ગૂગલના CEO સુંદર પિચાઇએ અમદાવાદમાં મેચની મજા માણી, ટ્રોફી સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મારી

Home » Latest Update » ગૂગલના CEO સુંદર પિચાઇએ અમદાવાદમાં મેચની મજા માણી, ટ્રોફી સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મારી
ગૂગલના-ceo-સુંદર-પિચાઇએ-અમદાવાદમાં-મેચની-મજા-માણી,-ટ્રોફી-સાથે-સ્ટેડિયમમાં-એન્ટ્રી-મારી

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News

Google News

ગૂગલના CEO સુંદર પિચાઇએ અમદાવાદમાં મેચની મજા માણી, ટ્રોફી સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મારી 1 - image

Sundar Pichai in Ahmedabad: ટી20 વર્લ્ડ કપમાં હાલ સુપર 8ના મુકાબલા ચાલી રહ્યા છે. આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ રમાઈ, આ ટક્કરનો મુકાબલો જોવા અનેક દિગ્ગજો અને ચાહકોએ સ્ટડીયમમાં હાજરી આપી. તેમાં ગૂગલના CEO સુંદર પિચાઇએ પણ અમદાવાદમાં મેચની મજા માણી, તે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર સાથે મેદાન પર વિશ્વ કપની ટ્રોફી લઈને આવ્યા હતા. આ દરમિયાન ગૂગલના CEOએ ICC અધ્યક્ષ જય શાહ સાથે પણ મુલાકાત કરી હતી. 

ICC અધ્યક્ષ જય શાહે ગૂગલના CEO સુંદર પિચાઇને મોમેન્ટો ભેટ આપી તેમનું સ્વાગત કર્યું હતું અને મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. 

ટીમ ઈન્ડિયાની 76 રને હાર

ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચમાં આજે ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા સામે 76 રને પરાજય થયો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જેમાં 20 ઓવરમાં સાત વિકેટે 187 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગના કારણે ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ સુપર-8 મેચોની ત્રણ મેચમાંથી એક મેચ જીતી લીધી છે, જ્યારે ભારત ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. જે ટીમ બે મેચ જીતશે તે સેમિફાઈનલમાં સરળતાથી પહોંચી શકશે તેવી પ્રબળ સંભાવના છે. તેમાં હવે ટીમ ઈન્ડિયા માટે બાકી રહેલા બે મુકાબલા અતિ મહત્વના થઈ ગયા છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકાનો સ્ક્વોડ

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન) અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન) અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે, ઈશાન કિશન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રિંકુ સિંહ, તિલક વર્મા, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર

દક્ષિણ આફ્રિકા : એડન માર્કરામ (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, માર્કો જેન્સેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના માફાકા, ડેવિડ મિલર, લુન્ગી એન્ગિડી, એનરિક નોર્ટજે, કાગિસો રબાડા, રાયન રિકલટન, જેસન સ્મિથ, ટ્રિસ્ટન સ્ટબ્સ

સુપર-8માં કુલ આઠ ટીમો

ઉલ્લેખનીય છે કે, સુપર-8 રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ રમશે અને ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. આવી સ્થિતિમાં દરેક મેચનું મહત્ત્વ વધી ગયું છે. સુપર-8માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ ધોવાઈ ગઈ છે. નિયમો પ્રમાણે સુપર 8માં પણ ગ્રુપ સ્ટેજની જેમ કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.