શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના હઝરતબલ દરગાહમાં શુક્રવારે અશાંતિ સર્જાઈ હતી. દરગાહના પુનર્નિર્માણ બાદ સ્થાપિત કરાયેલા શિલાલેખ પર અશોક સ્તંભ અંકિત કરવાથી ભીડે વિરોધ વ્યક્ત કરી તોડફોડ કરી હતી. ભીડનો આક્રોશ એ હતું કે રાષ્ટ્રીય ચિહ્નને ધાર્મિક સ્થળે મૂકવું ઈસ્લામની ભાવનાના વિરુદ્ધ છે. લોકો એ ચિહ્નને તાત્કાલિક હટાવવાની માગ કરી રહ્યા હતા. વક્ફ બોર્ડ અધ્યક્ષ ડૉ. દરખ્શાં આંદ્રાબીએ...
આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી
આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનાથી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે અને ગામમાં ઉચ્ચ સ્તરીય તબીબી ટીમોને તપાસ માટે મોકલી છે. સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ડૉ....
ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા. મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ...
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી
દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું. આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે...
દિલ્હીમાં સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો, ત્રણ સગીરો ઝડપાયા
દિલ્હીમાં અમદાવાદ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર ત્રણ સગીરોએ છરીથી હુમલો કર્યો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી ઘૂસી ગયેલી હાલતમાં સીધો પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો, જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો....
જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક દુર્ઘટના બની. સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં આવેલું ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું, જેના કારણે સમગ્ર મકાન પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના કરુણ મોત થયા, જ્યારે સાત લોકો કાટમાળમાં દટાયા હતા. સ્થાનિક લોકો અને રાહતદળના...
અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળતાં અચાનક પૂરનું જોખમ, પૂર્વોત્તર ભારત માટે ગંભીર ચેતવણી
અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયરના ઝડપી પીગળવાના કારણે ભારે પૂરનું જોખમ ઊભું થયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જે ભવિષ્યમાં તળાવ ફાટવા અથવા ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ સર્જી શકે છે. આ સ્થિતિ રાજ્ય સાથે સાથે સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે. સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ...
દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ
દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં...
શિક્ષક દિને ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોનું આંદોલન, સરકાર વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’ના નારા
શિક્ષક દિને રાજ્યભરના શિક્ષકોના આંદોલનનું દૃશ્ય ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જોવા મળ્યું. શુક્રવારે (5 સપ્ટેમ્બર) અહીં એકઠા થયેલા શિક્ષક ભરતીના ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારો દ્વારા 10,700 જેટલી ખાલી જગ્યાઓને ભરવાની માંગ, અનામત નીતિનો અમલ, તેમજ શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ અને વેપારીકરણ બંધ કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન શાળાના...
રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ
અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે...









