ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે

Home » Latest Update » ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
ભારતીય-ટીમ-માટે-રાહતના-સમાચાર!-ઈજાગ્રસ્ત-થતાં-બચી-ગયો-શિવમ-દુબે,-વીડિયો-આવ્યો-સામે

Shivam Dube Almost Got Injured: ટી20 વર્લ્ડ કપ 2026માં સાઉથ આફ્રિકા સામેની હાર બાદ હવે ટીમ ઈન્ડિયા માટે દરેક મેચ ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારતે હવે ઝિમ્બાબ્વે સામેની આગામી મેચ મોટા અંતરથી જીતવી અનિવાર્ય છે. આ નિર્ણાયક મુકાબલ પહેલા ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને આ ટૂર્નામેન્ટના અત્યાર સુધીના MVP શિવમ દુબે એક મોટી ઈજામાંથી સહેજમાં બચ્યા હતા. 

કેચ પ્રેક્ટિસ દરમિયાન આંગળીમાં ઈજા

બાઉન્ડ્રી પાસે કેચની પ્રેક્ટિસ કરી રહેલા શિવમ દુબેના હાથે એક કેચ છૂટી ગયો હતો અને બોલ સીધો તેની આંગળી પર વાગ્યો હતો. તે સમયે તે ખૂબ જ પીડામાં હોય તેવું જણાયું હતું, પરંતુ સદનસીબે આ ઈજા ગંભીર ન હોવાથી તેણે તરત જ પ્રેક્ટિસ ફરી શરૂ કરી દીધી હતી. આગામી મેચોમાં જીત મેળવવા માટે ટીમ ઈન્ડિયા માટે દુબેની હાજરી અત્યંત મહત્ત્વની છે, તેથી તેની ફિટનેસના આ સમાચાર ચાહકો અને ટીમ મેનેજમેન્ટ માટે મોટી રાહત સમાન છે.

આ પણ વાંચો: રિંકુ સિંહના પિતાને લિવર કેન્સરનું નિદાન, સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપની બાકી મેચ ગુમાવશે?

26 ફેબ્રુઆરી: ઝિમ્બાબ્વે સામે નવી રણનીતિ

બીજી તરફ, ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ભારતીય પ્લેઈંગ-11માં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. અંગત કારણોસર રિન્કુ સિંહ આ મેચમાં ઉપલબ્ધ નહીં હોય તેવી શક્યતા છે, જેમના સ્થાને સંજુ સેમસનને તક મળી શકે છે. સેમસને નેટ્સમાં કલાકો સુધી પરસેવો પાડીને જે રીતે આક્રમક બેટિંગ કરી છે, તે જોતા 26 ફેબ્રુઆરીની મેચમાં તે મધ્યમ ક્રમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ હવે શક્તિશાળી ગણાતી ટીમ ઈન્ડિયા પર જીતનું દબાણ છે અને ફેન્સને આશા છે કે આ નવા ફેરફારો સાથે ભારત ફરી વિજયી લય પ્રાપ્ત કરશે.

ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે 2 - image

Leave a Reply

Your email address will not be published.