Updated: Feb 19th, 2026
GS TEAM

Shamar Joseph 4 wickets 4 Catches : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે ગુરુવારે(19 ફેબ્રુઆરી)એ કોલકાતાના ઈડન ગોર્ડન્સમાં રમાયેલી મેચમાં ઈટાલીને 42 રનથી હરાવ્યું છે. આમ, વેસ્ટ ઈન્ડિઝની આ ચોથી જીત છે. ઈટલીની ટીમ T20 વર્લ્ડ કપમાં પહેલી વખત રમવા ઉતરી હતી, જેમાં તેણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે સારું એવું પ્રદર્શન કર્યું. જેમાં T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર કોઈ ખેલાડીએ 4 કેચ અને 4 વિકેટ લીધી હોવાનું સામે આવ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રચ્યો ઈતિહાસ
ઈટલીએ શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું. જેમાં પાવરપ્લેમાં જ બ્રેડન કિંગ અને શિમરૉન હેટમાયરને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝને પાછળ ધકેલી દીધું હતું. આ પછી કેપ્ટન શાઈ હોપે જવાબદારી સંભાળી. તેમણે 46 બોલમાં 74 કર્યા અને ટીમની ઈનિંગ્સને સંભાળી રાખી હતી. આ દરમિયાન વિકેટ પડતી રહી પરંતુ હોપે અંત સુધી ટકીને ટીમને 165 રન સુધી પહોંચાડી. જ્યારે ઈટલી તરફથી ક્રિશન કાલુગામાગે(2/25) અને કેપ્ટન બેન મેનેન્ટી(2/37)ની બોલિંગના કારણે ઈસ્ટઈન્ડીઝ સારો સ્કોર કરી ન શક્યું.
165 રનના ટાર્ગેટ સામે ઈટલીએ આક્રમક શરૂઆત કરી હતી. જેમાં મોસ્કા બ્રદર્સે ઝડપી રન કરવાની કોશિશ કરી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરે મેચનું વલણ બદલી નાખ્યું. ફાસ્ટ બોલર શમર જોસેફે 30 રન આપીને 4 વિકેટ લીધી. જ્યારે ફાસ્ટ બોલર મેથ્યુ ફોર્ડે 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ બંનેએ સાથે મળીને ઈટલીની આશા પર પાણી ફેરવી દીધું હતું. જેમાં ઈટલી આખી ટીમ 18મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20 ઈન્ટરનેશનલમાં 4 કેચ અને 4 વિકેટ લેનાર પહેલો ખેલાડી
શમર જોસેફે ફિલ્ડિંગમાં પણ સારું એવું પ્રદર્શન કર્યું અને 4 કેચ કર્યા હતા. આમ, જોસેફ T20 ઈન્ટરનેશનલમાં ચાર વિકેટ અને ચાર કેચ કરનાર પહેલો ખેલાડી બની ગયો છે. T20 ફોર્મેટમાં 4 વિકેટ લેવી એ મોટી વાત છે. આ સાથે 4 કેચ કરવા એ દુર્લભ છે.
આ પણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટરની ચેટ લીક! બીજા લગ્ન બાદ પહેલી પત્નીએ પોલ ખોલી, પ્રેગ્નેન્સી દરમિયાન પણ બતાવી નિર્દયતા
T20 વર્લ્ડકપ મેચમાં સૌથી વધુ કેચ (વિકેટ કીપર સિવાય)
4- ડેરેન સેમી (વેસ્ટ ઈન્ડિઝ) વિરુદ્ધ આયરલેન્ડ, પ્રોવિડેન્સ, 2010
4- એડન માર્કરામ (સાઉથ આફ્રિકા) વિરુદ્ધ બાંગ્લાદેશ, ન્યૂયોર્ક, 2024
4- ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ નામિબિયા, નોર્થ સાઉન્ડ, 2024
4- જ્યોર્જ મુન્સી (સ્કોટલેન્ડ) વિરુદ્ધ ઈટલી, કોલકાતા, 2026
4- શમર જોસેફ (વેસ્ટ ઈન્ડિઝ) વિરુદ્ધ ઈટલી, કોલકાતા, 2026
સતત ચાર જીતની સાથે વેસ્ટ ઈન્ડિઝ સુપર-8માં પહોંચી છે. ટીમની બેટિંગ અને ફાસ્ટ બોલિંગ બંને લયબદ્ધ જોવા મળે છે.

Leave a Reply