આખી મેચમાં સુપર સ્ટાર અને છેલ્લી ઓવરમાં અચાનક વિલન, ન્યૂઝીલેન્ડની હારમાં ભજવી મોટી ભૂમિકા

Home » Latest Update » આખી મેચમાં સુપર સ્ટાર અને છેલ્લી ઓવરમાં અચાનક વિલન, ન્યૂઝીલેન્ડની હારમાં ભજવી મોટી ભૂમિકા
આખી-મેચમાં-સુપર-સ્ટાર-અને-છેલ્લી-ઓવરમાં-અચાનક-વિલન,-ન્યૂઝીલેન્ડની-હારમાં-ભજવી-મોટી-ભૂમિકા

આખી મેચમાં સુપર સ્ટાર અને છેલ્લી ઓવરમાં અચાનક વિલન, ન્યૂઝીલેન્ડની હારમાં ભજવી મોટી ભૂમિકા

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News

Google News

આખી મેચમાં સુપર સ્ટાર અને છેલ્લી ઓવરમાં અચાનક વિલન, ન્યૂઝીલેન્ડની હારમાં ભજવી મોટી ભૂમિકા 1 - image

T20 World Cup : ગ્લેન ફિલિપ્સે ઈંગ્લેન્ડ સામેની આ મહત્વની મેચમાં પહેલા તો ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેમણે ઈંગ્લેન્ડના સ્પિનરો સામે સાવચેતીપૂર્વક રમીને રન પણ બનાવ્યા હતા. ફિલિપ્સે 28 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રનની ઈનિંગ રમી હતી. જે આ મેચની સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ હતી. ત્યારબાદ જ્યારે તેઓ ફિલ્ડિંગમાં ઉતર્યો ત્યારે જેકબ બેથલ અને સેમ કરનનો શાનદાર કેચ પકડીને ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી દીધો હતો.

એક ઓવરમાં હીરો બન્યો વિલન

એટલું જ નહીં, જ્યારે ગ્લેન ફિલિપ્સ બોલિંગ કરવા આવ્યો ત્યારે તેમણે ઈંગ્લેન્ડના ખતરનાક કેપ્ટન હેરી બ્રુકને ડેરીલ મિશેલના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન ભેગો કર્યો હતો. આ સાથે મેચ પર ન્યૂઝીલેન્ડનું નિયંત્રણ આવી ગયું હતું. ફિલિપ્સે પોતાની પ્રથમ ત્રણ ઓવરમાં 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઈનિંગની 12મી ઓવર સુધીમાં તેણે 3 ઓવર પૂર્ણ કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ કેપ્ટને તેમને ઈનિંગની 18મી ઓવર સોંપી અને આ જ ઓવરે તેમને હીરોમાંથી વિલન બનાવી દીધો.

18મી ઓવરનો રોમાંચ અને વિલ જેક્સનું તોફાન

જ્યારે ગ્લેન ફિલિપ્સ 18મી ઓવર કરવા આવ્યો ત્યારે ઈંગ્લેન્ડને જીતવા માટે 18 બોલમાં 43 રનની જરૂર હતી. મેદાન પર વિલ જેક્સ અને રેહાન અહેમદ રમી રહ્યો હતો. 

પહેલો બોલ: વિલ જેક્સે એક રન લીધો.

બીજો બોલ: રેહાન અહેમદે (જે પોતાની પ્રથમ ટી20 વર્લ્ડ કપ મેચ રમી રહ્યો હતો) શાનદાર છગ્ગો ફટકાર્યો.

ત્રીજો બોલ: રેહાને એક રન લીધો.

ચોથો બોલ: હવે વિલ જેક્સ સામે હતો, તેણે ગગનચુંબી છગ્ગો ફટકાર્યો.

પાંચમો અને છઠ્ઠો બોલ: છેલ્લા બે બોલ પર વિલ જેક્સે બે ચોગ્ગા ફટકાર્યા.

ફિલિપ્સે આ એક જ ઓવરમાં કુલ 22 રન આપી દીધા હતા. જેના કારણે ઈંગ્લેન્ડ માટે લક્ષ્યાંક સુધી પહોંચવું સાવ સરળ બની ગયું. જો ન્યૂઝીલેન્ડ આ મેચ જીતી ગયું હોત, તો ગ્લેન ફિલિપ્સ ચોક્કસપણે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હોત, પરંતુ આ એક ઓવરના કારણે તેઓ વિલન સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published.