HEALTH News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/health/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 06:06:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png HEALTH News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/health/ 32 32 દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ https://www.gujaratinside.com/2025/09/09/aiims-delhi-first-fetus-donation-research/ https://www.gujaratinside.com/2025/09/09/aiims-delhi-first-fetus-donation-research/#respond Tue, 09 Sep 2025 06:59:54 +0000 https://www.gujaratinside.com/?p=18845 નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક...

The post દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો.

પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક કર્યો અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી. સવારે આઠ વાગ્યે સંપર્ક કર્યા બાદ આખો દિવસ ચાલેલી પ્રક્રિયા પૂર્ણ કરીને સાંજે સાત વાગ્યે એઇમ્સે પોતાનું પ્રથમ ભૂ્રણ દાન સ્વીકાર્યું હતું.

એઇમ્સના એનાટોમી વિભાગના ડો. એસ.બી. રાય અને તેમની ટીમે આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું. વિભાગના પ્રોફેસર ડો. સુબ્રત બાસુએ જણાવ્યું કે માનવ શરીર કેવી રીતે વિકસે છે તે સમજવા માટે ભૂ્રણ સંશોધન અત્યંત જરૂરી છે. વિવિધ અંગો કયા તબક્કે અને કેવી રીતે વિકસે છે તે જાણવા આ પ્રકારનું સંશોધન મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકોને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક આપે છે.

પરિવારે ભૂ્રણ દાન દ્વારા સમાજને મદદરૂપ થવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો માનતા છે કે ભવિષ્યમાં આ પ્રકારના દાનથી મેડિકલ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રમાં મોટી પ્રગતિ થશે.

 

The post દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/aiims-delhi-first-fetus-donation-research/feed/ 0
આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી https://www.gujaratinside.com/2025/09/06/andhra-pradesh-mystery-illness-turakapalem-health-emergency/ https://www.gujaratinside.com/2025/09/06/andhra-pradesh-mystery-illness-turakapalem-health-emergency/#respond Sat, 06 Sep 2025 11:05:03 +0000 https://www.gujaratinside.com/?p=18569 આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનાથી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે અને ગામમાં ઉચ્ચ સ્તરીય તબીબી ટીમોને તપાસ માટે મોકલી છે. સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ડૉ....

The post આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનાથી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે અને ગામમાં ઉચ્ચ સ્તરીય તબીબી ટીમોને તપાસ માટે મોકલી છે.

સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ડૉ. રઘુનંદનના નેતૃત્વ હેઠળની ટીમે તુરાકાપાલેમ ગામની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં અધિકારીઓને મેલિયોઈડોસિસ નામના ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શંકા છે. લેબોરેટરી અહેવાલોમાં આ ઈન્ફેક્શનના બે કેસોની પુષ્ટિ પણ થઈ છે.

મેલિયોઈડોસિસ એ બુર્કહોલ્ડેરિયા સ્યુડોમેલેઈ નામના બેક્ટેરિયમથી થતું ઈન્ફેક્શન છે, જે સામાન્ય રીતે માટી અને સ્થિર પાણીમાં જોવા મળે છે, ખાસ કરીને ચોમાસા કે પૂરનાં સમયમાં. સમયસર સારવાર માટે લાંબા કોર્સના એન્ટિબાયોટિક્સ જરૂરી હોય છે, પરંતુ મોડું નિદાન થવાથી આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે.

સરકારએ ગામના તમામ 2,500 રહેવાસીઓની વ્યાપક સ્વાસ્થ્ય તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને ડાયાબિટીસ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને કિડની, બ્લડ પ્રેશર અને બ્લડ સુગર સંબંધિત ચકાસણીઓ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના મૃત્યુ 55 વર્ષની આસપાસના પુરુષોમાં થયા છે, જેમને પહેલાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. લક્ષણો શરૂઆતમાં તાવ અને ઉધરસ તરીકે દેખાયા હતા, પરંતુ બાદમાં ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડતા જોવા મળ્યા.

 

The post આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/andhra-pradesh-mystery-illness-turakapalem-health-emergency/feed/ 0
ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી https://www.gujaratinside.com/2025/08/27/udaipur-55-year-old-mother-17th-child/ https://www.gujaratinside.com/2025/08/27/udaipur-55-year-old-mother-17th-child/#respond Wed, 27 Aug 2025 11:08:14 +0000 https://www.gujaratinside.com/?p=17481 રાજસ્થાનના ઉદયપુરના ઝાડોલ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાના 17મા બાળકને જન્મ આપ્યો છે. રેખા અગાઉ 16 બાળકોને જન્મ આપી ચૂકી હતી, જેમાં ચાર દીકરા અને એક દીકરી જન્મે જ મોતને ભેટ્યા હતા. હાલ રેખાના પાંચ બાળકો જીવંત છે અને તેઓ પણ પરિવાર ધરાવતા બાળકો છે. પીડિત પરિવાર ભંગાર ભેગું કરી જીવન ચલાવે છે...

The post ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના ઉદયપુરના ઝાડોલ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાના 17મા બાળકને જન્મ આપ્યો છે. રેખા અગાઉ 16 બાળકોને જન્મ આપી ચૂકી હતી, જેમાં ચાર દીકરા અને એક દીકરી જન્મે જ મોતને ભેટ્યા હતા. હાલ રેખાના પાંચ બાળકો જીવંત છે અને તેઓ પણ પરિવાર ધરાવતા બાળકો છે.

પીડિત પરિવાર ભંગાર ભેગું કરી જીવન ચલાવે છે અને શિક્ષા અને ઘર જેવી આધારભૂત જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નથી. પીએમ આવાસ યોજના હેઠળ ઘર તો આપવામાં આવ્યું, પરંતુ જમીન તેમના નામે ન હોવાથી તેઓ હજુ પણ ગરીબીનૂ જીવન જીવી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે ભોજન અને બાળકોના ભવિષ્ય માટે તેમના પાસે નાણાકીય સંસાધન ઉપલબ્ધ નથી.

ઝાડોલ સામુદાયિક આરોગ્ય કેન્દ્રની સ્ત્રીરોગ નિષ્ણાત રોશન દરાંગીએ જણાવ્યું કે, જ્યારે રેખા હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે પરિવારે જણાવ્યું હતું કે આ તેમનું ચોથું સંતાન છે, પરંતુ તફાવત શોધ્યા બાદ જાણવા મળ્યું કે આ 17મો બાળક છે. હાલ રેખા અને તેમના પતિને નસબંદી માટે જાગૃત કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળી શકાય.

આ કેસ “હમ દો, હમારે દો” અભિયાનના મહત્વને દર્શાવે છે, જે સમગ્ર દેશમાં વૃદ્ધિ પામતી લોકસંખ્યા પર નિયંત્રણ લાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.

 

The post ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/udaipur-55-year-old-mother-17th-child/feed/ 0
સવારે ખાલી પેટ પીઓ પલાળેલી કાળી કિસમિસનું પાણી, મળશે 6 ચમત્કારી આરોગ્ય ફાયદા https://www.gujaratinside.com/2025/08/25/benefits-of-soaked-black-raisins-water/ https://www.gujaratinside.com/2025/08/25/benefits-of-soaked-black-raisins-water/#respond Mon, 25 Aug 2025 08:30:31 +0000 https://www.gujaratinside.com/?p=17223 આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડકારજનક બની ગયું છે. પરંતુ જો દિવસની શરૂઆત એક હેલ્ધી ડ્રિંકથી કરવામાં આવે તો શરીરને અનેક ચમત્કારી ફાયદા મળી શકે છે. નોઈડાની યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના હેડ ઓફ ડાયેટિક્સ અને ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલ જણાવે છે કે સવારે ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસનું પાણી પીવું ખૂબ જ લાભદાયક સાબિત...

The post સવારે ખાલી પેટ પીઓ પલાળેલી કાળી કિસમિસનું પાણી, મળશે 6 ચમત્કારી આરોગ્ય ફાયદા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડકારજનક બની ગયું છે. પરંતુ જો દિવસની શરૂઆત એક હેલ્ધી ડ્રિંકથી કરવામાં આવે તો શરીરને અનેક ચમત્કારી ફાયદા મળી શકે છે. નોઈડાની યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના હેડ ઓફ ડાયેટિક્સ અને ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલ જણાવે છે કે સવારે ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસનું પાણી પીવું ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. આ સરળ ઘરેલું ઉપાય માત્ર ઊર્જા પૂરું પાડે છે એટલું જ નહીં, પરંતુ પાચન, ત્વચા, વાળ અને રોગપ્રતિકારક શક્તિ પર પણ સકારાત્મક અસર કરે છે.

ડાયજેસ્ટિવ હેલ્થ માટે લાભદાયક
કાળી કિસમિસમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે, જે કબજિયાત દૂર કરવામાં અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારે તેનું પાણી પીવાથી પાચન પ્રક્રિયા સુધરે છે અને ગટ હેલ્થ મજબૂત બને છે.

એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે
કિસમિસ કુદરતી શૂગર અને કાર્બોહાઈડ્રેટ્સથી સમૃદ્ધ હોવાથી પલાળેલી કિસમિસનું પાણી દિવસની શરૂઆતમાં તાત્કાલિક એનર્જી આપે છે. તે મેટાબોલિઝમને એક્ટિવ કરે છે અને શરીરને તાજગી આપે છે.

Black Raisin Water

આયર્ન અને હિમોગ્લોબિનમાં વધારો
કાળી કિસમિસ લોહીમાં આયર્નની કમી પૂરી કરીને હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ છે. એનિમિયાની સમસ્યા ધરાવતા લોકોને તેનું સેવન ખાસ ફાયદાકારક સાબિત થાય છે.

શરીર માટે એન્ટીઑક્સિડન્ટનો ખજાનો
કિસમિસમાં રહેલા પોલીફેનોલ જેવા એન્ટીઑક્સિડન્ટ શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. તે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને એજિંગ પ્રોસેસને ધીમું કરે છે.

સ્કિન અને વાળ માટે બેનિફિશિયલ
પલાળેલી કિસમિસનું પાણી નિયમિત પીવાથી ત્વચામાં કુદરતી ગ્લો આવે છે અને વાળ મજબૂત બને છે. તેમાં રહેલા વિટામિન્સ કોલેજન પ્રોડક્શનને સપોર્ટ કરે છે, જે સ્કિનને ઈલાસ્ટિક અને યુવાન રાખે છે.

What happens when you drink soaked black raisin water every morning?

ડિટૉક્સિફિકેશનમાં મદદરૂપ
આ પાણી શરીરમાંથી ટૉક્સિન્સને દૂર કરવામાં અસરકારક છે. તે લીવર અને કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં પણ ઉપયોગી છે.

કેવી રીતે કરવું સેવન?
8 થી 10 કાળી કિસમિસને રાતોરાત એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણી પી જવું અને પલાળેલી કિસમિસ ખાઈ જવી. આ સરળ રીત અપનાવવાથી શરીરને લાંબા ગાળે અનેક આરોગ્યલક્ષી ફાયદા મળી શકે છે.

The post સવારે ખાલી પેટ પીઓ પલાળેલી કાળી કિસમિસનું પાણી, મળશે 6 ચમત્કારી આરોગ્ય ફાયદા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/benefits-of-soaked-black-raisins-water/feed/ 0
અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ https://www.gujaratinside.com/2025/08/25/ahmedabad-civil-hospital-parents-abandon-baby/ https://www.gujaratinside.com/2025/08/25/ahmedabad-civil-hospital-parents-abandon-baby/#respond Mon, 25 Aug 2025 05:15:07 +0000 https://www.gujaratinside.com/?p=17220 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં નિકોલ વિસ્તારમાં રહેતા દંપતિએ પોતાના નવજાત બાળકને સારવાર દરમિયાન ત્યજી દીધું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીને તેનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કમનસીબે બાળકનું મૃત્યુ થતાં આ બનાવે અરેરાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ પોતાના ચાર દિવસના બાળકને 16 ઓગસ્ટે સારવાર...

The post અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં નિકોલ વિસ્તારમાં રહેતા દંપતિએ પોતાના નવજાત બાળકને સારવાર દરમિયાન ત્યજી દીધું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીને તેનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કમનસીબે બાળકનું મૃત્યુ થતાં આ બનાવે અરેરાટી મચાવી દીધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ પોતાના ચાર દિવસના બાળકને 16 ઓગસ્ટે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. બાળકની તબિયત વધુ બગડતાં ડૉક્ટરોએ તેને એન.આઈ.સી.યુ. વોર્ડની કાચની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યારબાદ માતા-પિતા હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા અને ફરીથી ક્યારેય દેખાયા નહીં.

આ દરમિયાન, હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ બાળકની સતત સારવાર કરતા રહ્યા. હોસ્પિટલ સત્તાધીશો બાળકને “બિનવારસી દર્દી” તરીકે જાહેર કરીને તેની સંભાળ રાખતા રહ્યા. પરંતુ 23 ઓગસ્ટે બાળકનું દુર્ભાગ્યે મોત થતા તંત્ર ચોંકી ગયું.

ડૉક્ટરોને નવાઈ લાગી કે એક સપ્તાહથી વધુ સમય દરમિયાન બાળકના વાલી એકવાર પણ હોસ્પિટલમાં મુલાકાતે આવ્યા નહોતા. આ બનાવની જાણ સિવિલ હોસ્પિટલ દ્વારા નિકોલ પોલીસને કરવામાં આવી. ત્યારબાદ નિકોલ પોલીસે બાળકને સાર સંભાળ ન રાખવાના ગુનામાં માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવે ફરીથી માનવતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે કે માતા-પિતા પોતાના માસૂમને જીવનમૃત્યુની લડાઈ વચ્ચે એકલો છોડી કેવી રીતે જઈ શકે?

The post અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/ahmedabad-civil-hospital-parents-abandon-baby/feed/ 0
કોવિડ-19 સંક્રમણ રક્તવાહિનીઓને જલ્દી વૃદ્ધ બનાવે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે: રિસર્ચ https://www.gujaratinside.com/2025/08/20/covid-causes-early-vascular-aging-heart-stroke-risk-study/ https://www.gujaratinside.com/2025/08/20/covid-causes-early-vascular-aging-heart-stroke-risk-study/#respond Wed, 20 Aug 2025 04:34:20 +0000 https://www.gujaratinside.com/?p=16769 હાલમાં પ્રકાશિત એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ (Covid-19) સંક્રમણ રક્તવાહિનીઓને સામાન્ય કરતાં લગભગ પાંચ વર્ષ વહેલું વૃદ્ધ બનાવી શકે છે. આ કારણે હૃદયરોગ, સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોખતરકારક સમસ્યાઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. સંશોધન મુજબ, કોવિડના હળવા કેસોમાં પણ જેમને ક્યારેય સંક્રમણ ન થયું હોય, તેમની સરખામણીએ ધમનીઓ વધુ...

The post કોવિડ-19 સંક્રમણ રક્તવાહિનીઓને જલ્દી વૃદ્ધ બનાવે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે: રિસર્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હાલમાં પ્રકાશિત એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ (Covid-19) સંક્રમણ રક્તવાહિનીઓને સામાન્ય કરતાં લગભગ પાંચ વર્ષ વહેલું વૃદ્ધ બનાવી શકે છે. આ કારણે હૃદયરોગ, સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોખતરકારક સમસ્યાઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. સંશોધન મુજબ, કોવિડના હળવા કેસોમાં પણ જેમને ક્યારેય સંક્રમણ ન થયું હોય, તેમની સરખામણીએ ધમનીઓ વધુ ઝડપથી જડ થઈ જાય છે – જે રક્તવાહિનીના ઊંમરવધારાનો મુખ્ય લક્ષણ છે.

આ અભ્યાસ યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયો છે અને તેમાં સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2022 વચ્ચે 16 દેશોના 2,390 લોકોને સમાવેશમાં લેવામાં આવ્યા હતા. વિશ્લેષણમાં જોવા મળ્યું કે મહિલાઓ અને લાંબા સમય સુધી કોવિડના લક્ષણો ધરાવનારા દર્દીઓમાં રક્તવાહિનીઓના વૃદ્ધત્વના લક્ષણ વધુ દેખાયા હતા. ખાસ કરીને મહિલાઓમાં પુરુષો કરતાં વધુ અસર જોવા મળી, કારણ કે તેમના ઇમ્યુન સિસ્ટમ વધારે સક્રિય હોવા છતાં લાંબા ગાળે રક્તવાહિનીઓ માટે નુકસાનકારક બની શકે છે.

અભ્યાસમાં એ પણ ખુલ્યું કે રસીકરણના પરિણામે ધમનીઓની જડતા થવાની શક્યતા ઓછી થઈ જાય છે, જે દર્શાવે છે કે રસી કોવિડની લાંબા ગાળાની હાનિકારક અસર સામે રક્ષણ પૂરું પાડી શકે છે. શુભ સંકેત એ છે કે સમય જતાં આ વાસ્ક્યુલર (રક્તવાહિની) વૃદ્ધત્વમાં સ્થિરતા અથવા સુધારો જોવા મળ્યો છે.

વિજ્ઞાનીઓએ સલાહ આપી છે કે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓમાં હૃદયસંબંધી રોગના જોખમ માટે સમયસર નિદાન કરવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ, કોવિડના લાંબા લક્ષણ ધરાવનારા અને રસી ન લેવાયેલા લોકોને હૃદય અને રક્તવાહિનીના સ્વાસ્થ્ય માટે વધુ સતર્ક રહેવું જોઈએ.

The post કોવિડ-19 સંક્રમણ રક્તવાહિનીઓને જલ્દી વૃદ્ધ બનાવે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે: રિસર્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/covid-causes-early-vascular-aging-heart-stroke-risk-study/feed/ 0
ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર! https://www.gujaratinside.com/2025/08/15/health-risks-of-milk-tea-overconsumption/ https://www.gujaratinside.com/2025/08/15/health-risks-of-milk-tea-overconsumption/#respond Fri, 15 Aug 2025 02:00:41 +0000 https://www.gujaratinside.com/?p=16177 શું તમને પણ એવી લાગણી થાય છે કે દિવસની શરૂઆત દૂધની ચા વગર અધૂરી છે? જો હા, તો તમારે ચેતવાની જરૂર છે. દૂધની ચા વધુ પ્રમાણમાં પીવાથી તમને અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે – જે તમારું શારીરિક અને માનસિક જીવન બંને બગાડી શકે છે. ડિહાઇડ્રેશનનું જોખમ: ઉનાળાની ઋતુમાં ચા પીવી ચામતકારી લાગતી હોવા...

The post ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર! appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શું તમને પણ એવી લાગણી થાય છે કે દિવસની શરૂઆત દૂધની ચા વગર અધૂરી છે? જો હા, તો તમારે ચેતવાની જરૂર છે. દૂધની ચા વધુ પ્રમાણમાં પીવાથી તમને અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે – જે તમારું શારીરિક અને માનસિક જીવન બંને બગાડી શકે છે.

ડિહાઇડ્રેશનનું જોખમ:
ઉનાળાની ઋતુમાં ચા પીવી ચામતકારી લાગતી હોવા છતાં તે તમારા શરીરને ડિહાઇડ્રેટેડ બનાવી શકે છે. ચામાં રહેલા તત્ત્વો તમારા શરીરમાં પાણીની ઉણપ સર્જી શકે છે, જેના કારણે થાક, માથાનો દુખાવો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આયર્નની ઉણપ:
દૂધવાળી ચા શરીરમાં આયર્નના શોષણને અટકાવે છે. ખાસ કરીને એવી વ્યક્તિઓ જેમને પહેલાથી જ આયર્નની ઉણપ હોય, તેમને ચા સેવન ટાળવું જોઈએ.

પેટની સમસ્યાઓ:
વધુ પડતી ચા પેટમાં ગેસ, એસિડિટી અને હાથે-હાથ બ્લડ પ્રેશર વધારવાની સમસ્યા પણ ઊભી કરી શકે છે. તમારું પાચનતંત્ર નબળું પડે છે અને સમય જતાં આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ લઈ શકે છે.

અનિદ્રાની સમસ્યા:
ચામાં રહેલું કેફીન માનસિક આરામને ખલેલ પહોંચાડે છે. તમારું મન સતત સક્રિય રહે છે અને ઊંઘમાં વિઘ્ન ઉભું થાય છે. દીર્ઘકાળ સુધી વધુ ચા પીવા છતાં ઊંઘ સારી ન આવવી એ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.

નિષ્કર્ષ:
દૂધની ચા પીનારાઓ માટે આ ચેતવણી છે – જો તમે તમારા આરોગ્યને પ્રાથમિકતા આપો છો, તો ચાનું સેવન મર્યાદિત કરો. નહીંતર આ નાની લાગતી આદત તમારું આખું જીવન પ્રભાવિત કરી શકે છે.

The post ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર! appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/health-risks-of-milk-tea-overconsumption/feed/ 0
WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં https://www.gujaratinside.com/2025/08/06/chikungunya-virus-who-warning-2025/ https://www.gujaratinside.com/2025/08/06/chikungunya-virus-who-warning-2025/#respond Wed, 06 Aug 2025 11:37:31 +0000 https://www.gujaratinside.com/?p=15936 વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી...

The post WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી પહોંચ્યો છે. હવે ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં તેના 7000થી વધુ કેસ નોંધાયા છે. વાયરસને કાબૂમાં લેવા માટે ચીનમાં વિશાળ મચ્છરો છોડવામાં આવી રહ્યા છે, જે નાના ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોનો નાશ કરે છે. સરકારએ ઘરઆંગણે પાણી જમા ન કરવા ચેતવણી આપી છે અને નિયમ તોડનારને 1 લાખ રૂપિયાથી વધુ દંડ ફટકારવાની વાત કરી છે.

WHOના જણાવ્યા મુજબ ચિકનગુનિયાનો ખતરો હવે એશિયા ઉપરાંત યુરોપ સુધી ફેલાઈ ગયો છે. ફ્રાન્સમાં 800થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 12 સ્થાનિક ચેપના કેસ સામેલ છે, જ્યારે ઇટલીમાં પણ તાજેતરમાં એક કેસ નોંધાયો છે. હવામાન પરિવર્તન અને વૈશ્વિક પર્યટનને કારણે વાયરસ યુરોપમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ સોમાંચા દરમિયાન મચ્છરોનો ત્રાસ વધવાથી ચિકનગુનિયાના કેસ વધે છે.

ડોક્ટરો જણાવે છે કે સંક્રમિત મચ્છર કરડ્યાના 4થી 8 દિવસ પછી ચિકનગુનિયાના લક્ષણો દેખાય છે. તેમાં ઊંચો તાવ, હાથ-પગના સાંધામાં અસહ્ય દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ફોલ્લીઓ અને ક્યારેક આંખમાં બળતરા કે ઉલટી જેવા લક્ષણો હોય છે. સાંધાનો દુખાવો અઠવાડિયા કે મહિનાઓ સુધી રહી શકે છે. હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ સારવાર નથી; માત્ર લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. તાવ માટે પેરાસીટામોલ અને દુખાવા માટે પેઇનકિલર્સ આપવામાં આવે છે. દર્દીઓને આરામ અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે સાંધાના દુખાવા માટે હળવો શારીરિક ઉપચાર ફાયદાકારક હોય છે.

ચિકનગુનિયાથી બચવા માટે મચ્છરથી રક્ષણ મહત્વપૂર્ણ છે. અખ્ખી બાંયના કપડાં પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ, ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, પાણીના કન્ટેનર ઢાંકીને રાખવા, મચ્છર ભગાડનાર ક્રીમ કે સ્પ્રેનો ઉપયોગ અને બારીઓ-દરવાજા પર જાળી લગાવવી જરૂરી છે. સોમાંચા દરમિયાન વિશેષ સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ ઋતુમાં ચિકનગુનિયાનો પ્રકોપ સૌથી વધુ હોય છે.

The post WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/chikungunya-virus-who-warning-2025/feed/ 0
કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા https://www.gujaratinside.com/2025/07/17/deficiency-of-which-vitamin-causes-loss-of-eyesight/ https://www.gujaratinside.com/2025/07/17/deficiency-of-which-vitamin-causes-loss-of-eyesight/#respond Thu, 17 Jul 2025 16:09:20 +0000 https://www.gujaratinside.com/?p=14845 આજના ટેક્નોલોજી ભરેલા જીવનશૈલીમાં આંખોની તકલીફો જેમ કે નજર નબળી પડવી, આંખોમાં શુષ્કતા, ખંજવાળ, લાલાશ વગેરે સામાન્ય બની ગયા છે. સ્ક્રીન સામે વધુ સમય વિતાવવો, ખોટો આહાર અને ઉછળતાણભર્યું જીવન ઘણાં કારણે આંખોની અસર કરે છે. પરંતુ ઘણીવાર દ્રષ્ટિનાશ પાછળનું મુખ્ય કારણ હોય છે – વિટામિનની ઉણપ. ચાલો જોઈએ કે કયા વિટામિન્સની ઉણપ આંખોને અસર...

The post કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજના ટેક્નોલોજી ભરેલા જીવનશૈલીમાં આંખોની તકલીફો જેમ કે નજર નબળી પડવી, આંખોમાં શુષ્કતા, ખંજવાળ, લાલાશ વગેરે સામાન્ય બની ગયા છે. સ્ક્રીન સામે વધુ સમય વિતાવવો, ખોટો આહાર અને ઉછળતાણભર્યું જીવન ઘણાં કારણે આંખોની અસર કરે છે. પરંતુ ઘણીવાર દ્રષ્ટિનાશ પાછળનું મુખ્ય કારણ હોય છે – વિટામિનની ઉણપ.

ચાલો જોઈએ કે કયા વિટામિન્સની ઉણપ આંખોને અસર કરે છે અને તેને સુધારવા માટે શું કરી શકાય.

1. વિટામિન A

મહત્વ:
આ વિટામિન આંખોના રેટિના માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને રાત્રે જોવાની ક્ષમતા માટે રોડોપ્સિન પિગમેન્ટ બનાવવામાં મદદ કરે છે.

ઉણપના લક્ષણો:

  • રાત્રે ઓછું દેખાવું
  • આંખોમાં શુષ્કતા
  • બળતરા, ખંજવાળ

સ્રોત:
ગાજર, પાલક, શક્કરિયું, દૂધ, માછલી, કોબીજ

 2. વિટામિન C

મહત્વ:
મજબૂત એન્ટીઑક્સિડન્ટ હોવાને કારણે આ વિટામિન આંખોને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

ઉણપના લક્ષણો:

  • લાલાશ
  • દ્રષ્ટિમાં અસ્પષ્ટતા
  • આંખોમાં થાક

સ્રોત:
નારંગી, લીંબુ, સ્ટ્રોબેરી, બ્રોકોલી, લીલા મરચાં

3. વિટામિન E

મહત્વ:
આ આંખોના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને વૃદ્ધાવસ્થાની મેક્યુલર ડિજનરેશનને અટકાવે છે.

ઉણપના લક્ષણો:

  • ઝાંખી નજર
  • દ્રષ્ટિમાં ધીમે ધીમે ફેરફાર

સ્રોત:
બદામ, સૂરજમુખીના બીજ, એવોકાડો, મગફળી

4. ઝીંક (Zinc)

મહત્વ:
ઝીંક વિટામિન Aને આંખોની અંદર રેટિનામાં પહોંચાડવામાં મદદ કરે છે. તે મેલાનિનનું ઉત્પાદન કરીને UV કિરણોથી બચાવે છે.

ઉણપના લક્ષણો:

  • ઓછું દેખાવું
  • રંગો ભેદવામાં તકલીફ
  • રાત્રે જોવામાં મુશ્કેલી

સ્રોત:
ઓઇસ્ટર, કાજુ, ચણા, બીફ, ઢોંસા

આંખોની દેખાવશક્તિ સુધારવા માટેના ઉપાયો

  1. સંતુલિત આહાર:
    દરરોજ લીલા શાકભાજી, ફળો, નટ્સ વગેરેનો સમાવેશ કરો.
  2. સ્ક્રીન ટાઈમ ઓછી કરો:
    20-20-20 નિયમ અપનાવો – દર 20 મિનિટે, 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ.
  3. નિયમિત આંખોની તપાસ:
    વર્ષમાં ઓછામાં ઓછો એક વાર આંખોના નિષ્ણાતની મુલાકાત લો.
  4. પર્યાપ્ત ઊંઘ:
    દૈનિક 7-8 કલાક ઊંઘથી આંખોને આરામ મળે છે.
  5. આંખોની કસરત:
    પેન ફોકસ અને બ્લિંકિંગ જેવી સરળ કસરતો અજમાવો.
  6. હાઇડ્રેશન:
    દિવસે ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો.

⚠ ચેતવણી:

જો અચાનક દ્રષ્ટિ ગુમાવવી, ડબલ વિઝન, અથવા તીવ્ર દુખાવો થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. વિટામિનના સપ્લિમેન્ટ્સ લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

આંખોની દેખાવશક્તિ જાળવવી એ માત્ર ચશ્માની જવાબદારી નથી, પણ આખી લાઇફસ્ટાઇલની છે. આજથી જ યોગ્ય આહાર, નિયમિત આરામ અને ચેતનાપૂર્ણ જીવનશૈલી અપનાવો – તમારું દ્રષ્ટિ-tej તમારા હાથમાં છે!

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય આરોગ્ય માહિતી માટે છે. કોઈપણ સારવાર શરૂ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

The post કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/deficiency-of-which-vitamin-causes-loss-of-eyesight/feed/ 0
અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર https://www.gujaratinside.com/2025/06/27/how-is-treatment-done-if-an-astronaut-falls-ill-in-space/ https://www.gujaratinside.com/2025/06/27/how-is-treatment-done-if-an-astronaut-falls-ill-in-space/#respond Fri, 27 Jun 2025 05:24:56 +0000 https://www.gujaratinside.com/?p=14474 વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે...

The post અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે જો કોઈ મુસાફરની તબિયત અચાનક અવકાશમાં બગડે છે, તો ત્યાં તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. શું તેને ત્યાં દવા આપવામાં આવે છે, અથવા તેને કોઈ રીતે પૃથ્વી પર પાછા મોકલવામાં આવે છે? ચાલો આ વિશે જાણીએ.

શું અવકાશમાં દવાઓ છે?

અવકાશનું વાતાવરણ પૃથ્વીથી સંપૂર્ણપણે અલગ છે. જ્યારે પણ કોઈ અવકાશયાત્રી ત્યાં જાય છે, ત્યારે તેના હાડકાં નબળા પડી જાય છે અને જ્યારે તે પાછો આવે છે ત્યારે સ્નાયુઓ પણ નબળા પડી જાય છે. આ ઉપરાંત, ત્યાંથી પાછા ફરતી વખતે ગંભીર બીમારીનો ભય પણ રહે છે. પરંતુ જો કોઈ અવકાશમાં બીમાર પડે તો શું થાય છે. વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં એક મેડિકલ કીટ છે, તેમાં પ્રાથમિક સંભાળની બધી વસ્તુઓ છે, જેમ કે ઉલટી, તાવ, દુખાવો, શામક દવાઓ, બ્લડ પ્રેશર અને સુગર તપાસવા માટે મશીનો અને વૈકલ્પિક દવાઓ. કોઈપણ નાના ઘા હોય તો, તેને સાફ કરવા માટે એન્ટિબાયોટિક્સ પણ છે.

શું તેમને પૃથ્વી પર પાછા મોકલવામાં આવે છે?

સૌથી મહત્વની વાત એ છે કે કોઈ બીમાર કે નબળા વ્યક્તિને અવકાશમાં મોકલવામાં આવતો નથી. ફક્ત તબીબી રીતે ફિટ લોકો જ ત્યાં જઈ શકે છે. તેથી જ તેઓ કોઈપણ નાની કટોકટીનો સરળતાથી સામનો કરી શકે છે. પરંતુ તેમ છતાં જો ત્યાં સ્વાસ્થ્ય બગડે છે, તો અવકાશ તબીબી ટીમ તાત્કાલિક તેનું ધ્યાન રાખે છે, પરંતુ જો પરિસ્થિતિ હજુ પણ સુધરતી નથી અને જીવનું જોખમ હોય છે, તો આકસ્મિક પરત યોજના બનાવવામાં આવે છે. અવકાશ સ્ટેશનમાં હંમેશા લાઇફબોટ અવકાશયાન ડોક કરવામાં આવે છે. કટોકટીની સ્થિતિમાં, અવકાશયાત્રીઓને આ દ્વારા પાછા મોકલી શકાય છે.

ક્રૂ મેમ્બર્સને મૂળભૂત તાલીમ મળે છે

આ ઉપરાંત, દરેક ક્રૂ મેમ્બરને CPR જેવી મૂળભૂત તાલીમ આપ્યા પછી મોકલવામાં આવે છે, જેથી જરૂર પડ્યે તેઓ તેમના સાથીદારોને મદદ કરી શકે. ટીમમાં એક વ્યક્તિ એવો પણ હોય છે જે અવકાશના તબીબી અધિકારી જેવો હોય છે. તેની પાસે અન્ય કરતા વધુ તાલીમ હોય છે અને જો કોઈ મોટી કટોકટી ન હોય, તો તે સરળતાથી તેનો સામનો કરી શકે છે. આ ઉપરાંત, પૃથ્વી પરથી તેમનું નિરીક્ષણ કરવામાં આવે છે અને અહીં હાજર ડોકટરોની ટીમ તેમને માર્ગદર્શન આપે છે.

 

The post અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/27/how-is-treatment-done-if-an-astronaut-falls-ill-in-space/feed/ 0