ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત

ઉત્તરાખંડમાં સતત પડતા ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન સર્જાયું છે, જેના પરિણામે મુખ્ય માર્ગો અવરોધિત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા તેમજ હેમકુંડ સાહિબ યાત્રાને 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.

ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ઘણા માર્ગો પર કાટમાળ જમા થયો છે અને તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે યાત્રા અસ્થાયી રૂપે રોકવામાં આવી છે.

હવામાન વિભાગે 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગઢવાલ અને કુમાઉ વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો અને ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.