T20 વર્લ્ડ કપ: સેમિફાઈનલમાં આ બે ટીમોની જગ્યા પાક્કી! ભારત પર લટકતી તલવાર, જાણો નવા સમીકરણ

Home » Latest Update » T20 વર્લ્ડ કપ: સેમિફાઈનલમાં આ બે ટીમોની જગ્યા પાક્કી! ભારત પર લટકતી તલવાર, જાણો નવા સમીકરણ
t20-વર્લ્ડ-કપ:-સેમિફાઈનલમાં-આ-બે-ટીમોની-જગ્યા-પાક્કી!-ભારત-પર-લટકતી-તલવાર,-જાણો-નવા-સમીકરણ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડ કપ: સેમિફાઈનલમાં આ બે ટીમોની જગ્યા પાક્કી! ભારત પર લટકતી તલવાર, જાણો નવા સમીકરણ 1 - image

2026 T20 World Cup Semi Final Scenario: T20 વર્લ્ડ કપ 2026માં સેમિફાઈનલની રેસ હવે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા, ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાએ સુપર 8 માટે ક્વોલિફાય કર્યું છે. હવે આમાંથી ચાર ટીમો સેમિફાઈનલમાં જશે. સુપર 8માં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ જીત સાથ શરૂઆત કરી છે. જ્યારે બીજી તરફ શ્રીલંકા અને ભારત પોતાની પહેલી મેચ હારી ગયા છે. તો ચાલો અહીં જાણીએ કે, સેમિફાઈનલ માટે હવે નવા સમીકરણ શું છે.

1. ભારત

ભારતને પોતાની સુપર 8ની પહેલી મેચમાં 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મોટી હારના કારણે ભારતનું નેટ રન રેટ ખૂબ જ ખરાબ છે. હજુ ભારતે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સાથે મુકાબલો કરવાનો છે. ભારતે ગમે તે પરિસ્થિતિમાં આ બંને મેચ જીતવી પડશે. જો ભારત એક પણ મેચ હારી જાય તો તે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. 

2. દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી મેચ જીતીને સેમિફાઈનલ માટે મજબૂત દાવો ઠોક્યો છે. હવે એક જીત બાદ તે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લેશે. દક્ષિણ આફ્રિકાએ સુપર 8માં હજુ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામે રમવાનું છે. જો આ બાકી રહેલી બંને મેચો દક્ષિણ આફ્રિકા હારી જશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

3. પાકિસ્તાન

પાકિસ્તાનનો સુપર 8નો પહેલો મુકાબલો વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ન્યુઝીલેન્ડ સામેની મેચ રદ થવાથી પાકિસ્તાનની ટીમને એક પોઈન્ટ મળી ગયો હતો. હવે પાકિસ્તાન શ્રીલંકા અને ઈંગ્લેન્ડનો સામનો કરશે. માત્ર એક જીત સાથે પણ ટીમ સેમિફાઈનલની રેસમાં બની રહેશે, પરંતુ સીધા ક્વોલિફાય થવા માટે તેને બંને મેચ જીતવી પડશે. જો તેઓ એક મેચ જીતી શકે તો નેટ રન રેટના આધારે નિર્ણય થશે. 

4. ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડની સ્થિતિ બિલકુલ પાકિસ્તાન જેવી જ છે. પાકિસ્તાન સામેની મેચ રદ થયા બાદ કિવી ટીમને પણ એક પોઈન્ટ મળ્યો હતો. હવે ન્યુઝીલેન્ડનો મુકાબલો શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સામે છે. આવી સ્થિતિમાં સીધા સેમિફાઈનલમાંજવા માટે તેમને બંને મેચ જીતવી પડશે. બીજી તરફ એક મેચ જીતવા પર નેટ રન રેટના આધારે નિર્ણય થશે. 

5. વેસ્ટ ઈન્ડિઝ

વેસ્ટ ઈન્ડિઝે હજુ સુધી સુપર 8માં પોતાની પહેલી મેચ નથી રમી. તેમની પહેલી સુપર 8 મેચ ઝિમ્બાબ્વે સામે છે, જે સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

6. ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વેએ પણ પોતાનો પહેલો સુપર 8 મુકાબલો નથી રમ્યો. તેઓ સોમવારે વેસ્ટ ઈન્ડીઝ સામે મેદાનમાં ઉતરવાના છે. આ મેચના પરિણામ બાદ તેમની આગળની તસવીર સ્પષ્ટ થશે. 

આ પણ વાંચો: T20 World Cup: ભારત માટે ખતરાની ઘંટડી! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ આસમાને, પોઈન્ટ્સ ટેબલમાં ભૂકંપ

7. શ્રીલંકા

શ્રીલંકાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. સુપર 8માં પોતાની પહેલી મેચ હાર્યા બાદ શ્રીલંકાને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાકીની બંને મેચ જીતવી પડશે. શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે થશે.

8. ઈંગ્લેન્ડ

દક્ષિણ આફ્રિકાની જેમ ઈંગ્લેન્ડે પણ જીત સાથે સુપર 8ની શરૂઆત કરી છે. હવે સીધા સેમિફાઈનલમાં પહોંચવા માટે તેણે બાકીની બંને મેચ જીતવી પડશે. જો તેઓ એક મેચ હારી જાય તો પણ નિર્ણય નેટ રન રેટના આધારે લેવામાં આવશે. જો ઈંગ્લેન્ડ બાકીની બંને મેચ હારી જશે તો જ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.