શેરબજારમાં આજે ઓપનિંગ સેશનથી જ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સની હાલત: ગયા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 80,597.66 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. આજે રજાઓના ગાળા બાદ તેજી સાથે બજાર ખૂલ્યું અને સેન્સેક્સમાં 1022...
Author: Inside Media Network (Aarohi Patel)
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો રિલીઝ, ફેન્સમાં ઉત્સાહ
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના મોટા દીકરા આર્યન ખાન ડિરેક્ટર તરીકે પોતાની શરૂઆત કરી રહ્યો છે, અને તેની મચઅવેટેડ વેબ સીરિઝ ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો રવિવારે (17 ઓગસ્ટ) રિલીઝ થયો છે. નેટફ્લિક્સ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો અને શેર થતાની સાથે જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે....
“યુઝરે કહ્યું ઉંમર થઈ ગઈ, રિટાયર થાઓ” – શાહરૂખ ખાને આપ્યો ધમાકેદાર જવાબ
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની અદ્દભુત એક્ટિંગ અને મજેદાર સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. તાજેતરમાં એક્ટરે પોતાના X (પૂર્વે Twitter) હેન્ડલ પર #AskSRK સેશન યોજ્યું, જેમાં તેણે ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા. આ સેશનમાં કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી, પરંતુ શાહરૂખે હંમેશની જેમ પોતાના સ્ટાઈલમાં જબરદસ્ત જવાબ આપ્યો. એક યુઝરે...
પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત...
દિલ્હીમાં PM મોદીની જાહેરાત: ખોટા કાયદા થશે દૂર, નવા રિફોર્મ્સથી દેશને મળશે ડબલ લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે જેથી તે વિશ્વમાં ભારતની રાજધાની તરીકે ઓળખાય. મોદીએ જણાવ્યું કે અગાઉની સરકારોએ સફાઈકર્મીઓને ગુલામ સમાન ગણ્યા હતા. તેમણે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં એક...
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ,...
ખટંબા આવાસ યોજનાના ટેરેસ પર જુગાર રમતા 7 ઝડપાયા, 1.22 લાખની મત્તા જપ્ત
કપુરાઈ પોલીસે બપોરે બાતમીના આધારે ખટંબા રેસીડેન્સી ટાવર નં. A/2ના ટેરેસ પર દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે જણાવ્યું કે, નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે- ખટંબા અર્બન રેસીડેન્સી, સવિતા હોસ્પિટલ રોડ)ને ઝડપવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10,400, સાત મોબાઇલ ફોન...
‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન
ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ...
ઝુંઝુનૂની નરહડ દરગાહમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક
દેશભરમાં મંદિરોમાં શનિવારે રાત્રે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો, પરંતુ રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવેલી નરહડ દરગાહમાં પણ આ તહેવારની ભવ્ય ઉજવણી થઈ. 14મી સદીની હઝરત હજીબ શકરબારની આ દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક માનવામાં આવે છે. સદીઓથી અહીં લાડલા બાલગોપાલનો જન્મોત્સવ ઉજવાતો આવ્યો છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો એકસાથે ભાગ લે છે. આ વર્ષે પણ ત્રણ...
ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન બનેલી એક દુર્ઘટનાએ આનંદના માહોલને શોકમાં ફેરવી દીધો. મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું અને બે લોકો ઘાયલ થયા. માહિતી મુજબ, ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મટકી ફોડતી વખતે દોરડું...








