પાકિસ્તાની ક્રિકેટરે પોતાના જ પુત્રની હત્યા કરી? પત્નીએ લગાવ્યા ભયંકર આક્ષેપ

Home » Latest Update » પાકિસ્તાની ક્રિકેટરે પોતાના જ પુત્રની હત્યા કરી? પત્નીએ લગાવ્યા ભયંકર આક્ષેપ
પાકિસ્તાની-ક્રિકેટરે-પોતાના-જ-પુત્રની-હત્યા-કરી?-પત્નીએ-લગાવ્યા-ભયંકર-આક્ષેપ

પાકિસ્તાની ક્રિકેટરે પોતાના જ પુત્રની હત્યા કરી? પત્નીએ લગાવ્યા ભયંકર આક્ષેપ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News

Google News

પાકિસ્તાની ક્રિકેટરે પોતાના જ પુત્રની હત્યા કરી? પત્નીએ લગાવ્યા ભયંકર આક્ષેપ 1 - image

Imad Wasim Controversy : પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ઇમાદ વસીમ ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કારણ મેદાન પરનું પ્રદર્શન નહીં પણ તેની અંગત જિંદગી સાથે જોડાયેલો મોટો વિવાદ છે. તેની પૂર્વ પત્ની સાનિયા અશફાકે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને ઇમાદ પર પોતાના અણજન્મેલા બાળકની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. જેનાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

ગર્ભપાત કરાવ્યાનો ગંભીર દાવો

સાનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2023માં લાહોરમાં તેની ઈચ્છા વિરુદ્ધ તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં અત્યંત કડક શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે, તેની પાસે આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પુરાવા પણ છે. સાનિયાએ એવો પણ આરોપ લગાવ્યો કે, લગ્નના છ વર્ષના સંબંધ દરમિયાન તેને માનસિક રીતે ખૂબ જ હેરાન કરવામાં આવી હતી.

બીજા લગ્ન બાદ વિવાદ વકર્યો

આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે ઇમાદ વસીમના બીજા લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ઇમાદે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નાયલા રઝા સાથે નિકાહ કર્યા છે. આ પછી સાનિયાએ ઘણી પોસ્ટ શેર કરીને કહ્યું કે, તેને અને તેના બાળકોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને તેની સાથે છેતરપિંડી થઈ છે. એટલું જ નહીં, તેણે નાયલાને ‘ઘર તોડનારી’ સ્ત્રી પણ ગણાવી હતી.

આ પણ વાંચો : પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાનિયાએ ઇસ્લામાબાદ યુનાઇટેડની પણ ઝાટકણી કાઢી

સાનિયાએ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ટીમ ઇસ્લામાબાદ યુનાઇટેડને પણ ટેગ કરીને નારાજગી વ્યક્ત કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે જે ખેલાડી પર આટલા ગંભીર આરોપો છે તેને ટીમમાં તક કેમ આપવામાં આવી રહી છે?

ઇમાદનો જવાબ ગોપનીયતાનું સન્માન કરો

બીજી તરફ, ઇમાદ વસીમે આ આરોપો પર સીધી પ્રતિક્રિયા આપી નથી. તેણે માત્ર એટલું જ કહ્યું છે કે, તેનો અને સાનિયાનો સંબંધ લાંબા સમયથી ચાલી રહેલી પરસ્પર સમસ્યાઓના કારણે ખતમ થયો છે અને હવે બંને પરિવારોની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ. માહિતી મુજબ, ઇમાદ અને સાનિયાના લગ્ન ઓગસ્ટ 2019માં થયા હતા. તેમને ત્રણ બાળકો છે – પુત્રી ઇનાયા અને બે પુત્રો રયાન અને ઝયાન. છૂટાછેડા પછી પણ ઇમાદે કહ્યું હતું કે તે તેના બાળકોના ઉછેરની જવાબદારી નિભાવવા તૈયાર છે.

નાયલા રઝાનું નિવેદન

ઇમાદ સાથે લગ્ન કર્યા પછી નાયલા રઝાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું કે, જો ભવિષ્યમાં ઇમાદ તેના બાળકોને મળે છે, તો તે તેમને અપનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.