કે શા માટે તે વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાય છે. શ્રીલંકા સામેની જીત સાથે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચવાની તૈયારી કરી લીધી છે.

ઝિમ્બાબ્વે શાનદાર ફોર્મમાં 

T20 વર્લ્ડ કપ 2026 માં ઝિમ્બાબ્વેની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા બાદ હવે શ્રીલંકાને હરાવીને ઝિમ્બાબ્વેએ સુપર-8 માં પ્રવેશ કરી લીધો છે. આ ઐતિહાસિક જીતનો હીરો કેપ્ટન સિકંદર રઝા રહ્યો હતો, જેણે શ્રીલંકા સામે 179 રનના લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર 26 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની આ મેચ વિનિંગ ઇનિંગ બદલ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ (POTM) જાહેર કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ રેકોર્ડની એકદમ નજીક

સિકંદર રઝાના નામે હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 19 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ થઈ ગયા છે. આ સાથે જ તે આ લિસ્ટમાં બીજા ક્રમે પહોંચી ગયો છે.

વીરનદીપ સિંહ (મલેશિયા): 22 એવોર્ડ સાથે પ્રથમ સ્થાને છે.

સિકંદર રઝા (ઝિમ્બાબ્વે): 130 મેચમાં 19 એવોર્ડ સાથે બીજા સ્થાને.

સૂર્યકુમાર યાદવ (ભારત): 17 એવોર્ડ સાથે ત્રીજા સ્થાને.

વિરાટ કોહલી (ભારત): 16 એવોર્ડ સાથે ચોથા સ્થાને.

સૂર્યા અને કોહલી પાછળ છૂટ્યા

ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી (16 એવોર્ડ) અને વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ (17 એવોર્ડ) હવે રઝા કરતા પાછળ છે. સૂર્યકુમારે તાજેતરમાં જ USA સામેની મેચમાં 84 રન બનાવીને પોતાનો 17મો એવોર્ડ જીત્યો હતો, પરંતુ રઝાની સાતત્યપૂર્ણ રમત તેને વર્લ્ડ રેકોર્ડ તરફ લઈ જઈ રહી છે.

ઝિમ્બાબ્વેનો ઉલટફેર

સિકંદર રઝાની શાનદાર બેટિંગને કારણે ઝિમ્બાબ્વેની ટીમે શ્રીલંકા સામેનો મેચ 3 બોલ બાકી હતા ત્યારે 4 વિકેટ ગુમાવીને જીતી લીધો હતો. ટુર્નામેન્ટમાં જે રીતે ઝિમ્બાબ્વે પ્રદર્શન કરી રહ્યું છે તે જોતા સિકંદર રઝા ટૂંક સમયમાં મલેશિયાના વીરનદીપ સિંહનો 22 એવોર્ડનો રેકોર્ડ તોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.