ગબ્બરની ‘બીજી ઈનિંગ’, શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર

Home » Latest Update » ગબ્બરની ‘બીજી ઈનિંગ’, શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર
ગબ્બરની-‘બીજી-ઈનિંગ’,-શિખર-ધવને-ગર્લફ્રેન્ડ-સોફી-શાઈન-સાથે-કર્યા-લગ્ન,-સામે-આવી-તસવીર

Shikhar Dhawan Wedding Photos: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને ચાહકોના ‘ગબ્બર’ એવા શિખર ધવને જીવનમાં એક નવી ઈનિંગની શરૂઆત કરી છે. છૂટાછેડાના લાંબા સમય બાદ શિખરે તેની લેડી લવ સોફી શાઇન સાથે સાત ફેરા લઈને લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર નવદંપતીએ લગ્નની તસવીરો શેર કરી છે. શિખર લગ્નના બંધનમાં બંધાઈ જતાં ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ક્રિકેટ જગતની હસ્તીઓ અને લાખો ચાહકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ જોડીને તેમના નવા જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે. તસવીરો શેર કરતા ક્રિકેટર ચહલે લખ્યું છે કે ‘મેરે યાર કી શાદી હૈ..’, ચહલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

કોણ છે સોફી શાઇન?

અહેવાલો અનુસાર, સોફી આયર્લેન્ડની એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને તેમનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ખૂબ જ શાનદાર છે. તેણે આયર્લેન્ડની જ કેસલરોય કોલેજમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. હાલમાં તે અબુ ધાબીમાં આવેલી ‘નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન’માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજને કારણે તે અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે, તેમ છતાં તે અંગત જીવનમાં લાઈમલાઈટથી દૂર રહેવાનું અને સાદગી જાળવી રાખવાનું વધુ પસંદ કરે છે.

ધવનના બીજા લગ્ન

આ શિખર ધવનના બીજા લગ્ન  છે. અગાઉ તેણે 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેને એક પુત્ર ‘જોરાવર’ છે. વર્ષ 2021માં આયશા અને શિખર અલગ થયા હતા અને 2023માં તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. હવે શિખર પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.