ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

Home » Latest Update » ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
ટીમ-ઈન્ડિયામાં-ફેરફારના-એંધાણ!-આ-બે-સ્ટાર-ગુજરાતી-ખેલાડીઓને-અપાઈ-શકે-છે-આરામ

ટીમ ઇન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News

Google News

ટીમ ઇન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ 1 - image

T20 World Cup 2026 : ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, ત્યારે હવે નેધરલૅન્ડ્સ સામેની છેલ્લી ગ્રૂપ મેચમાં ટીમ નવા પ્રયોગો કરી શકે છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપીને મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેને તક મળવાની શક્યતા છે. આગામી મોટા પડકારો પહેલા ટીમ કોમ્બિનેશનને ચકાસવા માટે આ યોગ્ય સમય છે.

ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે તેમની આગામી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સામે છે. ભારતે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચો જીતી છે. પહેલા અમેરિકા અને ત્યારબાદ નામિબિયાને હરાવ્યા બાદ રવિવારે પાકિસ્તાનને પણ ‘સૂર્યા બ્રિગેડે ‘ 61 રને હાર આપી હતી.

ખેલાડીઓને આરામ આપવા માટેનો યોગ્ય સમય

ભારત માટે આગામી મેચ કોઈ મોટો પડકાર નથી કારણ કે, ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. પરંતુ અસલી કસોટી સુપર-8માં થશે. જ્યાં ભારતનો સામનો વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા કે ઝિમ્બાબ્વે જેવી મજબૂત ટીમો સામે થઈ શકે છે. નેધરલૅન્ડ્સ સામેની મેચ પોઇન્ટ ટેબલની દૃષ્ટિએ મહત્ત્ત્વની ન હોવાથી ટીમ કેટલાક ફેરફાર કરીને મહત્ત્ત્વના ખેલાડીઓને આરામ આપે તેવી શક્યતા છે. 

કયા ખેલાડીઓને આરામ મળી શકે?

જસપ્રીત બુમરાહ : આ મહત્ત્વપૂર્ણ બોલરને આરામ આપવામાં આવી શકે છે. બુમરાહ તાવને કારણે અમેરિકા સામે રમી શક્યો નહોતો. 

હાર્દિક પંડ્યા : આ મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડરને આરામ મળી શકે છે, પંડ્યા અત્યાર સુધીની ત્રણેય મેચ રમ્યો છે જેના કારણે તેને આરામ આપવો જરૂરી છે.

મોહમ્મદ સિરાજ: બુમરાહની જગ્યાએ સિરાજને તક આપી તેની ક્ષમતા ચકાસી શકાય છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બેટિંગ માટે સાનુકૂળ રહ્યું છે, તેથી બોલરો માટે અહીં અસલી પડકાર હશે.

શિવમ દુબે: હાર્દિકની ગેરહાજરીમાં શિવમ દુબે પાસે નવા બોલથી બોલિંગ કરાવી શકાય છે. તેને પૂરી ચાર ઓવર આપીને ચકાસણી કરી શકાય કે શું તે મોટી મેચોમાં બોલિંગની જવાબદારી ઉઠાવી શકશે.

અન્ય ફેરફારો: પંડ્યા ન રમે તો રિંકુ સિંહ અને અક્ષર પટેલને બેટિંગમાં વધુ સમય મળી શકે છે. આ ઉપરાંત ઈજા બાદ વોશિંગ્ટન સુંદરને પણ વરુણ ચક્રવર્તીના સ્થાને તક આપવામાં આવી શકે છે.

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની ટીમ

ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઇસ કૅપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.

Leave a Reply

Your email address will not be published.