T20 વર્લ્ડ કપ વચ્ચે મોટા સમાચાર, રિંકૂ સિંહ અચાનક ઘરે પરત ફર્યો, પિતાની હાલત ગંભીર

Home » Latest Update » T20 વર્લ્ડ કપ વચ્ચે મોટા સમાચાર, રિંકૂ સિંહ અચાનક ઘરે પરત ફર્યો, પિતાની હાલત ગંભીર
t20-વર્લ્ડ-કપ-વચ્ચે-મોટા-સમાચાર,-રિંકૂ-સિંહ-અચાનક-ઘરે-પરત-ફર્યો,-પિતાની-હાલત-ગંભીર

Rinku Singh Family Emergency: ભારતીય ટીમનો સ્ટાર બેટર રિંકૂ સિંહ પારિવારિક ઈમરજન્સીના કારણે ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડી ઘરે પરત ફરી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ રિંકૂના પિતાની તબિયત અચાનક બગડી ગઈ છે. જે બાદ તેમણે ગ્રેટર નોઈડાના એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ નાજૂક હાલતમાં હોવાથી રિંકૂ સિંહ દેખભાળ કરવા પહોંચ્યો છે.

સૂત્ર પ્રમાણે રિંકૂ સિંહના પિતા હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે, અને ડૉક્ટર તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ સ્થિતિને જોતાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેનું રમવું મુશ્કેલ છે. તેની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવશે તેવા સંકેત છે.

પ્રેક્ટિસ સેશન જોવા ન મળ્યો રિંકૂ 

મંગળવારે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન હતું, પણ રિંકૂ એ તેમાં ભાગ લીધો ન હતો. તેના સિવાય બાકીના તમામ ખેલાડીઓએ અભ્યાસ કર્યો હતો. 

આગામી મેચ માટે પારિવારિક સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે

ટીમ મેનેજમેન્ટ રિંકૂની હાજરી પર અંતિમ નિર્ણય તેમની પારિવારિક સ્થિતિને ધ્યાને રાખીને કરશે. હાલ ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફ રિંકૂ સિંહના પરિવાર સાથે સંપર્કમાં છે. ખેલાડીની પ્રાથમિકતા અત્યારે પોતાના પિતા સાથે રહેવાની છે. રિંકૂ સિંહ ટીમ સાથે ચેન્નાઈ ગયો હતો, પરંતુ ઘરેથી પિતાની તબિયત નાજુક હોવાનું માલૂમ પડતાં તે પરત ફર્યો છે. 

Leave a Reply

Your email address will not be published.