India vs South Africa : વરસાદ આવશે કે સૂર્ય ચમકશે? જાણો ભારત-આફ્રિકા મેચની પળેપળની વિગત

Home » Latest Update » India vs South Africa : વરસાદ આવશે કે સૂર્ય ચમકશે? જાણો ભારત-આફ્રિકા મેચની પળેપળની વિગત
india-vs-south-africa-:-વરસાદ-આવશે-કે-સૂર્ય-ચમકશે?-જાણો-ભારત-આફ્રિકા-મેચની-પળેપળની-વિગત

ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચ શરૂ થતાં જ વરસાદ વિલન બન્યો હતો, જેમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ એકપણ બોલ નાખ્યા વગર ધોવાઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવાયો હતો. ત્યારે આજે સુપર-8માં ભારત અને દક્ષિણ આફ્રિકાનો મુકાબલો થવાનો છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.00 કલાકે શરૂ થવાની છે. જો આજની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જાય તો જાણીએ કે, સેમિફાઈલનો નિર્ણય કેવી રીતે થશે?

જો મેદ રદ થઈ તો આજની મેચનું શું થશે ?

જો ભારત અને દક્ષિણ આફ્રિકાની સુપર-8 મેચ વરસાદ કે અન્ય કારણોસર રદ થાય તો બંને ટીમોની બહાર થવાની સંભાવના બિલકુલ નથી, પરંતુ જે રીતે પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડને એક-એક પોઈન્ટ અપાયા તે રીતે ભારત અને દક્ષિણ આફ્રિકાને પણ એક-એક પોઈન્ટ મળશે. જો કદાચ આજની મેચ રદ થાય તો પણ બંને ટીમો પાસે સેમિફાઈનલમાં જવાની તક રહેશે.

ભારતની આગામી મેચ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે

ભારત સુપર-8ની પોતાની બીજી મેચ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે અને પછી પહેલી માર્ચે વેસ્ટઈન્ડિઝ સામે રમવાની છે. ભારત આ બંને મેચો જીતીને પણ સેમિફાઈનલમાં સ્થાન મેળવી શકે છે. આજ સ્થિતિ દક્ષિણ આફ્રિકાને પણ લાગુ પડશે, કારણ કે તેણે પણ સુપર-8ની આજની મેચ બાદ વધુ બે મેચો રમવાની છે.

આ પણ વાંચો : IPL 2026માં MS ધોની રમશે, CSKના CEOએ કરી પુષ્ટિ

આજે કેવું રહેશે તાપમાન?

સુપર-8માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. હવામાન મુજબ રવિવારે અમદાવાદનું તાપમાન સ્વચ્છ રહેવાનું, પરંતુ સામાન્ય હવા રહેવાનું અનુમાન છે. દિવસનું વધુમાં વધુ તાપમાન 34 ડિગ્રી અને ઓછામાં ઓછું તાપમાન 19 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. બંને દેશોની મેચમાં ભારે ગરમી અનુભવાઈ શકે છે.

દક્ષિણ આફ્રિકા સામે ભારતનો દબદબો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના ટી-20 આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય ટીમનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. બંને ટીમો અત્યાર સુધી કુલ 34 ટી-20 મેચોમાં આમને-સામને આવી છે, જેમાંથી ભારત 21 મેચમાં વિજયી બન્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માત્ર 13 મેચ જીતી શક્યું છે. ભારતમાં રમાયેલી 15 મેચોમાં ભારત 8 અને આફ્રિકા 7 મેચ જીત્યું છે, જ્યારે આફ્રિકાની ધરતી પર રમાયેલી 13 મેચોમાંથી ભારતે 9માં જીત મેળવી વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તટસ્થ સ્થળો પર રમાયેલી 6 મેચોમાં પણ ભારતે 4 માં વિજય મેળવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે આફ્રિકા સામે ભારતનો રેકોર્ડ ખૂબ જ મજબૂત છે.

અમદાવાદમાં ભારત 9માંથી 7 ટી-20 જીત્યું, બે હાર્યું

ભારતીય ટીમ અમદાવાદના મેદાન પર કુલ મળીને 9 ટી-20 રમ્યું છે, જેમાંથી સાતમાં વિજેતા બન્યું છે. જ્યારે માત્રે બે મેચમાં હાર્યું છે. ભારતને આ મેદાન પરનો છેલ્લો પરાજય 16મી માર્ચ, 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે થયો હતો. જોકે આ પછી અમદાવાદમાં ટીમ ઈન્ડિયા છેલ્લી પાંચ મેચમાં વિજેતા બની છે. સાઉથ આફ્રિકા આ મેદાન પર ચાર મેચ રમ્યું છે, જેમાંથી એકમાત્ર ૨૦૨૫માં રમોયેલી ભારત સામેની મેચ હાર્યું હતુ. જોકે તેઆ સિવાય તેઓ અમદાવાદમાં ત્રણ મેચ જીત્યું છે.

આ પણ વાંચો : રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા

સુપર-8માં કુલ આઠ ટીમો

ઉલ્લેખનીય છે કે, સુપર-8 રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ રમશે અને ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. આવી સ્થિતિમાં દરેક મેચનું મહત્વ વધી ગયું છે. સુપર-8માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ ધોવાઈ ગઈ છે. નિયમો પ્રમાણે સુપર 8માં પણ ગ્રુપ સ્ટેજની જેમ કોઈ રિઝર્વ ડે નથી રાખવામાં આવ્યો.

ICCનો નિયમ 

5-5 ઓવર રમવી જરૂરી : ICCના નિયમો પ્રમાણે T20 મેચના પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. અમ્પાયરો પરિણામ સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરશે કે મેચ પૂર્ણ થાય. પરંતુ જો વધુ વરસાદના કારણે બંને ટીમો 5-5 ઓવર પણ ન રમી શકે તો મેચ રદ જાહેર કરી દેવામાં આવશે.

તો બંને ટીમોને એક-એક પોઈન્ટ : જો મેચ ડ્રો થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. કોઈપણ ટીમને જીતનો ફાયદો નહીં મળશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આવી મેચનો નેટ રન રેટ પર કોઈ અસર પડશે નહીં. આનો અર્થ એ થયો કે પોઈન્ટ ટેબલમાં ફક્ત એક પોઈન્ટ ઉમેરાશે, પરંતુ કોઈને પણ જીતના બે પોઈન્ટ નહીં મળશે.

દરેક ટીમની કુલ 3-3 મેચો : સુપર 8માં દરેક ટીમે 3-3 મેચ રમવાની છે. દરેક મેચ બે પોઈન્ટ માટે હોય છે. તેથી, જો વરસાદને કારણે કોઈ મેચ રદ થાય છે, તો તે ટીમો માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને એવી ટીમો માટે જે નેટ રન રેટના સહારે સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માગતી હોય છે. જીતથી બે પોઈન્ટ મળે છે, જ્યારે રદ થયેલી મેચથી માત્ર એક પોઈન્ટ મળે છે.

સુપર 8ની દરેક મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ

ટુર્નામેન્ટમાં પહેલા પણ વરસાદની અસર દેખાઈ ચૂકી છે. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો અને તેની  આગળની સ્થિતિ પર અસર પડી હતી. સુપર 8 માં હવે દરેક મેચ હવે કરો યા મરો જેવી રહેશે. જો વરસાદનું વિધ્ન ન આવે તો પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થઈ શકે છે. આવી સ્થિતિમાં ટીમો માટે જરૂરી છે કે, તે પોતાની બાકી રહેલી મેચોમાં વધુથી વધુ જીત નોંધાવે અને નેટ રન રેટ પણ સારો રાખે. ક્રિકેટ ચાહકો હવે માત્ર રોમાંચક મેચો પર જ નહીં પરંતુ હવામાન પર પણ નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો : ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ

Leave a Reply

Your email address will not be published.