અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કડક વલણ અપનાવ્યું. બુધવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સીધો સવાલ કર્યો – “તમારે કરવું શું છે? શહેરના લોકો તકલીફમાં છે, અને તમે કંઈ અસરકારક પગલાં નથી લઈ રહ્યા.” વરસાદી પાણી ભરાવાથી શહેર ત્રસ્ત તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વીસથી વધુ વોટરલોગિંગ...
‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’ ત્રંબામાં બેનર લગતા ભાજપમાં ખળભળાટ
રાજકોટ નજીકના ત્રંબા ગામમાં લોકોના રોષનું સૂરજ ચમક્યું છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય વિભાગની કેબિનેટ મંત્રી તથા રાજકોટના વોર્ડ નં.1ની કોર્પોરેટર ભાનુબેન બાબરિયા વિરુદ્ધ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શિત કર્યો. ત્રંબા ગામમાં રોડ પર ‘ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે, શોધી આપનારને ઈનામ મળશે’ તેવા બેનરો લગાવીને લોકોએ તેમના પ્રતિ અસંતોષ વ્યક્ત કર્યો. લોકોના આક્ષેપ: વિકાસના વચનો...
‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.” કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે...
ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ જણાવ્યું કે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરશે અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, “ભારત સરકારે હંમેશા ખેડૂતો,...
ટ્રમ્પની મોટી જાહેરાત: ભારત પર 25% ટેરિફ, 1 ઓગસ્ટથી લાગુ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકા માટે મિત્ર દેશ હોવા છતાં વેપારના ક્ષેત્રમાં પૂરતું સહકાર આપતું નથી. તેમણે ભારતની ટ્રેડ નીતિઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંનું એક છે....
ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રક ભીષણ ટક્કર: 18 શિવભક્તોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
ઝારખંડના દેવઘરમાં મંગળવારની સવારે ભયાનક માર્ગ અકસ્માતે હાહાકાર મચાવ્યો. ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પાસે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર અનેક શિવભક્તોના મોત નિપજ્યા, જ્યારે ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તાજેતરની માહિતી મુજબ આ દુર્ઘટનામાં 18 શિવભક્તોના મોત થયા છે...
પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા પછી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. બંને દેશો વચ્ચે મિસાઇલ હુમલાનો ત્રાટક ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં ઘણી સંખ્યામાં બાળકો અનાથ બન્યા. આવા સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માનવતાની અનોખી મિસાલ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પાકિસ્તાનના ગોળીબારમાં...
IND vs ENG: ઢોંગ છે આ બધો, બૅન સ્ટોક્સ પર બરોબરના ભડક્યા ગાવસ્કર
Sunil Gavaskar angry on Ben Stokes: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે બીજી ઇનિંગ્સમાં ભારતની દમદાર બેટિંગના વખાણ કર્યા છે. આ સાથે તેઓ ઈંગ્લેન્ડ પર ભડક્યા પણ હતા. ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘સંતોષ થયો? મને ગર્વ છે… આ ટીમે જે કર્યું મને તેના પર ગર્વ છે. માત્ર ચાર...
આતંકીઓ માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી, ઓપરેશન સિંદૂરએ સાબિત કર્યું: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ઓપરેશન સિંદૂરના ફરી વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન એ સાબિત કરી દીધું છે કે આતંકવાદીઓ અને ભારતના દુશ્મનો માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી. મોદીએ રાજેન્દ્ર ચોલ-પ્રથમની જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોલ રાજાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે ચોલ વંશે શ્રીલંકા...
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...








