અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક

Home » Latest Update » અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક
અફઘાની-ટીમ-મુસીબતમાં,-સુપર-ઓવરમાં-હાર-બાદ-પરફોર્મન્સ-એનાલિસ્ટને-આવ્યો-હાર્ટ-એટેક

અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News

Google News

અફઘાની ટીમ મુસીબતમાં, સુપર ઓવરમાં હાર બાદ પરફોર્મન્સ એનાલિસ્ટને આવ્યો હાર્ટ એટેક 1 - image

T20 World Cup : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં અફઘાનિસ્તાન માટે મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. મેદાન પર સતત બે હાર બાદ હવે મેદાનની બહાર પણ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના પરફોર્મન્સ એનાલિસ્ટ કેસી રામા સુબ્રમણિયનને નવી દિલ્હીમાં હળવો હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

દિલ્હીની હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાઈ

ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, બુધવારે સુબ્રમણિયનને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમની એન્જિયોપ્લાસ્ટી કરી છે અને હાલ તેમની હાલત જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે. ચેન્નાઈના રહેવાસી સુબ્રમણિયન અફઘાન ટીમના મહત્વના સભ્ય છે.

કેવી છે સુબ્રમણિયનની તબિયત?

ડૉક્ટરોએ તેમની એન્જિયોપ્લાસ્ટી કરી અને હવે તેમની સ્થિતિ સ્વસ્થય છે. ટીમ સુત્રો અનુસાર તેમનું સ્વાસ્થ પહેલા કરતા ખુબ જ સારુ છે અને તેઓ રિકવરી કરી રહ્યા છે. મુળ ચેન્નાઇનાં કેસી રામા સુબ્રમણિયન અફઘાનિસ્તાન ટીમની અંદર એક મહત્વના સભ્ય છે. સ્પોર્ટ્સ એનાલિટિક્સ કંપનીના ડાયરેક્ટર પણ છે. આ ઘટના તે રોમાંચક મેચ પહેલા ઘટી છે જેમાં અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકાની ટીમ વિરુદ્ધ ઐતિહાસિક મેચ રમી હતી. આ મેચ બે સુપર ઓવર જેટલી લાંબી રહી અને ખેલાડીઓને શારીરિક અને માનસિક રીતે થકાવનારી રહી. 

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન

અફઘાનિસ્તાન માટે અત્યાર સુધીની સફર ખુબ જ નિરાશાજનક રહી છે. ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે હાર થઈ છે. સાઉથ આફ્રિકા સામેના રોમાંચક ‘ડબલ સુપર ઓવર’ મુકાબલામાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બે હારને કારણે અફઘાનિસ્તાન હવે ટુર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે.

સુપર-8 માટેનું સમીકરણ

અફઘાનિસ્તાન હવે ગ્રુપ-ડીમાં તેની બાકીની બે મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કેનેડા સામે રમશે. સુપર-8માં પહોંચવા માટે અફઘાની ટીમે માત્ર આ બંને મેચો મોટા માર્જિનથી જીતવી જ પડશે આ ઉપરાંત અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.

આગામી મેચ

16 ફેબ્રુઆરી: વિરુદ્ધ UAE (અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હી)

19 ફેબ્રુઆરી: વિરુદ્ધ કેનેડા (એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ)

અફઘાનિસ્તાની ટીમ

રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન, ગુલબદ્દીન નૈબ, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઉમરઝઈ, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, ઝિયાઉર રહેમાન શરીફી, ફઝલહક ફારૂકી, શાહિદુલ્લાહ કમાલ, મોહમ્મદ ઇશાક, નૂર અહેમદ, અબ્દુલ્લા અહેમદઝઈ.

Leave a Reply

Your email address will not be published.