Updated: Feb 12th, 2026
GS TEAM

Usman Tariq: પાકિસ્તાનનો ઓફ સ્પિનર ઉસ્માન તારિક પોતાની અનોખી ‘સ્ટોપ એન્ડ પોઝ’ ‘સાઈડ-આર્મ એક્શન’ના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ તેની બોલિંગ એક્શનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તારિકે અત્યાર સુધીમાં 4ર Tટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 11 વિકેટ ઝડપી છે. પ્રોફેશનલ T20 કરિયરમાં તેણે 42 મેચોમાં 70 વિકેટ ખેરવી છે, જે એક શાનદાર રેકોર્ડ છે. તે કોલંબોના ધીમા પ્રેમદાસા ટ્રેક પર આક્રમક ભારતીય બેટ્સમેન સામે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
પાકિસ્તાની બોલર ઉસ્માન તારિક પર લાગ્યા ગંભીર આરોપ
પાકિસ્તાન તેનો વધુ ઉપયોગ કરી રહ્યું છે પરંતુ મિલિંદ કુમાર જેવા અમેરિકન બેટ્સમેન તેના બોલ સામે અસ્વસ્થતા અનુભવતા હતા. તારિક પોતાની અનોખી એક્શન અને લયમાં કોઈ સ્પષ્ટ ફેરફાર કર્યા વિના ગતિમાં ફેરફાર સાથે સતત અસરકારક રહ્યો. રવિવારે કોલંબોમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા તારિક ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને બોલિંગ કરતી વખતે તેના રોકાવાના (પોઝ)ને ગેરકાયદેસર ગણાવ્યો છે, જ્યારે અશ્વિનનો મત અલગ છે. અશ્વિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘હું સૌથી પહેલા સ્પષ્ટતા કરું છું. તેના એક્શનની કાયદેસરતાની તપાસ માત્ર ICCના બોલિંગ એક્શન ટેસ્ટિંગ સેન્ટરમાં જ થઈ શકે છે.’
આ સમગ્ર મામલે અશ્વિનનો મત
તેણે આગળ લખ્યું કે, ’15 ડિગ્રીનો નિયમ છે જેના હેઠળ બોલરોને પોતાની કોણીને નિર્ધારિત મર્યાદાથી વધુ સીધી ન કરવી જોઈએ. મેદાન પરના અમ્પાયર માટે બોલર 15 ડિગ્રીની અંદર બોલિંગ કરી રહ્યો છે કે નહીં તે નક્કી કરવું લગભગ અશક્ય છે. તેનો ઉકેસ રીયલ-ટાઈમ ટેસ્ટિંગ ટૂલ છે. આ એક ગ્રે એરિયા છે અને કોઈને તેનો ફાયદો ઉઠાવવા માટે દોષ આપવો ખોટું છે.’
જોકે, અશ્વિન તેને ગેરકાયદેસર નથી માનતો કે કોઈ તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે. કેટલાક લોકોનું માનવું છે કે, તારિક બોલિંગ એક બેટ્સમેનના ‘ટ્રિગર મૂવમેન્ટ’ પૂર્ણ કરવા અને શોટ માટે અંતિમ સ્થાન પર પહોંચવાની રાહ જુએ છે અને પછી દ બોલ ફેંકે છે, પરંતુ અશ્વિનના મતે તે સંપૂર્ણપણે કાયદેસર છે. અશ્વિને કહ્યું કે, ‘જો ક્રીઝ પર ‘પોઝ’ ની વાત છે તો મારું માનવું છે કે તે સંપૂર્ણપણે કાયદેસર છે, કારણ કે તે તેની નિયમિત એક્શન છે.’
આ પણ વાંચો: T20 કે IPL નહીં… વનડે વર્લ્ડકપ જ સર્વોચ્ચ! રોહિત શર્માએ 2027માં ભારતને ચેમ્પિયન બનાવવા લીધો સંકલ્પ
તારિક ‘ચકિંગ’ નથી કરી રહ્યો
દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ પ્રદર્શન વિશ્લેષક પ્રસન્ના અઘોરમે પણ કહ્યું કે, તારિક ‘ચકિંગ’ નથી કરી રહ્યો. તેણે ઈમરાન તાહિર જેવા ટોચના સ્પિનરો સાથે કામ કર્યું છે. તેણે X પર લખ્યું કે, ‘ટેકનિકલી તારિક ચકિંગ નથી કરી રહ્યો. તેની એક્શનને પહેલા જ બે વાર લીલ ઝંડી મળી ચૂકી છે. જો તેને ફરીથી બોલાવવામાં આવે છે તો તેની એક્શન સાચી નીકળશે. આશા છે કે, આ ખાસ પ્રતિભા વિશે સ્વસ્થ ચર્ચા થશે.’
આકાશ ચોપરાએ કર્યો ટેકનિકલ સવાલ
પૂર્વ ભારતીય ઓપનર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ બોલરના રોકાવા પર સવાલ ન ઉઠાવ્યો, પરંતુ એક ટેકનિકલ સવાલ ચોક્કસ પૂછ્યો છે. તેમણે લખ્યું કે, ‘મને લાગે છે કે પોઝ બિલકુલ ઠીક છે, પરંતુ મારો એક સવાલ છે કે, જો ‘રન-અપ’ થી કોઈ ‘મોમેન્ટ’ નથી બની રહ્યો તો શું હાથ ફેરવ્યા વિના કેટલાક બોલ પર 20-25 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ વધારવી શક્ય છે?’
આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, 8 અને 9માં માળે લોકો ફસાયા, 100 વ્યક્તિનું રેસ્ક્યુ
પૂર્વ ઈન્ટરનેશનલ અમ્પાયર અનિલ ચૌધરીએ પણ તારિકની એક્શનને યોગ્ય ગણાવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે, ‘તેની એક્શન થોડી સાઈડ-ઓન અને અલગ છે, અને તે થોડો થોભીને બોલિંગ કરે છે, પરંતુ કારણ કે તે બધા બોલ એક જ રીતે ફેંકે છે અને નિયમો અનુસાર તેના હાથનો કોઈ ખોટો વળાંક કે સીધો સંબંધ નથી, તેથી એક્શન એકદમ સાચી છે.’

Leave a Reply