ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના...
Author: Inside Media Network (Aarohi Patel)
કઠુઆમાં આભ ફાટ્યું: 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ચિંતા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં થયેલી કુદરતી આપત્તિ બાદ હવે કઠુઆ જિલ્લામાં પણ આભ ફાટવાની ઘટના બની છે, જેના કારણે વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ, કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં આવેલા જોડ ઘાટી ગામમાં શનિવાર અને રવિવારે મધરાતે વાદળ ફાટતાં ચાર લોકોના મોત થયા છે અને છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ...
ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર
ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા...
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...
મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
મુંબઈ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ, બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 1060, જે એરબસ A321 નિયો દ્વારા સંચાલિત હતી, સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી...
Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે. રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં...
ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો
ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર...
રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી
જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. આ બનાવ રાજકોટના ગોંડલ રોડ પર બન્યો હતો, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી,...
ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ
ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના...
રિષભ પંતની ઈજાથી પ્રેરણા, BCCIએ ઘરેલુ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કરવાનું જાહેર કર્યું
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે પંતને આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં પગમાં મોટી ઈજા થતા તેને મેદાન છોડવું પડ્યું. આ ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા ઊભી કરી. આ ઘટનાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવો...









