CP Radhakrishnan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cp-radhakrishnan/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 05:41:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png CP Radhakrishnan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/cp-radhakrishnan/ 32 32 સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/#respond Fri, 12 Sep 2025 05:41:49 +0000 https://www.gujaratinside.com/?p=19217 નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર...

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો અને તેમને 452 મત મળ્યા, જયાં વિરોધ પક્ષના બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હોવાનું નોંધાયું.

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ)માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બિબીએ)માં ડિગ્રી મળી હતી. તેઓ ટેબલ ટેનિસ ચેમ્પિયન અને ક્રિકેટ, વોલીબોલમાં રસ ધરાવતા ખેલાડી રહ્યા છે.

તેમણે 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા અને કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા છે.

પક્ષ સંગઠનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1996માં તેમણે ભાજપના તમિલનાડુ એકમના સચિવ તરીકે કાર્ય શરૂ કર્યું અને 2007માં પ્રદેશ પ્રમુખ તરીકે 93 દિવસમાં 19,000 કિલોમીટર લાંબી રથયાત્રા યોજી, જેમાં નાગરિક સમાનતા, અસ્પૃશ્યતા, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ કરવામાં આવી.

ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. જુલાઈ 2024માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની મિલકત 2019ના સોગંદનામા મુજબ લગભગ ₹67 કરોડ છે, જેમાં જંગમ સંપત્તિ ₹7.31 કરોડ છે.

ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી અગાઉ, 21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું. આ ઘટનાઓ પછી ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ અને સીપી રાધાકૃષ્ણને જીત મળી.

 

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/feed/ 0
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ https://www.gujaratinside.com/2025/09/11/gujarat-governor-acharya-devvrat-additional-charge-maharashtra/ https://www.gujaratinside.com/2025/09/11/gujarat-governor-acharya-devvrat-additional-charge-maharashtra/#respond Thu, 11 Sep 2025 10:50:59 +0000 https://www.gujaratinside.com/?p=19128 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આચાર્ય દેવવ્રતને તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ આ હવાલો ત્યાં સુધી સંભાળશે...

The post મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આચાર્ય દેવવ્રતને તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ આ હવાલો ત્યાં સુધી સંભાળશે જ્યાં સુધી નવા કાયમી રાજ્યપાલની નિમણૂક ન થાય.

સી.પી. રાધાકૃષ્ણન તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હતા, પરંતુ ઉપરાષ્ટ્રપતિ તરીકેની તેમની પસંદગી પછી મહારાષ્ટ્રનું રાજ્યપાલ પદ ખાલી થઈ ગયું. રાજ્યના બંધારણીય કાર્યોમાં અવરોધ ન આવે તે માટે આચાર્ય દેવવ્રતને આ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિમણૂક રાષ્ટ્રપતિના વિશેષાધિકાર હેઠળ કરવામાં આવી છે. હવે આચાર્ય દેવવ્રત ગુજરાત સાથે મહારાષ્ટ્રની પણ રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળશે, જે બંને રાજ્યોના પ્રશાસન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

 

The post મહારાષ્ટ્રમાં રાજ્યપાલ પદ ખાલી: આચાર્ય દેવવ્રતને વધારાની જવાબદારી સોંપાઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/gujarat-governor-acharya-devvrat-additional-charge-maharashtra/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/#respond Tue, 09 Sep 2025 16:25:05 +0000 https://www.gujaratinside.com/?p=18944 ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે 12 સપ્ટેમ્બરે શપથ લેશે.

ચૂંટણીનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ક્રોસ વોટિંગ રહ્યો હતો. કોંગ્રેસના મહાસચિવે દાવો કર્યો હતો કે ઇન્ડિયા બ્લોક પાસે 315 મત છે, પરંતુ પરિણામમાં 14-15 વિપક્ષી સાંસદોએ NDAની તરફેણમાં મત આપ્યો હોવાનું સામે આવ્યું.

NDAને કાગળ પર 427 સાંસદોનો ટેકો હતો, ઉપરાંત YSRCPના 11 સાંસદોએ પણ મત આપ્યો હતો. છતાં NDA ઉમેદવારને અપેક્ષા કરતાં 14 વધુ મત મળ્યા, જેનાથી ક્રોસ વોટિંગની અટકળો મજબૂત બની.

બીજી બાજુ, BJD, BRS, SAD સહિત 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ પરિણામે વિપક્ષની વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા બ્લોક માટે આ એક મહત્વની કસોટી ગણાઈ રહી હતી, જેમાં અપેક્ષિત સમર્થન મળ્યું નહીં.

વિપક્ષી ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ હાર સ્વીકારીને જણાવ્યું કે સાંસદોએ લોકશાહી પ્રક્રિયા દ્વારા પોતાનો નિર્ણય આપ્યો છે અને તે પોતે આ પરિણામને સ્વીકાર કરે છે.

તેમણે કહ્યું કે આ યાત્રા તેમના માટે ગૌરવની ક્ષણ હતી અને બંધારણીય નૈતિકતા, ન્યાય અને ગૌરવ માટે ઊભા રહેવાનો મોકો હતો. તેમણે વધુ જોશ સાથે વૈચારિક સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને તેમને સમર્થન આપનાર તમામ નેતાઓનો આભાર માન્યો.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/feed/ 0
ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cp-radhakrishnan-wins/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cp-radhakrishnan-wins/#respond Tue, 09 Sep 2025 15:25:31 +0000 https://www.gujaratinside.com/?p=18934 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા. પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300...

The post ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા.

પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત જ મળ્યા. આ જીત સાથે સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે.

ચૂંટણી દરમિયાન ભાજપને પહેલેથી જ સંખ્યાબળનો ફાયદો હતો. NDA પાસે લોકસભા અને રાજ્યસભામાં મળીને કુલ 425 સાંસદોનું સમર્થન હતું, જ્યારે જીત માટે જરૂરી આંકડો 392 હતો.

ઉપરાંત YSRCPના સાંસદોએ પણ NDA ઉમેદવારને સમર્થન આપ્યું. આથી જ શરૂઆતથી જ રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. બીજી તરફ, BJD, BRS અને શિરોમણી અકાલી દળે ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી, જ્યારે પંજાબના બે અપક્ષ સાંસદોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ મતદાન કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના અનેક મોટા નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને નીતિન ગડકરીને મતદાન સમયે પરસ્પર હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ થયું કે વિપક્ષનો અંદાજ ખોટો સાબિત થયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પાસે જીતવાની તક છે, પરંતુ પરિણામે NDAની જીત એકતરફી સાબિત થઈ.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “આ મત અંતરાત્માથી આપવામાં આવે છે, પરંતુ ભાજપ પોતાના સ્વાર્થ માટે લોકોનો ઉપયોગ કરે છે.”

જીત પછી સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે આ જીત માત્ર NDAની નથી, પરંતુ ભારતીય રાષ્ટ્રવાદની જીત છે. તેમણે શપથ લીધા પછી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યો.

The post ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cp-radhakrishnan-wins/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/#respond Tue, 19 Aug 2025 06:04:10 +0000 https://www.gujaratinside.com/?p=16678 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઈડિયા ઑફ ઈન્ડિયા’ને બચાવવાની લડાઈ છે. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 12:30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાશે અને સાંજ સુધીમાં મજબૂત ઉમેદવારના નામની જાહેરાત થશે તેવી આશા છે.

બીજી તરફ, NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને તે પહેલાં ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે અને ચાર દાયકાથી વધુનો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમનો RSSની વિચારધારા સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/#respond Mon, 18 Aug 2025 15:11:48 +0000 https://www.gujaratinside.com/?p=16625 આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે ચૂંટણીમાં મહત્વનો ફર્ક પાડી શકે છે.

પીટીઆઈના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી હતી અને શાસક ગઠબંધનના ઉમેદવાર માટે પ્રાદેશિક પાર્ટીના સમર્થન માંગ્યું હતું. રાજકીય રીતે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે વાયએસઆર કોંગ્રેસ એનડીએનો ભાગ નથી અને ઈન્ડિયા ગઠબંધન સાથે પણ નથી, તેમ છતાં એનડીએને સમર્થન આપી રહી છે.

આ પહેલાં પણ વાયએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું, જેમ કે રામનાથ કોવિંદ, દ્રૌપદી મુર્મુ, વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડના ઉમેદવારી સમયગાળા દરમિયાન. હાલમાં એનડીએ પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132 સાંસદોનું સમર્થન છે. વાયએસઆરસીપીના 11 સાંસદોના સમર્થન સાથે આ આંકડો 435થી વધુ પહોંચવાની સંભાવના છે, જે સી.પી. રાધાકૃષ્ણનની જીત લગભગ નિશ્ચિત બનાવે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એનડીએનું પ્રભાવ રાષ્ટ્રીય સ્તરે વધી રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો સાથેના તેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-nda-ysr-congress-support/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/ https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/#respond Mon, 18 Aug 2025 04:24:24 +0000 https://www.gujaratinside.com/?p=16577 ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ તેમના નામની જાહેરાત કરી.

NDA દ્વારા આ જાહેરાત બાદ હવે તમામની નજર તમિલનાડુના શાસક પક્ષ DMK અને તેના સાથીઓ પર છે. કારણ કે CP રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતારવાથી વિપક્ષ માટે બે પડકાર ઊભા થયા છે. પ્રથમ, તેઓ OBC સમુદાયના પ્રતિનિધિ છે, જેના પર DMKની પરંપરાગત પકડ છે. બીજું, તેઓ તમિલનાડુના પ્રાદેશિક ગૌરવ છે, જે DMK માટે રાજકીય સંવેદનશીલ મુદ્દો બની શકે છે.

આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી છે, તેથી I.N.D.I.A. ગઠબંધન માટે રાધાકૃષ્ણનનો વિરોધ કરવો મોંઘો સાબિત થઈ શકે છે. ભાજપ તેમને તમિલનાડુના ગૌરવ તરીકે પ્રચાર કરી શકે છે, જ્યારે DMKના મુખ્ય હરીફ AIADMK પણ આ મુદ્દાનો લાભ લઈ શકે છે. AIADMKના નેતા પલાનીસ્વામીએ કહ્યું કે રાધાકૃષ્ણનને તેમની જાહેર સેવા અને લોકો પ્રત્યેના સમર્પણ માટે આ સન્માન મળ્યું છે.

વિપક્ષના નેતાઓ આજે બેઠક કરવા જઈ રહ્યા છે જેથી 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થઈ શકે. છેલ્લી ચૂંટણીમાં જેમ પ્રાદેશિક લાગણીઓએ ભૂમિકા ભજવી હતી, તેવી આશા ભાજપને આ વખતે પણ છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/vice-president-election-bjp-cp-radhakrishnan-nda-strategy-dmk/feed/ 0