દિવસે ઈલેક્ટ્રિશિયન અને રાત્રે ક્રિકેટ રમતો… T20 વર્લ્ડ કપમાં છવાયો પાકિસ્તાની મૂળનો ક્રિકેટર

Home » Latest Update » દિવસે ઈલેક્ટ્રિશિયન અને રાત્રે ક્રિકેટ રમતો… T20 વર્લ્ડ કપમાં છવાયો પાકિસ્તાની મૂળનો ક્રિકેટર
દિવસે-ઈલેક્ટ્રિશિયન-અને-રાત્રે-ક્રિકેટ-રમતો…-t20-વર્લ્ડ-કપમાં-છવાયો-પાકિસ્તાની-મૂળનો-ક્રિકેટર

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News

Google News

Muhammad Jawadullah

UAE Cricketer Muhammad Jawadullah: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સંયુક્ત અરબ અમીરાત(UAE)નું પ્રદર્શન બહુ ખાસ ન રહ્યું. UAEની ચારમાંથી ત્રણ મેચમાં હાર થઈ છે અને તે સુપર-8માં પોતાની જગ્યા બનાવી શકી નથી. જેમાં UAEને એકમાત્ર કેનાડા સામે જીત મળી છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની મૂળનો UAEનો ફાસ્ટ બોલર મુહમ્મદ જવાદુલ્લાહની કહાણી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે સંઘર્ષ અને મહેનતથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના ઓળખ બનાવી છે. 

કેનેડા સામેની મેચમાં UAEએ 5 વિકેટથી જીત મેળવી હતી. જેમાં જવાદુલ્લાહે ચાર ઓવર બોલિંગ કરીને માત્ર 16 રન આપ્યા હતા અને તેણે એક વિકેટ લીધી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેહરી ઝોલાગ્રામ ગામમાં બાળપણ વિતાવેલા જવાદુલ્લાહ પાસે શરૂઆતમાં ક્રિકેટની કોઈ વિશેષ સુવિધા ન હતી. જેમાં ગામમાં મેદાનનો અભાવ, કોઈ સારા કોચ નહીં. ટીવી પર પાકિસ્તાનના ખેલાડીને રમતા જોઈને જવાદુલ્લાહે ક્રિકેટર બનાવનું સપનુ જોયુ હતું.  

દિવસે ઈલેક્ટ્રિશિયન અને રાત્રે ક્રિકેટ રમતો… 

જવાદુલ્લાહે શરૂઆત ટેપ બોલ ક્રિકેટથી કરી હતી અને સ્થાનિક સ્તરે ઓળખ મેળવી હતી. જોકે, પરિવારની પ્રાથમિકતા શિક્ષણની હતી. જવાદુલ્લાહના પિતા ઈચ્છતા હતા કે, તેમનો દીકરો એક કાયમી નોકરી કરે. જવાદુલ્લાહે ઈલેક્ટ્રિકલ સ્ટડીઝમાં ડિપ્લોમા કર્યું અને નોકરીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં તે વર્ષ 2020માં UAEમાં ગયો હતો. જ્યાં જવાદુલ્લાહે ઈલેક્ટ્રિશિયનની નોકરી હતી. જેમાં તે દિવસે નોકરી અને રાત્રે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો. જેમાં વર્ષ 2022માં અમીરાત ક્રિકેટ બોર્ડ(ECB) દ્વારા આયોજિત ફાસ્ટ બોલિંગ ટ્રાયલમાં જવાદુલ્લાહે ભાગ લીધો અને પસંદગી પામતા રાષ્ટ્રીય ટીમમાં ટ્રેનિંગ કેમ્પનો ભાગ બન્યો હતો. આ પછી તેને ઈન્ટરનેશનલ લીગ T20માં શારજાહ વોરિયર્સ તરફથી રમવાનો મોકો મળ્યો, જેમાં જવાદુલ્લાહે શાનદાર પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો: VIDEO: અંદરોઅંદર બાખડ્યાં પાકિસ્તાની ક્રિકેટર્સ, હવે શાહિદ આફરીદી શાદાબ પર થયો લાલઘૂમ

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઉમદા પ્રદર્શન

ફેબ્રુઆરી 2023માં, જવાદુલ્લાહે અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેણે અત્યાર સુધીમાં 13 ODI અને 41 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં UAEનું પ્રતિનિધિત્વ કર્યું છે. ODIમાં, જવાદુલ્લાહે 43ની સરેરાશથી 13 વિકેટ લીધી છે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 19.93 ની સરેરાશથી 60 વિકેટ લીધી છે. જવાદુલ્લાહે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ત્રણ વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે. ઘૂંટણ અને જાંઘની ઈજાઓને કારણે તેને 2024માં લાંબા સમય સુધી મેદાનથી બહાર રહેવું પડ્યું હતું.

26 વર્ષીય જવાદુલ્લાહની બોલિંગ એક્શન થોડી અલગ છે, જેના કારણે તેના શરીર પર વધુ દબાણ પડે છે. જવાદુલ્લાહ પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમ અને મોહમ્મદ આમિરને પોતાના આદર્શ માને છે. 

Leave a Reply

Your email address will not be published.