બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી આફત દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યું છે, જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં 3 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને 150થી વધુ પોલીસ જવાનો...
નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ તેજ
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ અનેક ભારતીય પ્રવાસીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફસાયેલા પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા માટે જરૂરી તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. ભાવનગર...
ભારત-ચીન સામે 100% ટેરિફની ટ્રમ્પની સલાહથી યુરોપિયન યુનિયન માં ચિંતા
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજકીય અને આર્થિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અહેવાલો મુજબ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ના અધિકારીઓ સાથેની એક કોન્ફરન્સ કોલ દરમિયાન ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ લાગુ કરવાની અપીલ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત અને ચીન રશિયાથી તેલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે અને તેમના...
અસમ સરકારનો કડક નિર્ણય: શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસમાં નાગરિકતા સાબિત કરવાનો અલ્ટીમેટમ
અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા સરકારે રાજ્યમાં શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસની અંદર પોતાની નાગરિકતા સાબિત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય કેબિનેટે પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, 1950 હેઠળ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ને મંજૂરી આપી છે. આ નિયમ મુજબ જિલ્લા કમિશનરો શંકાસ્પદ વિદેશીઓને નોટિસ આપશે અને તેઓ 10 દિવસમાં નાગરિકતા સાબિત ન કરી શકે તો તેમની...
નેપાળ હિંસાની અસર ભારતીય સરહદે, દાર્ચુલા-બૈતાડીમાં તોડફોડ અને આગચંપીથી તણાવ
નેપાળમાં ભડકેલી હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલા અને બૈતાડી જિલ્લામાં હિંસક દેખાવો થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને યુએમએલ (એમાલે)ના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઉઠેલી ચિંગારી હવે વિકરાળ બની...
નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...
નિંદ્રાધીન જાડી ચામડીના અધિકારીઓ જાગો; 70 દિવસમાં 12 નિર્દોષોના જીવ ગયા
અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીના 70 દિવસના સમયગાળામાં 12 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તમામ મોત પાછળ કોઈ કુદરતી આપત્તિ કે અચાનક બનતા દુર્ઘટના નહીં પરંતુ સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી જવાબદાર ગણાઈ રહી છે. “સ્માર્ટ સિટી” તરીકે ઓળખાતા અમદાવાદમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ચોમાસા દરમ્યાન નિર્દોષોના મોત થવા જેવી...
ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ...
અમદાવાદમાં બેફામ ટ્રકની ટક્કરે મહિલાનું કરુણ મોત, ચાલક અકસ્માત બાદ ફરાર
અમદાવાદ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અગોરા સર્કલ પાસે બનેલી એક હૃદયદ્રાવક ઘટના ફરી એકવાર આ મુદ્દાને ઉજાગર કરી ગઈ છે. બપોરના સમયે બનેલી આ દુર્ઘટનામાં એક બેફામ ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાને...









