Author: Inside Media Network (Aarohi Patel)

પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી
Post

પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે. આ મુલાકાત લગભગ ત્રણ...

શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
Post

શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ

પંચમહાલ જિલ્લાના શહેરા નજીક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના સામે આવી છે. મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી અચાનક શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. ઝાડીઓ વચ્ચે શિવલિંગ દેખાતાં જમીન માલિક અને આસપાસના લોકોએ તરત જ તેની જાણ કરી અને પૂજા-અર્ચના શરૂ કરી. આ ઘટના વાયુવેગે શહેરા...

જયપુરમાં હિટ એન્ડ રન કાંડ: નિવૃત્ત આર્મી કેપ્ટનને કારે કચડતાં મોત, સીસીટીવી ફૂટેજ વાયરલ
Post

જયપુરમાં હિટ એન્ડ રન કાંડ: નિવૃત્ત આર્મી કેપ્ટનને કારે કચડતાં મોત, સીસીટીવી ફૂટેજ વાયરલ

રાજસ્થાનના જયપુરમાં સ્વતંત્રતા દિવસની સવારે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ આર્મી કેપ્ટન નરસારામ જાજડા સાઇકલથી ચિત્રકૂટ સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે નિવૃત્ત કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં...

ભારત-પાકિસ્તાનના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું અભ્યાસક્રમ
Post

ભારત-પાકિસ્તાનના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું અભ્યાસક્રમ

ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળી, પરંતુ સાથે જ દેશને ભાગલાનો કદી ન ભરાય એવો ઘા પણ મળ્યો. આ ભાગલા દરમિયાન થયેલી હિંસા, લૂંટફાટ અને હત્યાઓએ કરોડો લોકોને અસર કરી અને તેમનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. વિદ્યાર્થીઓ સુધી આ પીડા પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો છે,...

પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, ઝેલેન્સ્કીને તાત્કાલિક વોશિંગ્ટન બોલાવ્યા
Post

પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, ઝેલેન્સ્કીને તાત્કાલિક વોશિંગ્ટન બોલાવ્યા

અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ફોન કરીને તાત્કાલિક અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે. શનિવારે પુતિન સાથે થયેલી શિખર મંત્રણા પછી ટ્રમ્પે ઝેલેન્સ્કીને બેઠકના મુદ્દાઓ વિશે જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝેલેન્સ્કી 18 ઓગસ્ટે જ અમેરિકા પહોંચશે અને સોમવારે ટ્રમ્પને મળશે. અહેવાલ મુજબ,...

શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Post

શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે વહેલી સવારે નેશનલ હાઇવે-27 પર ભીષણ અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર ગુજરાતી કલાકારોનાં કરુણ મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યે બન્યો હતો. મળતી માહિતી અનુસાર, 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની...

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં
Post

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં

અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ
Post

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...

વિડિયો વાયરલ: પુતિન સામે લાલ કાર્પેટ પર લથડાયા ટ્રમ્પ, સ્વાસ્થ્ય પર ફરી પ્રશ્નચિહ્ન
Post

વિડિયો વાયરલ: પુતિન સામે લાલ કાર્પેટ પર લથડાયા ટ્રમ્પ, સ્વાસ્થ્ય પર ફરી પ્રશ્નચિહ્ન

અલાસ્કામાં યોજાયેલ ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો લથડાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 79 વર્ષીય ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા રેડ કાર્પેટ પર ચાલતા હતા ત્યારે તેમના પગલાં લથડતા દેખાયા. આ ઘટનાએ તેમના સ્વાસ્થ્ય અંગેની અટકળોને વધુ બળ આપ્યું છે. બીજી બાજુ, પુતિન ખૂબ ફિટ દેખાતા હતા. શુક્રવારે યોજાયેલી...

ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન
Post

ત્રેવડી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લેજેન્ડ બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે નિધન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટે સિડનીમાં નિધન થયું. તેઓ 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે સિમ્પસનનું યોગદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે જેમણે ટીમને મુશ્કેલ સમયમાં સંભાળી તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી. કેરિયર...