NZ vs PAK: વરસાદના કારણે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા

Home » Latest Update » NZ vs PAK: વરસાદના કારણે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા
nz-vs-pak:-વરસાદના-કારણે-ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની-મેચ-રદ,-બંને-ટીમને-એક-એક-પોઈન્ટ-મળ્યા

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News

Google News

NZ vs PAK: વરસાદના કારણે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા 1 - image

New zealand vs Pakistan Match cancelled: ICC ટી20 વર્લ્ડકપમાં આજથી જ સુપર 8 મુકાબલો શરૂ થયો, પરંતુ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ વરસાદને ભેટે ચડી ગઈ. શનિવારે શ્રીલંકાના કોલંબોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો, માત્ર ટોસ થયો, જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જે બાદ વરસાદી વિધ્ન આવી પડતાં મેચ શરૂ જ ન થઈ. બંને ટીમને એક એક અંક સાથે સંતોષ કરવો પડ્યો. 

મેચ રદ થતાં હવે બંને ટીમો પર તેની અસર પડશે. હાલ તો ભલે બંનેને એક એક પોઈન્ટ મળ્યો હતો. પણ સુપર 8માં દરેક ટીમને માત્ર 3 મેચ રમવાનો જ મોકો મળે છે. તેવા દરેક ટીમ મેચ જીતી બે પોઈન્ટ મેળવવા માંગતી હોય છે. જો છેલ્લે મામલો ફસાઈ જાય તો વરસાદના કારણે ટીમોને થયેલું પોઈન્ટનું નુકસાન ભારે પડી શકે છે. 

ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન:

ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), જેમ્સ નીશમ, મેટ હેનરી, ઈશ સોઢી અને લોકી ફર્ગ્યુસન

પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન:

સાહિબઝાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, ઉસ્માન ખાન (WK), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, સલમાન મિર્ઝા અને ઉસ્માન તારિક

આ પણ વાંચો: ગબ્બરની ‘બીજી ઈનિંગ’, શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર

હવે આગળ શું?

હવે પાકિસ્તાનની આગળની મેચ 24 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ અને 28 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકા સાથે છે, જ્યારે ન્યૂઝીલેન્ડની આગળની મેચ 25 ફેબ્રુઆરીએ શ્રીલંકા તો 27 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સાથે છે. હવે બંને ટીમો માટે આવનાર બે મુકાબલા અતિ મહત્વના સાબિત થઈ જશે. આવતીકાલે 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે સુપર 8ની મેચ રમાશે. 

Leave a Reply

Your email address will not be published.