કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) દ્વારા કરવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાં સર્જાયેલી માનવીય દુર્ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીનો આરોપ છે કે ભારત સરકાર ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર મૌન ધારણ...
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...
13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત
શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો...
સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ...
જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી મારી સૌથી મોટી ભૂલ: રાહુલ ગાંધી
દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલી કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ખુલ્લેઆમ પોતાની ભૂલ સ્વીકારી છે. કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે, “દલિતો અને આદિવાસીઓની સમસ્યાઓ સમજવી સરળ છે, પણ OBC વર્ગની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી શકી નહી એ મારી ખામી રહી છે. જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી એ અમારી પાર્ટીની નહીં, પણ...
સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી!
દેશની સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થયું છે, પરંતુ સતત ત્રણ દિવસ સુધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ ન થઈ શક્યું. વિપક્ષે ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો અને ટ્રમ્પના નિવેદનો જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો. પરિણામે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. PRS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ અંદાજે ₹2.5 લાખ...
બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા”
લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં...
આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે...









