VIDEO: ‘ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!’, સૂર્યા બ્રિગેડની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કરી વિવાદાસ્પદ ભવિષ્યવાણી

Home » Latest Update » VIDEO: ‘ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!’, સૂર્યા બ્રિગેડની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કરી વિવાદાસ્પદ ભવિષ્યવાણી
video:-‘ભારત-સેમીફાઇનલમાં-નહીં-પહોંચે!’,-સૂર્યા-બ્રિગેડની-ઈર્ષ્યા-કરતા-પાકિસ્તાની-ક્રિકેટરે-કરી-વિવાદાસ્પદ-ભવિષ્યવાણી

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News

Google News

T20 World Cup

Mohammad Amir Prediction : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે વિવાદાસ્પદ ભવિષ્યવાણી કરી છે. તાજેતરમાં આમિરે ભારતીય ટીમના સલામી બેટર અભિષેક શર્માને સ્લોગર ગણાવ્યો હતો. આમિરનું માનવું છે કે, અભિષેક માત્ર બેટ ફેરવે છે. અભિષેકનો દિવસ હોવાથી તે મોટી ઈનિંગ્સ રમી શકે છે, પરંતુ ટેક્નિકલ તરકે વધુ મજબૂત થવાની જરૂર છે. સૂર્યા બ્રિગેડની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, ‘ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!’

સૂર્યા બ્રિગેડની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કરી વિવાદાસ્પદ ભવિષ્યવાણી

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધીમાં હાલની ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં નેધરલેન્ડ્સને હરાવીને ભારતે ચોથી જીત મેળવી છે અને ટોપ પર રહીને સુપર-8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર કેટલીક મેચોમાં સંઘર્ષ કરી રહ્યો છે. અભિષેક શર્મા હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી અને ત્રણ વખત શૂન્યથી આઉટ થયો છે. મધ્યમ ક્રમ પણ અપેક્ષિત સાતત્ય દર્શાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ પ્રદર્શનના આધારે, આમિરે કહ્યું કે ભારતની બેટિંગ દબાણમાં તૂટી શકે છે.

‘ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!’

મોહમ્મદ આમિરે આખી ભારતીય ટીમના બેટર પર સવાલો ઉઠાવ્યા છે. ‘હારના મના હે’ શૉમાં વાતચીત દરમિયાન આમિરે કહ્યું કે, ‘સુપર-8 તબક્કામાં મેચ વધુ મુશ્કેલ થશે. જે પ્રમાણે સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝ રમી રહ્યું છે, તે કોઈપણ ટીમ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.’ જ્યારે ગ્રુપ-1માં સેમીફાઈનલમાં પહોંચનારી ટીમના નામ પૂછ્યા તો આમિરે સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝનું નામ લીધું હતું, જ્યારે ભારત બહાર રહેશે તેમ જણાવ્યું હતું. 

મોહમ્મદ આમિરે કહ્યું, ‘જો તમે પાકિસ્તાન સામેની મેચ જુઓ તો, બાકીની બધી મેચોમાં તેમની બેટિંગ સારી રહી નથી. સુપર-8 મેચોમાં દબાણ વધુ વધશે. સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝ જે રીતે રમી રહ્યું છે, તે કોઈપણ ટીમને હરાવી શકે છે.’

આ પણ વાંચો: દિવસે ઈલેક્ટ્રિશિયન અને રાત્રે ક્રિકેટ રમતો… T20 વર્લ્ડ કપમાં છવાયો પાકિસ્તાની મૂળનો ક્રિકેટર

સાઉથ આફ્રિકા સામે ભારતની મેચ

ભારત 22મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે સુપર-8 અભિયાન શરૂ કરશે. ત્યારબાદ 26મી ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં સિકંદર રઝાના નેતૃત્વ હેઠળ ઝિમ્બાબ્વે સામે મેચ રમશે. ભારતનો અંતિમ સુપર-8 મુકાબલો 1 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટઈન્ડીઝ સામે રમાશે.

બીજા ગ્રુપમાં, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા બે સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવવા ટકરાશે. જેમાં મોહમ્મદ આમિર ગ્રુપ-2 માંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને છેલ્લા ચારમાં પહોંચવા માટે ફેવરિટ ગણાવ્યા છે. સુપર-8 તબક્કાની શરૂઆત 21મી ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે.

Leave a Reply

Your email address will not be published.