યુક્રેન પર રશિયાના હુમલાઓમાં તીવ્રતા સતત વધી રહી છે. ગઈકાલે રાત્રે રશિયાએ યુક્રેન પર 526 ડ્રોન અને મિસાઇલ છોડીને ભયાનક પ્રહાર કર્યો. આ હુમલામાં 502 ડ્રોન અને 24 મિસાઇલનો સમાવેશ હતો. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું કે 69 ડ્રોન અને 3 મિસાઇલ યુક્રેનના 14 જુદા-જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘણા વિસ્તારોમાં કાટમાળ ફેલાયો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ...
જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક
ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને...
તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર
મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો. મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો....
અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો
ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા...
ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ...
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર...
ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના બહુરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસ ‘બ્રાઇટ સ્ટાર 2025’માં ભાગ લેશે
નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોના 700થી વધુ જવાનો ઇજિપ્તમાં યોજાનારા બહુરાષ્ટ્રીય લશ્કરી અભ્યાસ ‘બ્રાઇટ સ્ટાર 2025’માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. અમેરિકાની આગેવાની હેઠળ થનારી આ કવાયત ઇજિપ્તમાં યોજાશે અને તે મધ્યપૂર્વનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ ગણાય છે. આ સંયુક્ત યુદ્ધાભ્યાસમાં કુલ 43 દેશ ભાગ લેશે....
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી...
RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવત: ‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષના ઉજવણી કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, “સંઘની મુખ્ય સફળતા ભારતને વિશ્વગુરુ બનાવવામાં છે અને હવે દેશને વૈશ્વિક સ્તરે યોગદાન આપવા માટે યોગ્ય સમય આવી ગયો છે. દેશ સર્વોપરી છે અને સંઘને તથ્ય આધારિત રીતે સમજવું જોઈએ. સંઘના ઉદ્દેશ્યો અંગે ઘણી...
વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને ન્યાય મળ્યો નહીં, જાણો કેમ વધી રહ્યો છે વિરોધ
વિશ્વના પરંપરાગત નકશાઓમાં આફ્રિકા અને ભારતના કદને લઈને મોટો અન્યાય થયો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS)માં રહેલા ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી જોયું ત્યારે નોંધ્યું કે ભારતનો કદ હકીકતમાં નકશામાં દર્શાવાયેલા કદ કરતાં ઘણો મોટો લાગે છે. આ જ વાત આફ્રિકા ખંડ માટે પણ લાગુ પડે છે. સ્કૂલોમાં ભણાતો મર્કેટર નકશો 16મી સદીમાં બેલ્જિયમના કાર્ટોગ્રાફર...









