IND vs USA મેચમાં બન્યા 5 ખતરનાક રેકોર્ડ, 4 તો સૂર્યકુમાર યાદવના નામે!

Home » Latest Update » IND vs USA મેચમાં બન્યા 5 ખતરનાક રેકોર્ડ, 4 તો સૂર્યકુમાર યાદવના નામે!
ind-vs-usa-મેચમાં-બન્યા-5-ખતરનાક-રેકોર્ડ,-4-તો-સૂર્યકુમાર-યાદવના-નામે!

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News

Google News

Suryakumar Yadav

Suryakumar Yadav 84 Runs vs USA Highlights : IND vs USA મેચમાં 5 ખતરનાક રેકોર્ડ છે. જેમાં 4 તો સૂર્યકુમાર યાદવના નામે છે. આમ, ટીમ ઈન્ડિયા માટે પહેલી વખત T20 વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે કમાલ કર્યો છે. જેમાં પહેલી જ મેચમાં 49 બોલમાં 84 રન ફટકાર્યા છે. જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. મેચમાં 76 રનમાં 6 બેટર પરત ફર્યા હતા, પરંતુ સૂર્યકુમારે ટીમનો સાથ ન છોડ્યો અને જોરદાર પ્રદર્શન કર્યુ. જેમાં સૂર્યકુમારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાતા તે T20Iમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ જીતનાર ખેલાડી બન્યો છે.

T20 વર્લ્ડ કપમાં ભારતની નવમી જીત

મુંબઈના વાનખડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 34 રનથી હરાવ્યું અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં સતત નવમી જીત મેળવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ભારત હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સતત જીત મેળવનારી ટીમ બની ગઈ છે. વર્ષ 2007થી કોઈપણ ટીમે સતત નવ જીત મેળવી નથી. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો માટે પણ માત્ર સપનું છે. 

USA સામે સૂર્યકુમાર યાદવે 84* રન કર્યા. સૂર્યકુમાર T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન કરનાર બીજો બેટર બન્યો છે. જેમાં પહેલા સ્થાને વેસ્ટઈન્ડીઝના પૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલ છે. ક્રિસ ગેલે વર્ષ 2009માં T20 વર્લ્ડ કપમાં ધ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે 88 રન કર્યા હતા.

T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમારનો મોટો સ્કોર

સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપમાં બીજા ક્રમનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. તેણે અગાઉ વર્ષ 2022માં સાઉથ આફ્રિકા સામે 68 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે પર્થમાં શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું.

આ પણ વાંચો: પાકિસ્તાને જેના ખભે બંદૂક મૂકી તે બાંગ્લાદેશે જ તેને દગો આપ્યો! વર્લ્ડકપ વિવાદ મામલે નવો વળાંક

કેપ્ટન સૂર્યકુમારે 1000 રન કર્યા

સૂર્યકુમાર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. સૂર્યકુમારે આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે 1000થી વધુ રન બનાવ્યા છે, ત્યારે ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. આ લિસ્ટમાં 1905 રન સાથે વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. જેમાં એમએશ ધોનીના 1112 રન છે. 

Leave a Reply

Your email address will not be published.