વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે. દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો, જોકે કોપી-પેસ્ટ...

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 8એ પહોંચ્યો...

સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ
ગુજરાત સરકાર એક બાજુ ક્રૂઝ ભારત મિશન હેઠળ રાજ્યના દરિયાકાંઠે ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી દશા વેઠી રહ્યું છે. છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ સેવા બંધ છે અને હવે આ પ્રોજેક્ટ મરણપથારીએ છે. સાબરમતી નદીમાં ચલાવાયેલું ક્રૂઝ લાંબા સમયથી બંધ છે. કારણ એવું છે કે નદીમાં...

“ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે મોટો ખતરો બની શકે”: CDS જનરલ ચૌહાણ
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક-ટેન્ક કાર્યક્રમમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઉભરતા સંભવિત વ્યૂહનૈતિક સહયોગને ભારત માટે મોટા જોખમ તરીકે આંક્યો. CDS ચૌહાણે કહ્યું કે આજે દેશને આંતરિક અને બાહ્ય બંને મોરચે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધી રહી છે...

FATF રિપોર્ટમાં ખુલાસો : પુલવામા આતંકી હુમલાની વિસ્ફોટક સામગ્રી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદાઈ હતી
FATF (Financial Action Task Force) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ હવે બોમ્બ બનાવવાની સામગ્રી ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદે છે. FATFએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનો માત્ર સામગ્રી જ નહીં, પરંતુ ફંડ એકઠા કરવા માટે પણ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. પુલવામા હુમલાની સામગ્રી પણ ઓનલાઇન ખરીદાઈ FATFના જણાવ્યા અનુસાર,...

23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવામાં આવશે, CBIની મોટી સફળતા
આર્થિક ગુનામાં 23 વર્ષથી ફરાર રહેલી મોનિકા કપૂરને આખરે CBI દ્વારા અમેરિકામાંથી પકડવામાં આવી છે. CBI ટીમ મોનિકા કપૂરને આજે રાત્રે ભારત લાવશે. આ કાર્યવાહી ભારતીય તપાસ એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી હતી. CBI દ્વારા 9 જુલાઈ, 2025ના રોજ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શું છે આખો મામલો? મોનિકા...

બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ બની ઈન્ડિયા; બીજી ટેસ્ટમાં 336 રનથી ઐતિહાસિક જીત
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રનના મોટા તફાવતથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડ સામે 608 રનનો લક્ષ્યાંક હતો, જેનો સામનો કરતી વખતે ઇંગ્લેન્ડ ટીમ પાંચમા દિવસના બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બર્મિંઘમમાં 58 વર્ષ બાદ મળ્યો પહેલો વિજય ભારતીય ટીમે પહેલી વાર એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ જીતવાનું ગૌરવ...

ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક; રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. 5 જુલાઈના રોજ ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર સ્થિત તેમના ખાનગી ગોલ્ફ કોર્સ પર એક પેસેન્જર વિમાને ટેમ્પરરી ફ્લાઈટ રિસ્ટ્રિક્શન (TFR)નો ભંગ કર્યો હતો. આ ઘટનાની પુષ્ટિ ઉત્તરીય અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) દ્વારા કરવામાં આવી છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોરસમાં હાજર હતા ત્યારે ઘટી ઘટના માહિતી મુજબ,...

નીતિન ગડકરીએ કરી ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી; કહ્યું ‘વૈશ્વિક તાણાવણ અને તાનાશાહીથી શાંતિ ખોરવાઈ રહી છે’
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની ગંભીર આગાહી કરી છે. નાગપુરમાં આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા જિઓ-પોલિટિકલ તણાવને જોતા કહ્યું કે, “વિશ્વ કોઈપણ ક્ષણે યુદ્ધના ભઠ્ઠમાં ધકેલાઈ શકે છે.” ‘બિયોન્ડ બોર્ડર્સ’ પુસ્તક વિમોચન દરમિયાન વ્યક્ત કરી ચિંતા ગડકરી નાગપુર ખાતે ‘બિયોન્ડ બોર્ડર્સ’ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ...

ચીનમાં સત્તા પરિવર્તનના સંકેતો; “આજીવન નેતા” તરીકે ઓળખાતા શી જિનપિંગના સિંહાસન પર જોખમ
ચીનના પ્રમુખ શી જિનપિંગ, જેમને આજે સુધી “આજીવન નેતા” તરીકે જોવામાં આવતા હતા, તેમના શાસન પર હવે સવાલ ઊભા થવા લાગ્યા છે. નવા નિયમો અને સત્તા વિતરણના પગલાઓ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તથા ચીની વિદેશી સમુદાયમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, શી જિનપિંગ હવે પોતાનું સિંહાસન étape-બધ્ય રીતે ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે. શક્તિ વિતરણથી સત્તા હસ્તાંતરણના સંકેતો શી...
