અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન...
Tag: India China Relations
અમેરિકન ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીની ટોચની બેઠક, 7 મંત્રી હાજર
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 6.30 વાગ્યે મહત્વપૂર્ણ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં આર્થિક સલાહકાર પરિષદ સાથે ભારતીય અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સહિત સાત કેન્દ્રીય મંત્રીઓ આ બેઠકમાં હાજરી આપશે. બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત...
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદ્યાના નિર્ણય પછી વૈશ્વિક રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરહદી વિવાદોના કારણે લાંબા સમયથી દૂર રહેલા ભારત અને ચીન વચ્ચેના સંબંધો હવે સુધરતા નજરે પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ...
ભારત-ચીન સહયોગ પર ચીનનું નિવેદન: ‘ભાગીદારી જ બંને દેશો માટે સાચો રસ્તો’
ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘટનાને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે બંને દેશો લોકલ લેવલ પર બનતી વસ્તુઓના સરહદી વ્યાપારને ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા તણાવને ઓછો કરવા માટે બંને દેશો પ્રયત્નશીલ છે. આ વચ્ચે, ચીનના વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ચીનના જણાવ્યા મુજબ,...
પાંચ વર્ષ પછી ચીનના પ્રવાસીઓ માટે ભારતના દરવાજા ખુલ્યા, 24 જુલાઈથી મળશે ટુરિસ્ટ વિઝા
સંબંધોને સુધારવાના ભાગરૂપે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 24 જુલાઈ 2025થી ચીનના નાગરિકોને ફરી પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો હતો, જેને પગલે ભારતે ચીનના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે, બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે થતાં સંવાદ...




