ભારત-ચીન સહયોગ પર ચીનનું નિવેદન: ‘ભાગીદારી જ બંને દેશો માટે સાચો રસ્તો’

ભારત-ચીન સહયોગ પર ચીનનું નિવેદન: ‘ભાગીદારી જ બંને દેશો માટે સાચો રસ્તો’

ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘટનાને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે બંને દેશો લોકલ લેવલ પર બનતી વસ્તુઓના સરહદી વ્યાપારને ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા તણાવને ઓછો કરવા માટે બંને દેશો પ્રયત્નશીલ છે.

આ વચ્ચે, ચીનના વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ચીનના જણાવ્યા મુજબ, ‘ભારત અને ચીન બંને એશિયાના મહત્વના પાડોશી તેમજ ગ્લોબલ સાઉથના અગત્યના સભ્ય છે. બંને દેશ મોટા વિકાસશીલ દેશો છે. ભાગીદારી જ બંને માટે સાચો માર્ગ છે.’

આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા માટે વેપાર અને રાજનૈતિક સ્તરે નવા પગલાં અંગે ચર્ચા ચાલી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.