જસપ્રીત બૂમરાહ બન્યો નંબર 1, સાઉથ આફ્રિકા સામે તોડયા બે રેકોર્ડ

Home » Latest Update » જસપ્રીત બૂમરાહ બન્યો નંબર 1, સાઉથ આફ્રિકા સામે તોડયા બે રેકોર્ડ
જસપ્રીત-બૂમરાહ-બન્યો-નંબર-1,-સાઉથ-આફ્રિકા-સામે-તોડયા-બે-રેકોર્ડ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News

Google News

જસપ્રીત બૂમરાહ બન્યો નંબર 1, સાઉથ આફ્રિકા સામે તોડયા બે રેકોર્ડ 1 - image

Jasprit Bumrah Record: ભારતીય ટીમના સ્ટાર બોલર અને ‘યોર્કર કિંગ’ જસપ્રીત બુમરાહ હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતનો સૌથી સફળ બોલર બની ગયો છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં બુમરાહે શાનદાર બોલિંગના જોરે અનુભવી સ્પિનર આર. અશ્વિનનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચમાં બુમરાહે તેની 4 ઓવર દરમિયાન ઓછા રન આપી ત્રણ વિકેટ ચટકાવી હતી. સાઉથ આફ્રિકાના બેટર કોર્બિન બોશને આઉટ કરવાની સાથે જ બુમરાહ હવે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.

કયા રેકોર્ડ બનાવ્યા?

-બુમરાહ હવે T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી સફળ બોલર, 22 ઇનિંગ્સમાં 13.36ની એવરેજથી 33 વિકેટ ઝડપી

-4 ઓવરમાં 15થી ઓછા રન આપવાનો વર્લ્ડ રેકોર્ડ (5 વખત)

અશ્વિનનો 32 વિકેટનો રેકોર્ડ ધરાશાયી

અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો ભારતીય રેકોર્ડ આર. અશ્વિનના નામે હતો. અશ્વિને 24 મેચોમાં 17.25ની એવરેજથી 32 વિકેટ ઝડપી હતી. પરંતુ બુમરાહે માત્ર 22 મેચોમાં જ 13.36ની શાનદાર એવરેજ સાથે 33 વિકેટ ઝડપીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બુમરાહની આ સફળતા તેની આક્રમક લાઇન-લેન્થનું પરિણામ છે.

આ પણ વાંચો: IND vs SA LIVE : દ.આફ્રિકાએ ભારતને જીત માટે આપ્યો 188 રનનો ટાર્ગેટ, બુમરાહે 3 વિકેટ ઝડપી

વૈશ્વિક ક્રિકેટમાં પણ ડંકો

બુમરાહે માત્ર વિકેટોની બાબતમાં જ નહીં, પણ રન રોકવાની બાબતમાં પણ નવો રેકોર્ડ બનાવી દીધો છે. સાઉથ આફ્રિકા સામે 4 ઓવરમાં માત્ર 15 રન આપી 3 વિકેટ ઝડપનાર બુમરાહ હવે T20 વર્લ્ડ કપમાં 5મી વખત એવી સિદ્ધિ મેળવી ચુક્યો છે જેમાં તેણે પૂરી 4 ઓવર નાખી હોય અને 15 કે તેથી ઓછા રન આપ્યા હોય. આ મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝના સેમ્યુઅલ બદ્રી, શ્રીલંકાના અજંથા મેન્ડિસ અને ન્યુઝીલેન્ડના ટિમ સાઉદીનો રેકોર્ડ તોડીને વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ તમામ પૂર્વ ખેલાડીઓએ 4 ઓવર 15 કે તેથી ઓછા રન અને 3 વિકેટ 4-4 વખત લીધી હતી પરંતુ બૂમરાહે પાંચમી વખત 4 ઓવર પૂર્ણ કર્યા બાદ ઓછા રન અને વધુ વિકેટ ઝડપી છે.

Leave a Reply

Your email address will not be published.